SOCIAL MEDIA

Newsletter

PARTNER SITES
Select Language Select State

સોનામાં ભેળસેળનો નવો ચોંકાવનારો ખુલાસો, સસ્તું સોનું જોઈને ખરીદવાના હોવ તો ખાસ જાણો, નહીં તો પસ્તાશો

વૈશ્વિક ડામાડોળ સ્થિતિને પગલે સોનું અને ચાંદી હાલ ઘર આંગણે પણ ખુબ સસ્તા થયા છે. પરંતુ જો તમે આ સસ્તા સોનાની ખરીદીથી ખુશ થતા હોવ તો તમારા માટે એક આંચકો આપે તેવા પણ સમાચાર છે. સોનામાં પણ ભેળસેળનો એક નવો ખુલાસો થયો છે. વિગતો જાણીને અચંબિત થશો.

Written By Viral Raval
Published: Nov 19, 2026, 15:15 IST | Updated: Nov 19, 2026, 15:31 IST
Image Credit: AI-generated representational image
Join

દેવઉઠી એકાદશી બાદ શુભકાર્યોની શરૂઆત થઈ જશે. લગ્નગાળો પણ ખીલશે ત્યારે જો તમે પણ સોનું ખરીદવાનું વિચારતા હોવ તો સાવધાન થઈ જજો કારણ કે બજારમાં સોનામાં ભેળસેળનો ચોંકાવનારો ખેલ સામે આવ્યો છે. ભેળસેળ પણ એવી કે પકડવામાં ભારે પડે. સોનામાં ભારે ધાતુઓનો બારીક પાઉડર ભેળવીને તેનું વજન વધારાય છે અને બજારમાં તેને ગોલ્ડ પાઉડર કે ચીની પાઉડર તરીકે ઓળખવામાં આવે છે. ચોંકાવનારી વાત એ છે કે આ પાઉડર સોનામાં ભેળવવામાં આવે તો ત્યારબાદ જાણે એ રીતે ગાયબ થઈ જાય કે સોનામાં ભેળસેળ પકડવી મુશ્કેલ બને છે. સોનું એકદમ અસલી જ દેખાય પરંતુ તેની વાસ્તવિક શુદ્ધતા ઘટી જાય છે.

Gold Rate Today: સોનાના ભાવમાં આજે પણ મોટો ઘટાડો, ચાંદીની ચમક પણ ફિક્કી પડી, ઘટેલા ભાવે સોનું લેવાની શાનદાર તક, લેટેસ્ટ ભાવ જાણો

કોણે કર્યો આ ચોંકાવનારો દાવો

ઈન્ડિયા બુલિયન જ્વેલર્સ એસોસિએશન (IBJA)ના રાજસ્થાન પ્રદેશ અધ્યક્ષ નવીન સોનીએ જણાવ્યું કે આ પ્રકારની ભેળસેળ મોટો પડકાર સાબિત થઈ રહી છે. સામાન્ય એસિડ ટેસ્ટ અને કસૌટી પર તપાસ કરવાથી પણ તેના વિશે જાણી શકાતું નથી. જ્યારે દાગીના બનાવવા માટે સોનાને ગાળવામાં આવે અને પ્રોસેસ કરવામાં આવે ત્યારે વાસ્તવિક સોનાનું પ્રમાણ ઓછું નીકળે ત્યારે આ ચોંકાવનારો ખુલાસો થાય છે. નવીન સોનીએ ભારત સરકારને અપીલ કરી છે કે સોનામાં થઈ રહેલી આવી ભેળસેળ પર કડક કાર્યવાહી કરવામાં આવે.

મોટો પડકાર બન્યું આ ભેળસેળિયું સોનું

શરાફા કારોબારના જાણકારોના જણાવ્યાં મુજબ બજારમાં ચીની પાઉડર વેચનારા દલાલ સક્રિય છે. આ પાઉડર અલગ અલગ ક્વોલિટીમાં મળે છે. સામાન્ય એસિડ ટેસ્ટ, કસૌટી અને જૂની કેરેટ તપાસ મશીનોથી તેની ઓળખ કરવી ખુબ જ મુશ્કેલ બને છે. એટલું જ નહીં પરંતુ આવા ભેળસેળિયા સોનાની ફરિયાદો પણ સામે આવી છે. જેનાથી ગ્રાહકો માટે અસલી અને ભેળસેળવાળા સોના વચ્ચે અંતર કરવું મોટો  પડકાર બની શકે છે.

