SOCIAL MEDIA

Newsletter

PARTNER SITES
Select Language Select State

Gold Rate Today: દિવાળી પૂરી થતા જ સોના-ચાંદીના ભાવમાં મોટો ઘટાડો, ઘટીને કેટલા થઈ શકે છે ભાવ? લેટેસ્ટ રેટ પણ ચેક કરો

Gold-Silver Rate Today: સામાન્ય રીતે દિવાળી ટાણે સોના અને ચાંદીની ખરીદીમાં વધારો થતા ભાવ પણ વધતા જોવા મળતા હોય છે. પરંતુ આ વખતે દિવાળી પર સોના અને ચાંદીમાં કડાકો જોવા મળ્યો છે. આજે પણ બંને કિંમતી ધાતુઓના ભાવ ઘટ્યા છે. એક્સપર્ટના અભિપ્રાય મુજબ સોના અને ચાંદીમાં હજું પણ આગળ ભયંકર કડાકો જોવા મળી શકે છે. જાણો કેમ ઘટી રહ્યા છે ભાવ.

Written By Viral Raval
Published: Nov 12, 2026, 02:59 PM IST | Updated: Nov 12, 2026, 03:06 PM IST
Image Credit: AI Generated Image
Join


આજે પણ ઘરેલુ બજારોમાં સોના અને ચાંદીના ભાવમાં ઘટાડો જોવા મળ્યો છે. IBJA પર સોનું ઘટીને 1.38 લાખ પ્રતિ 10 ગ્રામ પર આવી ગયું છે જ્યારે ચાંદી પ્રતિ  કિલો 1.81 લાખ પર આવી ગઈ છે. વાયદા બજારની વાત કરીએ તો MCX પર હાલ સોનું 1.37 લાખ અને ચાંદી 1.80 લાખના સ્તરે જોવા મળી છે. અમેરિકામાં મોંઘવારી વધવાની અને ફેડરલ રિઝર્વ તરફથી વ્યાજ દરોમાં વધારાની આશંકાના પગલે સોના અને ચાંદીમાં કડાકાનો માહોલ જોવા મળી રહ્યો છે. ગુરુવારે સવારે વૈશ્વિક બજારમાં સોનાનો ભાવ 4000 ડોલર પ્રતિ ઔંસ નીચે આવી ગયો હતો. જ્યારે ચાંદી પણ ગગડીને 51.16 ડોલર પ્રતિ ઔંસ પર પહોંચી હતી. જેની અસર ઘરેલુ બજારોમાં જોવા મળી.

આજનો સોના અને ચાંદીનો ભાવ

ઈન્ડિયા  બુલિયન એન્ડ જ્વેલર્સ એસોસિએશન (IBJA)ની વેબસાઈટ પર આજે બપોરે 12 વાગે જાહેર થયેલા લેટેસ્ટ રેટ મુજબ 10 ગ્રામ 24 કેરેટ સોનું 2309 રૂપિયા તૂટીને 138294 રૂપિયાની સપાટીએ ખુલ્યું. જે કાલે 140603 રૂપિયા પર બંધ થયું હતું. જ્યારે એક કિલો ચાંદીના ભાવમાં 3901 રૂપિયા તૂટ્યા અને ભાવ 181999 રૂપિયાની સપાટીએ ખુલ્યો જે કાલે 185900 રૂપિયા પર બંધ થયો હતો.

બેંક ખાતા વગર પણ મોકલી શકાશે 50,000 રૂપિયા! મની ટ્રાન્સફર માટે RBIનો નવો નિયમ

આ ભાવમાં મેકિંગ ચાર્જ અને જીએસટી સામેલ હોતા નથી. ભાવ દેશભરમાં માન્ય હોય છે અને રોજ સવારે અને સાંજે એમ  બે વાર જાહેર કરવામાં આવે છે. શનિવારે અને રવિવારે તથા રજાઓના દિવસે નવા ભાવ જાહેર થતા નથી.

કેરેટ પ્રમાણે ભાવ

વાયદા બજારના ભાવ

MCX પર બપોરે 2.35 કલાક આસપાસ 4 ડિસેમ્બરના વાયદાવાળું 10 ગ્રામ સોનું 1.51 ટકા ગગડીને 137600 રૂપિયાની સપાટીએ જોવા મળ્યું જ્યારે  4 ડિસેમ્બરના વાયદાવાળી એક કિલો ચાંદી 1.93 ટકા તૂટીને 180956 રૂપિયાની સપાટીએ પહોંચી.

