SOCIAL MEDIA

Newsletter

PARTNER SITES
Select Language Select State

આ રાજ્યના કર્મચારીઓને મળી દિવાળી ગિફ્ટ, સરકારે DAમાં 5%ના વધારાની કરી જાહેરાત, 10000 એરિયર પણ મળશે

DA Hike News: રાજ્ય કર્મચારીઓને મોંઘવારી ભથ્થામાં કુલ 5 ટકાના વધારાની જાહેરાત કરવામાં આવી છે, તેમાં ચાલુ વર્ષના 4 ટકા અને છેલ્લા વર્ષના 1 ટકાના બાકીના DAનો સમવેશ કરવામાં આવ્યો છે. આ સાથે ક્લાસ IV કર્મચારીઓને 10000 રૂપિયાનું એરિયર પણ મળશે.

Written By Chudasama Krushnapalsinh
Published: Oct 23, 2026, 04:09 PM IST | Updated: Oct 23, 2026, 04:11 PM IST
Join

DA Hike News: હિમાચલ પ્રદેશની સરકારે કર્મચારીઓ માટે મોંઘવારી ભથ્થાને લઈ મોટી જાહેરાત કરી છે, મુખ્યમંત્રી સુખવિંદર સિંહ સુખુએ શુક્રવારે કર્મચારીઓના DAમાં કુલ 5 ટકાના વધારાની જાહેરાત કરી છે, તેમાં ચાલુ નાણાકિય વર્ષના 4 ટકા અને ગયા વર્ષના બાકીના 1 ટકા DAનો સમાવેશ કરવામાં આવ્યો છે. મુખ્યમંત્રી સુખુએ કહ્યું કે ક્લાસ IV કર્મચારીઓને DA વધારાની સાથે રિવીજન એરિયરના 10000 રૂપિયા પણ આપવામાં આવશે, આ રકમ 1 નવેમ્બરના રોજ તેમના ખાતામાં જમા કરવામાં આવશે.

હિમાચલ સરકારે આ નિર્ણયનો લાભ રાજ્યના 275000 કર્મચારીઓ અને પેન્સનરોને મળશે. મુખ્યમંત્રી સુખવિંદર સિંહ સુખુએ મીડિયા સાથે વાત કરતા DA વધારાની જાહેરાત કરી. જેમાં 4 ટકા વધારો ચાલુ વર્ષનો અને છેલ્લા વર્ષના 1 ટકા બાકીનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે. તેમને આ સબંધમાં સૂચના શુક્રવારે જાહેર કરી છે. મુખ્યમંત્રીએ ક્લાસ IV કર્મચારીઓ માટે વધારાની આર્થિય મદદની પણ જાહેરાત કરી છે. તેમને આ કર્મચારીઓએ DAના લાભ મળવાની સાથે 10000 રૂપિયા પણ આપવામાં આવશે.

ખર્ચ ઘટાડવામાં સહયોગની અપીલ

સુખુએ કહ્યું કે સરકાર નાણાકીય શિસ્ત જાળવવા માટે ખર્ચ ઘટાડવાના પગલાં લઈ રહી છે. આવા પગલાં સમાજના અમુક વર્ગોને અસર કરી શકે છે, પરંતુ સામૂહિક પ્રયાસો દ્વારા પરિવર્તન શક્ય છે. તેમણે મજાકમાં એવી પણ ટિપ્પણી કરી કે પત્રકારો પણ તેમનાથી નારાજ છે.

બદલાઈ ગયા પેન્શન સાથે જોડાયેલા નિયમ, આ સરકારી કર્મચારીઓ માટે મોટો નિર્ણય

તેમના નિવેદનને મીડિયા સંગઠનોને સરકારી જાહેરાતોમાં ઘટાડાના સંદર્ભમાં જોવામાં આવી રહ્યું છે. મુખ્યમંત્રીએ ધારાસભ્યો, સરકારી અધિકારીઓ, ડોકટરો, ઇજનેરો અને શિક્ષકોને વહીવટી વ્યવસ્થા અને રાજ્યની નાણાકીય પરિસ્થિતિ સુધારવામાં યોગદાન આપવા અપીલ કરી.

હિમાચલના દેવા વિશે તેમણે શું કહ્યું?

મુખ્યમંત્રી સુખુએ રાજ્યનું દેવું 1.20 લાખ કરોડ રૂપિયાથી વધુ હોવાના વિપક્ષના આરોપો સાથે અસંમત હતા. તેમણે દાવો કર્યો કે હિમાચલ પ્રદેશનું કુલ દેવું હાલમાં 99,000 કરોડ રૂપિયા જેટલું છે. મુખ્યમંત્રી સુખુએ મહેસૂલ ખાધ ગ્રાન્ટ (RDG) બંધ થવાને કારણે રાજ્ય પર પડી રહેલા નાણાકીય દબાણનો પણ સ્વીકાર કર્યો. તેમણે કહ્યું કે સરકાર તેની નાણાકીય જરૂરિયાતોને પૂર્ણ કરવા માટે વ્યાજમુક્ત લોન લઈ રહી છે. મુખ્યમંત્રીએ આશા વ્યક્ત કરી કે હિમાચલ પ્રદેશ 2030 સુધીમાં આરોગ્ય અને શિક્ષણ ક્ષેત્રે આત્મનિર્ભર બનશે.

Add Zee News as a Preferred Source
TAGS:

About the Author

2017થી પત્રકારના ક્ષેત્રમાં કામ કરી રહ્યા છે. કારકિર્દીની શરૂઆતથી ઈન્ટરનેશનલ, નેશનલ, હેલ્થ, ઈલેક્શન, બિઝનેસ અને સ્પોર્ટ્સના સમાચાર જેવી વિવિધ કેટેગરીમાં કામ કરી રહ્યા છે. અનુભવના આધારે વિવિધ આર્ટિકલ્સ દ્વારા યુઝરને નવી માહિતી આપે છે. કારકિર્દીની શરૂઆતમાં ETV ભારત, ABP અસ્મિતા, TV9 ગુજરાતી અને હાલ ZEE 24 કલાકમાં કામ કરી રહ્યા છે.

ZEENEWS TRENDING STORIES