પૈસા ડબલ કરવાની સરકારી સ્કીમ: 5 લાખ જમા કરશો તો મળશે 10 લાખ રૂપિયા, જાણો વિગત
પોસ્ટ ઓફિસની કિસાન વિકાસ પત્ર યોજનામાં 7.5 ટકાનું વાર્ષિક વ્યાજ મળી રહ્યું ચે. તેમાં રોકાણ કરવામાં આવેલી રકમ 115 મહિના એટલે કે 9 વર્ષ 7 મહિનામાં ડબલ થાય છે. જો તમે આ યોજનામાં 5 લાખ જમા કરો છો તો મેચ્યોરિટી પર 10 લાખ મળશે.
જો તમે શેર બજારના જોખમ વગર તમારા પૈસા ડબલ કરવા ઈચ્છો છો તો, પોસ્ટ ઓફિસની કિસાન વિકાસ પત્ર (Kisan Vikas Patra) સ્કીમ તમારા માટે એક સારો વિકલ્પ સાબિત થઈ શકે છે. આ સરકારી સ્મોલ સેવિંગ સ્કીમમાં એક સાથે પૈસા જમા કરવાના હોય છે અને મેચ્યોરિટી પર રોકાણની રકમ ડબલ થઈ મળે છે.
ખાસ વાત છે કે આ યોજનામાં રોકાણની કોઈ મહત્તમ મર્યાદા નથી. તમે તમારી બચત પ્રમાણે તેમાં પૈસા લગાવી શકો છો. જો તમે કિસાન વિકાસ પત્રમાં 5 લાખનું રોકાણ કરો છો તો મેચ્યોરિટી પર તમને 10 લાખ મળી શકે છે.
KVP પર કેટલું મળી રહ્યું છે વ્યાજ?
ઈન્ડિયા પોસ્ટ પ્રમાણે પોસ્ટ ઓફિસની કિસાન વિકાસ પત્ર યોજનામાં હાલ 7.5 ટકાના દરે વાર્ષિક વ્યાજ મળી રહ્યું છે. આ વ્યાજની ગણના વાર્ષિક કમ્પાઉન્ડિંગના આધારે થાય છે. એટલે કે વ્યાજ પર પણ વ્યાજ મળે છે.
ઓક્ટોબરથી ડિસેમ્બર 2026ના ક્વાર્ટર માટે સરકારે KVP ના વ્યાજદરમાં કોઈ ફેરફાર કર્યો નથી. આ યોજનામાં રોકાણ કરવા પર પૈસા 115 મહિના એટલે કે 9 વર્ષ અને 7 મહિનામાં ડબલ થઈ જાય છે.
તેનો મતલબ છે કે જો તમે વર્તમાન વ્યાજદર પર KVP ખરીદો છો તો તમારા દ્વારા કરવામાં આવેલી રકમ મેચ્યોરિટી પર ડબલ થઈ જશે.
આ પણ વાંચોઃ 8 વર્ષનો રેકોર્ડ તૂટ્યો! મુહૂર્ત ટ્રેડિંગમાં લાલ નિશાન પર બંધ થયું શેરબજાર, જાણો
₹5 લાખ રોકાણ કરવા પર 10 લાખ કઈ રીતે મળશે?
જો તમે કિસાન વિકાસ પત્રમાં એક સાથે 5 લાખ રૂપિયાનું રોકાણ કરો છો.
વર્તમાન 7.5 ટકા વ્યાજદર પ્રમાણે 9 વર્ષ અને 7 મહિના બાદ તમને કુલ 10 લાખ મળશે. તેમાં તમારી મૂળ રકમ 5 લાખ હશે અને વ્યાજથી કમાણી પાંચ લાખ થશે.
| જાણકારી | રકમ/સમયગાળો |
| કુલ રોકાણ | ₹5,00,000 |
| વાર્ષિક વ્યાજદર | 7.50% |
| રોકાણનો સમયગાળો | 9 વર્ષ 7 મહિના |
| મેચ્યોરિટી પર કુલ રકમ | ₹10,00,000 |
| વ્યાજથી કુલ કમાણી | ₹5,00,000 |
KVP માં કેટલા વર્ષમાં કેટલા રૂપિયા બનશે?
| રોકાણનો સમયગાળો | અંદાજિત રકમ |
| શરૂઆતમાં | ₹5,00,000 |
| 1 વર્ષ બાદ | ₹5,37,500 |
| 2 વર્ષ બાદ | ₹5,77,812 |
| 3 વર્ષ બાદ | ₹6,21,148 |
| 4 વર્ષ બાદ | ₹6,67,735 |
| 5 વર્ષ બાદ | ₹7,17,815 |
| 6 વર્ષ બાદ | ₹7,71,651 |
| 7 વર્ષ બાદ | ₹8,29,525 |
| 8 વર્ષ બાદ | ₹8,91,739 |
| 9 વર્ષ બાદ | ₹9,58,619 |
| 9 વર્ષ 7 મહિના બાદ | ₹10,00,000 |
KVP એકાઉન્ટ કોણ ખોલાવી શકે છે?
તમને જણાવી દઈએ કે કિસાન વિકાસ પત્રમાં કોઈપણ ભારતીય વયસ્ક નાગરિક રોકાણ કરી શકે છે. તેમાં સિંગલ અને જોઈન્ટ એકાઉન્ટ ખોલવાની સુવિધા છે. આ સિવાય સગીરના નામ પર વાલી પણ એકાઉન્ટ ખોલાવી શકે છે. આ સ્કીમની કેટલીક મુખ્ય વાતો નીચે પ્રમાણે છે.
- ₹1,000થી શરૂઆત કરી શકો છો.
- મહત્તમ રોકાણની કોઈ મર્યાદા નથી.
- એક સાથે રકમ જમા કરાવવાની હોય છે.
- નોમિની બનાવવાની સુવિધા ઉપલબ્ધ છે.
- KVP સર્ટિફિકેટને નક્કી શરતો હેઠળ સિક્યોરિટીના રૂપમાં ઉપયોગ કરી શકાય છે.
- સામાન્ય પરિસ્થિતિમાં 2 વર્ષ 6 મહિના બાદ સમય પહેલા બંધ કરાવવાની સુવિધા મળે છે.
શું KVP માં રોકાણ કરવા પર ટેક્સ છૂટ મળે છે?
KVP માં રોકાણ કરવા પર આવકવેરા વિભાગની કલમ 80C હેઠળ કોઈ ટેક્સ છૂટ મળતી નથી. આ સિવાય આ યોજનામાં મળતા વ્યાજ પર પણ ટેક્સ લાગે છે. એટલે કે વ્યાજથી થતી કમાણી પર તમારે આવકવેરાના સ્લેબ પ્રમાણે ટેક્સ આપવો પડી શકે છે.