SOCIAL MEDIA

Newsletter

PARTNER SITES
Select Language Select State

8th Pay Commission: લેવલ 10ના કર્મચારીઓને 10 વર્ષમાં મળશે એક્સ્ટ્રા 34 લાખ

8મા પગાર પંચની ભલામણોની કર્મચારીઓ દ્વારા આતૂરતાપૂર્વક રાહ જોવામાં આવી રહી છે. આ વચ્ચે તેમણે પગાર વધારવાની માગ પણ કરી દીધી છે. જે અનુસાર 10 વર્ષમાં 34 લાખ સુધીની વધુ આવકનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે.

Written By Gokani Dhaval
Published: Oct 13, 2026, 08:38 PM IST | Updated: Oct 13, 2026, 08:41 PM IST
Join

કેન્દ્ર સરકારે નવેમ્બરમાં 8મા પગાર પંચની રચનાને મંજૂરી આપી હતી. ત્યારબાદ સતત આ પંચની બેઠકો ચાલી રહી છે. જેમાં કર્મચારીઓની પગાર પંચ અને સરકાર પાસેથી અપેક્ષાઓને લઈને વાતો ચાલી રહી છે. આ સિવાય બેઠકોમાં પગાર વધારાને લઈને પણ સૂચન આપવામાં આવી રહ્યાં છે. આ વચ્ચે કર્મચારી સંગઠનોએ માગ કરી છે કે દર વર્ષે મળનાર ઈન્ક્રીમેન્ટનો દર 3 ટકાથી વધારી 5થી 7 ટકા કરવામાં આવે.

ધ ઇકોનોમિક ટાઇમ્સના રિપોર્ટ પ્રમાણે જો વાર્ષિક પગારમાં 7 ટકાના દરે વધારો થાય છે, તો કેટલાક લેવલ પર કામ કરનાર કર્મચારીઓને 10 વર્ષમાં વર્તમાન 3 ટકા વૃદ્ધિની તુલનામાં લાખો રૂપિયાનો વધુ બેઝિક પગાર મળી શકે છે.

10 વર્ષમાં મળશે 34 લાખ
હકીકતમાં અનુમાન લગાવીએ તો આટલા પગાર વધારા બાદ લેવલ-10ના કર્મચારીઓને 10 વર્ષમાં આશરે 34 લાખની એક્સ્ટ્રા બેઝિક સેલેરી મળી શકે છે. કર્મચારી સંગઠનોનું કહેવું છે કે દર વર્ષે મળનાર 3 ટકાનો પગાર વધારો મોંઘવારી અને વધતા ખર્ચના મુકાબલે ઓછો છે. તેથી તેઓ તેને વધારવાની માગ કરી રહ્યાં છે.

રિપોર્ટમાં 2.15 ફિટમેન્ટ ફેક્ટર માનીને તે અનુમાન લગાવવામાં આવ્યું છે કે જો વાર્ષિક ઇન્ક્રીમેન્ટ 3 ટકાથી વધારી 5 કે 7 ટકા કરવામાં આવે તો કર્મચારીના બેઝિક પગારમાં કેટલું અંતર આવી શકે છે.

આ પણ વાંચોઃ દિવાળી પહેલાં સરકારી કર્મચારીઓને મળશે ખુશખબર! DA વધારા અંગે મોટું અપડેટ

માગના આધાર પર કેટલો વધશે પગાર

પે લેવલ5% ઇન્ક્રીમેન્ટ7% ઇન્ક્રીમેન્ટ
લેવલ-813.68 લાખ રૂપિયા28.89 લાખ રૂપિયા
લેવલ-915.26 લાખ રૂપિયા32.23 લાખ રૂપિયા
લેવલ-1016.12 લાખ રૂપિયા34.05 લાખ રૂપિયા

કર્મચારી સંગઠનોની અલગ-અલગ માગ
આ રિપોર્ટમાં તે પણ જણાવવામાં આવ્યું છે કે અલગ-અલગ કર્મચારી સંગઠનોએ વાર્ષિક ઈન્ક્રીમેન્ટ વધારવાનું સૂચન કર્યું છે. જેમાં નેશનલ કાઉન્સિલ ઓફ જોઈન્ટ કન્સલ્ટેટિવ ​​મશીનરી (NC-JCM), ઓલ ઈન્ડિયા ડિફેન્સ એમ્પ્લોઈઝ ફેડરેશન (AIDEF) અને ફેડરેશન ઓફ નેશનલ પોસ્ટલ ઓર્ગેનાઈઝેશન્સ (FNPO) એ 6 ટકા વધારવાનું સૂચન કર્યું છે. તો ઓલ ઈન્ડિયા ન્યૂ પેન્શન સ્કીમ એમ્પ્લોઇઝ ફેડરેશન (AINPSEF) એ 7 ટકા વાર્ષિક ઈન્ક્રીમેન્ટની માગ કરી છે.

પરંતુ હાલ આઠમાં પગાર પંચની ભલામણોની પ્રતીક્ષા કરવામાં આવી રહી છે. અંદાજ પ્રમાણે જૂન 2027 સુધી આ રિપોર્ટ આવી શકે છે. ત્યારબાદ કર્મચારીઓના પગારમાં વધારો થશે. હાલ પંચે ફિટમેન્ટ ફેક્ટર અને અન્ય ભથ્થા વિશે કોઈ જાણકારી આપી નથી.
 

Add Zee News as a Preferred Source
TAGS:

About the Author

ધવલ ગોકાણી 14 વર્ષથી પત્રકારત્વમાં કાર્યરત છે. સ્પોર્ટસ, રાજનીતિ, બિઝનેસ, 'ટેક્નોલોજી, હેલ્થ અને રાષ્ટ્રીય-આંતરરાષ્ટ્રીય સમાચાર પર ખાસ નજર રાખે છે. ક્રિકેટ એમનું પેશન છે, ક્રિકેટ જગતના અવનવા રેકોર્ડની જાણકારી અને સમજ હોવાની સાથે તેઓ જુલાઈ 2017થી Z 24 Kalakમાં ચીફ સબ એડિટર તરીકે ફરજ બજાવે છે. આ પહેલાં એમને ETV Bharat અને News 18માં પણ કામ કર્યું છે. અર્થશાસ્ત્રમાં સ્નાતક હોવાની સાથે તેઓ સૌરાષ્ટ્ર યુનિવર્સસિટીમાંથી પત્રકારત્વનો અભ્યાસ કરી ચૂક્યા છે. 

ZEENEWS TRENDING STORIES