કેમ તૂટી રહ્યા છે સોના- ચાંદીના ભાવ

હજું કેટલે જઈ શકે સોનું-ચાંદી?

મીડિયા રિપોર્ટમાં સેબી રજિસ્ટર્ડ માર્કેટ એક્સપર્ટ અનુજ ગુપ્તાના જણાવ્યાં મુજબ સોના અને ચાંદીમાં હાલ તેજી પર વેચવાલીની રણનીતિ રહી શકે છે. મોંઘવારીની ચિંતાના કરાણે નવી મોટી ખરીદીની સંભાવના ઓછી  છે. તેમના જણાવ્યાં મુજબ વૈશ્વિક બજારમાં સોના માટે 3800 ડોલર પ્રતિ ઔંસનું સ્તર મહત્વનો સપોર્ટ છે. તેના તૂટવા પર કિંમત 3400 થી 3350 ડોલર સુધી તૂટી શકે છે. જ્યારે ચાંદી માટે 50 અને 48 ડોલર પ્રતિ ઔંસના સ્તરે મહત્વનો સપોર્ટ છે. તેના તૂટવા પર ચાંદી 42 ડોલર અને એટલે સુધી કે 40 ડોલર પ્રતિ ઔંસ સુધી  જઈ શકે છે.

"બાકી AI ટૂલ્સ જેવું જ હશે..." CA મુકેશ જૈને Kwala Intel ટ્રાય કર્યું તો મળ્યો ચોંકાવનારો અનુભવ!

ભારતમાં 1.25 લાખ સુધી જઈ શકે છે સોનું

મીડિયા રિપોર્ટમાં એક્સપર્ટ અનુજ ગુપ્તાના જણાવ્યાં મુજબ ઘરેલુ બજારમાં સનાનો તત્કાળ સપોર્ટ 1.35 લાખ રૂપિયા પ્રતિ 10  ગ્રામ છે. જો વૈશ્વિક બજારમાં સોનું 3800 ડોલરની નીચે ટકે તો MCX પર તેનો ભાવ 1.30 લાખથી 1.20 લાખ રૂપિયા પ્રતિ 10 ગ્રામ સુધી આવી શકે છે. એ જ રીતે ચાંદી માટે 1.75 લાખ અને 1.68 લાખ રૂપિયા પ્રતિ કિલોના સ્તરે મહત્વનો સપોર્ટ છે.

તેમના જણાવ્યાં મુજબ વૈશ્વિક બજારમાં ચાંદી 48 ડોલરની નીચે ગગડે તો MCX પર તેનો ભાવ 1.55 લાખથી 1.48 લાખ રૂપિયા પ્રતિ કિલો સુધી આવી શકે છે.

(Disclaimer:  પ્રિય વાંચકો સોના અને ચાંદીમાં રોકાણ બજાર જોખમને આધીન છે. તે રોકાણ માટેની સલાહ નથી. કોઈ પણ રોકાણ કરતા પહેલા તમારા નાણાકીય સલાહકારની સલાહ ચોક્કસ લો. Z 24 કલાક કોઈ પણ દાવો કે પુષ્ટિ કરતું નથી.  
 

Add Zee News as a Preferred Source
TAGS:

About the Author

આસીસ્ટન્ટ ન્યૂઝ એડિટર તરીકે Z 24 કલાક સાથે કાર્યરત. ગુજરાત, દેશ-વિદેશના સમાચારો, રાજકારણ, સાંપ્રત ઘટનાઓથી લોકોને રૂબરૂ કરાવવા ઉપરાંત ધાર્મિક, સ્વાસ્થ્ય, યુટિલિટી, ટેક્નોલોજી, મનોરંજન, વેપાર જેવા વિષયો તથા ગુજરાતના ઊંડા અને આંતરિયાળ વિસ્તારોના લોકોની સમસ્યાઓને વાચા આપતી સ્ટોરીઓમાં ઊંડો રસ છે. 14 વર્ષ કરતા વધુ સમયનો ડિજિટલ પત્રકારત્વનો અનુભવ છે. બી.કોમ બાદ ગુજરાત વિદ્યાપીઠમાંથી પત્રકારત્વમાં અનુસ્નાતક (M.A)ની પદવી મેળવી છે. અગાઉ દિવ્યભાસ્કર, સંદેશ, સમભાવ, અભિયાન સાથે કામ કર્યું છે.  વર્ષ 2017 નવેમ્બરથી ઝી મીડિયા સાથે જોડાયેલા છે. 
Read More

ZEENEWS TRENDING STORIES