SOCIAL MEDIA

Newsletter

PARTNER SITES
Select Language Select State

SIP Magic: દર મહિને ₹1100, ₹2100 અને ₹3100 જમા કરવા પર ક્યારે મળશે ₹50 લાખ? સમજો લાખોપતિ બનવાની ફોર્મ્યુલા

શું તમે નિવૃત્તિ પહેલા 50 લાખનું મોટું ફંડ બનાવવા ઈચ્છો છો? મ્યુચુઅલ ફંડ SIP દ્વારા મહિને માત્ર 1100, 2100 કે 3100 ની નાની બચતથી આ સપનું સાકાર થઈ શકે છે. 15 ટકા વાર્ષિક અંદાજિત રિટર્ન પર જાણો કેટલા વર્ષમાં તૈયાર થશે 50 લાખથી વધુની મોટી રકમ.

Written By Gokani Dhaval
Published: Oct 05, 2026, 12:30 PM IST | Updated: Oct 05, 2026, 12:33 PM IST
Join

જો તમે લાંબાગાળાના રોકાણ માટે એવો વિકલ્પ શોધી રહ્યાં છે, જે નાની-નાની બચતને એક મોટા કોર્પસમાં બદલી દે, તો મ્યુચઅલ ફંડની SIP સૌથી શાનદાર વિકલ્પ છે. સંયમિત અને ચક્રવૃદ્ધિની તાકાતથી તમે દર મહિને માત્ર ₹1,100, ₹2,100 કે ₹3,100 જેવી સામાન્ય રકમ બચાવીને પણ 50 લાખથી વધુનું ફંડ તૈયાર કરી શકો છો.

જી હાં, 15 ટકાના સંભવિત વાર્ષિક રિટર્ન દરની સાથે યોગ્ય સમય સુધી રોકાણ કરી તમે કોઈ મોટા નાણાકીય દબાણ વગર તમારા નાણાકીય ટાર્ગેટ અને નિવૃત્તિ પ્લાનિંગને હાસિલ કરી શકો છો.

તો આવો જાણીએ ₹1100, ₹2100, ₹3100 રોકાણ ક્યારે અને કેટલા ટકા રિટર્નની સાથે 50 લાખનું ફંડ બનાવી શકશે.

₹1,100 SIP રોકાણનું સંપૂર્ણ ગણિત
જો તમે દર મહિને 1100 રૂપિયાની બચત કરી SIPમાં રોકાણ કરો છો અને આ રોકાણને 28 વર્ષ સુધી સતત જાળવી રાખો છો તો 50 લાખ રૂપિયાનું ફંડ બનાવી શકો છો. હકીકતમાં અહીં પર એવરેજ 15 ટકા વાર્ષિક રિટર્ન (Expected Rate of Return) મળી જાય છે, તો આ દરમિયાન તમારી કુલ જમા રકમ ₹3,69,600 હશે. પછી 28 વર્ષમાં ચક્રવૃદ્ધિ વ્યાજની તાકાતથી તમને તેના પર ₹53,30,365 અંદાજિત લાભ મળશે. તો આ સમય પૂરો થવા પર તમને મેચ્યોરિટીના રૂપમાં કુલ ₹56,99,965 ફંડ મળશે.

₹2,100 SIP રોકાણનું સંપૂર્ણ ગણિત
માની લો જો તમે દર મહિને 2100 રૂપિયાની બચત કરી અને તે પૈસા SIPમાં રોકાણ કર્યાં તો પછી પછી 50 લાખ રૂપિયાનું ફંડ માત્ર 23 વર્ષમાં મેળવી લેશો. એવરેજ 15 ટકા વાર્ષિક રિટર્ન તેમાં તમારૂ ફંડ બનાવવામાં મદદ કરશે. આ દરમિયાન તમે ખિસ્સામાંથી કુલ ₹5,79,600  જમા કરશો. 23 વર્ષમાં કમ્પાઉન્ડિંગના ફાયદાથી તેના પર ₹44,95,151 નો અંદાજિત નફો મળશે. આ રીતે સમય પૂરો થવા પર તમને મેચ્યોરિટીના રૂપમાં કુલ ₹50,74,751 નું મોટું ફંડ મળશે.