ભેળસેળની નવી રીત

શરાફા વેપારીઓ અનુસાર છેલ્લા બે-ત્રણ વર્ષથી સોનામાં રૂથેનિયમ, ઈરિડિયમ જેવી ભારે ધાતુઓની ભેળસેળની ફરિયાદો સામે આવી રહી છે. આ ધાતુઓનું ઘનત્વ સોનાથી વધુ હોવાના કારણે તેની હાજરીથી વજન વધી જાય છે. જ્યારે સોનાનું ખરું પ્રમાણ ઓછું રહે છે.

Gold Price Today: સોના-ચાંદીમાં ભારે અફરાતફરી, ભાવમાં જબરસ્ત મોટો ઘટાડો, શું સોનું તૂટીને 1.20 લાખ સુધી જશે? જાણો આજનો રેટ

ચીનથી થાય છે ખેલ?

જાણકારો મુજબ આ કથિત ગોલ્ડ પાઉડર મહારાષ્ટ્ર અને પશ્ચિમ બંગાળના રસ્તે બજારો સુધી પહોંચી રહ્યો છે. એવી આશંકા વ્યક્ત થઈ રહી છે કે તેને ચીનમાં તૈયાર કરાય છે. તેનો ભાવ સોનાના ભાવની સરખામણીએ લગભગ 10 ટકા જેટલો હોવાનું કહેવાય છે.

ભેળસેળની ઓળખ કઈ રીતે થઈ શકે?

વિશેષજ્ઞોના જણાવ્યાં મુજબ આ પ્રકારની ભેળસેળને પકડવા માટે એક્સ રે એટલે કે ઈલેક્ટ્રોન જેવી આધુનિક તપાસ ટેક્નોલોજીની મદદ લઈ શકાય છે. લગ્નગાળામાં સોનાની ખરીદી કરતી વખતે ફક્ત ચમક, વજન, કસૌટી કે સામાન્ય તપાસ પર ભરોસો કરવો પૂરતું નથી. વિશ્વસનીય જ્વેલર પાસેથી ખરીદી કરો, હોલમાર્કની સત્તાવાર રીતે ખાતરી કરો અને શંકા હોય તો માન્યતા પ્રાપ્ત લેબ પાસે વિસ્તૃત તપાસ કરાવો.

 

Add Zee News as a Preferred Source
TAGS:

About the Author

આસીસ્ટન્ટ ન્યૂઝ એડિટર તરીકે Z 24 કલાક સાથે કાર્યરત. ગુજરાત, દેશ-વિદેશના સમાચારો, રાજકારણ, સાંપ્રત ઘટનાઓથી લોકોને રૂબરૂ કરાવવા ઉપરાંત ધાર્મિક, સ્વાસ્થ્ય, યુટિલિટી, ટેક્નોલોજી, મનોરંજન, વેપાર જેવા વિષયો તથા ગુજરાતના ઊંડા અને આંતરિયાળ વિસ્તારોના લોકોની સમસ્યાઓને વાચા આપતી સ્ટોરીઓમાં ઊંડો રસ છે. 14 વર્ષ કરતા વધુ સમયનો ડિજિટલ પત્રકારત્વનો અનુભવ છે. બી.કોમ બાદ ગુજરાત વિદ્યાપીઠમાંથી પત્રકારત્વમાં અનુસ્નાતક (M.A)ની પદવી મેળવી છે. અગાઉ દિવ્યભાસ્કર, સંદેશ, સમભાવ, અભિયાન સાથે કામ કર્યું છે.  વર્ષ 2017 નવેમ્બરથી ઝી મીડિયા સાથે જોડાયેલા છે. 
Read More

ZEENEWS TRENDING STORIES