કિંમતી ધાતુઓ સોના અને ચાંદીમાં સતત મંદીનો માહોલ જોવા મળી રહ્યો છે. વૈશ્વિક બજારમાં પણ સોનું પછડાયું છે. કોમેક્સ પર આજે સોનું 3732.20 ડોલર પ્રતિ ઔંસના ભાવે જોવા મળ્યું જ્યારે ચાંદી સામાન્ય વધારા સાથે 45.18 ડોલર પ્રતિ ઔંસ પર જોવા મળી. MCX ઉપર પણ સોનું લાલ નિશાન અને ચાંદી લીલા નિશાનમાં જોવા મળી છે. જો કે IBJA પર બંને કિંમતી ધાતુઓના ભાવ ગગડેલા જોવા મળ્યા છે. જો તમે પણ ખરીદીનું વિચારતા હોવ તો ફટાફટ લેટેસ્ટ રેટ ચેક કરો.
IBJA વેબસાઈટ મુજબ આજે 10 ગ્રામ 24 કેરેટ સોનું 1179 રૂપિયા તૂટીને 129985 રૂપિયાના સ્તરે ખુલ્યું છે. જે કાલે 131164 રૂપિયા પર બંધ થયું હતું. જ્યારે એક કિલો ચાંદીના ભાવમાં 2158 રૂપિયાનો કડાકો નોંધાયો છે અને ભાવ 161575 રૂપિયાની સપાટીએ ખુલ્યો છે. જે કાલે 163733 રૂપિયા પર બંધ થયો હતો.
અત્રે જણાવવાનું કે આ ભાવમાં મેકિંગ ચાર્જ અને જીએસટી સામેલ હોતા નથી. ભાવ દિવસમાં બેવાર જાહેર થાય છે. શનિવારે અને રવિવારે તથા જાહેર રજાઓના દિવસે સોના અને ચાંદીના નવા ભાવ જાહેર કરવામાં આવતા નથી.
#indicative #Retail Selling #Rates for #Jewellery To get these rates on your phone give a missed call on - 8955664433 For more details contact: Saurabh +91 9004120120 / 022-23426971 / 022-23427459 Follow us on Twitter : https://t.co/hRezuawiQW Follow us on Instagram : https://t.co/3vg1tjL62h Follow us on Facebook : https://t.co/smodeFXecm Follow us on Linkedin : https://t.co/dKUD95mzZR Subscribe to IBJA YouTube Channel : https://t.co/ORoJbQDEUK Visit IBJA Website : https://t.co/HT1GRh5y8C Join Whatsapp Group : : https://t.co/heYoYinukJ Join IBJA Whatsapp Channel : https://t.co/G6oCST64qw . . . #GoldRates #GoldJewellery #IBJA #BullionMarket #JewelleryRates #GoldPriceUpdate #GoldMarket #PreciousMetals #GoldTrading #JewelleryBusiness #IndianBullion #BullionIndustry #JewelleryIndustry #GoldInvestment #GoldNews #FinanceNews #MarketUpdate #InvestmentTips #GoldLovers #GoldDealer #GoldRates #GoldJewellery #BullionMarket #JewelleryBusiness #GoldPriceUpdate #GoldInvestment
— IBJA (@IBJA1919) November 19, 2026
MCX પર બપોરના 12.20 કલાકની આસપાસ 4 ડિસેમ્બરના વાયદાવાળું 10 ગ્રામ સોનું 0.44 ટકાના ઘટાડા સાથે 129237 રૂપિયાની સપાટીએ જોવા મળ્યું છે. જ્યારે 4 ડિસેમ્બરના વાયદાવાળી એક કિલો ચાંદી 0.17 ટકાના વધારા સાથે 161000 રૂપિયાના સ્તરે જોવા મળી છે. વાયદા બજારમાં ભાવમાં સતત વધઘટ જોવા મળતી હોય છે.