આ પણ વાંચોઃ GSTના આ નિયમોમાં થઈ શકે છે મોટો ફેરફાર! બેઠકમાં થઈ શકે છે જાહેરાત, જાણો

₹3,100 SIP પર રોકાણનું ગણિત
જો તમે દર મહિને 3100 રૂપિયાની બચત કરી SIPમાં રોકાણ કરો છો અને આ રોકાણને 21 વર્ષ માટે જાળવી રાખો છો તો 15 ટકા એવરેજ રિટર્ન મળે છે તો આ દરમિયાન તમારી કુલ જમા રકમ ₹7,81,200  હશે. 21 વર્ષમાં કમ્પાઉન્ડિંગના ફાયદાથી તમને તેના પર ₹47,14,085 નું અંદાજિત રિટર્ન મળશે. આ સમય પૂરો થવા પર તમને મેચ્યોરિટીના રૂટમાં કુલ ₹54,95,285 નું ફંડ મળી જશે.


₹1,100, ₹2,100 અને ₹3,100 ની SIP થી ₹50 લાખનો ફંડનો હિસાબ

₹1,10028 વર્ષ15%₹3,69,600₹53,30,365₹56,99,965
₹2,10023 વર્ષ15%₹5,79,600₹44,95,151₹50,74,751
₹3,10021 વર્ષ15%₹7,81,200₹47,14,085₹54,95,285

Conclusion
સરળ શબ્દોમાં કહીએ તો એસઆઈપી દ્વારા મોટું ફંડ બનાવવાનો સૌથી મોટો મૂળમંત્ર છે- જેટલું બને એટલું જલ્દી રોકાણ શરૂ કરવું અને લાંબાગાળા સુધી ધૈર્ય બનાવી રાખવું. 1100 જેવી નાની શરૂઆત પણ 28 વર્ષમાં તમને 56 લાખથી વધુના માલિક બનાવી શકે છે.

તેવામાં જો તમે તમારી નાણાકીય સફરને 5-7 વર્ષ જલ્દી પૂરી કરવા ઈચ્છો છો તો દર મહિને હપ્તામાં થોડો વધારો કરી 50 લાખના ટાર્ગેટને વધુ ઝડપથી હાસિલ કરી શકો છો.

(નોટઃ મ્યુચઅલ ફંડમાં રોકાણ બજારના જોખમોને અધીન છે. 15 ટકાનું રિટર્ન અંદાજિત સરેરાશ દર છે. રોકાણ કરતા પહેલા તમારા નાણાકીય સલાહકારની સલાહ જરૂર લો.)
 

Add Zee News as a Preferred Source
TAGS:

About the Author

ધવલ ગોકાણી 14 વર્ષથી પત્રકારત્વમાં કાર્યરત છે. સ્પોર્ટસ, રાજનીતિ, બિઝનેસ, 'ટેક્નોલોજી, હેલ્થ અને રાષ્ટ્રીય-આંતરરાષ્ટ્રીય સમાચાર પર ખાસ નજર રાખે છે. ક્રિકેટ એમનું પેશન છે, ક્રિકેટ જગતના અવનવા રેકોર્ડની જાણકારી અને સમજ હોવાની સાથે તેઓ જુલાઈ 2017થી Z 24 Kalakમાં ચીફ સબ એડિટર તરીકે ફરજ બજાવે છે. આ પહેલાં એમને ETV Bharat અને News 18માં પણ કામ કર્યું છે. અર્થશાસ્ત્રમાં સ્નાતક હોવાની સાથે તેઓ સૌરાષ્ટ્ર યુનિવર્સસિટીમાંથી પત્રકારત્વનો અભ્યાસ કરી ચૂક્યા છે. 

ZEENEWS TRENDING STORIES