Jioથી લઈને ઝેટવર્ક સુધીની 12 કંપનીઓ લાવી રહી છે IPO, આ મહિને બજારમાં થશે રેકોર્ડબ્રેક કમાણી
પાછલા મહિને શેર બજારમાં આઈપીઓની સંખ્યાની દ્રષ્ટિએ 30 વર્ષનો રેકોર્ડ તૂટ્યો હતો. તો આ મહિને વેલ્યુ પ્રમાણે રેકોર્ડ તૂટી શકે છે, કારણ કે જિયોથી ઝેટવર્ક સુધી અનેક મોટા આઈપીઓ લોન્ચ થવાના છે.
Upcoming IPO Jio to Zetwerk October 2026: શેર બજારના પ્રાઇમરી માર્કેટમાં હવે ઓક્ટોબરના બીજા પખવાડિયામાં હલચલ વધવાની છે. મુકેશ અંબાણીના Jio Platforms થી લઈને Zetwerk Manufacturing Business અને Avaada Electro સુધી 12 કંપનીના આઈપીઓ બજારમાંથી પૈસા ભેગા કરવાની તૈયારીમાં છે. તેમાંથી જે 10 કંપનીઓના ઈશ્યુનો આકાર સામે આવ્યા છે, તે મળી આશરે ₹50,651 કરોડ રૂપિયા ભેગા કરી શકે છે. બાકી કંપનીઓના ઈશ્યુની સંપૂર્ણ રકમ સામે આવ્યા બાદ આ આંકડો વધી શકે છે. પરંતુ તમામ 12 કંપનીઓની લોન્ચ ડેટ હજુ નક્કી નથી.
આ મહિને રોકાણકારોની નજર ખાર કરી Jio Platforms ના ચર્ચાસ્પદ આઈપીઓ પર રહેશે. તો Zetwerk, HD Fire Protect, Fusion CX, Tonbo Imaging, Bonfiglioli Transmissions અને Sahajanand Medical Technologies ના ઈશ્યુ પણ ચર્ચામાં છે. કંપનીઓનો આ સમૂહ ટેક્નોલોજી, હેલ્થકેર, રિન્યુએબલ એનર્જી, ડિફેન્સ અને મેન્યુફેક્ચરિંગ જેવા અલગ-અલગ સેક્ટર સાથે જોડાયેલો છે.
₹50,000 કરોડથી વધુ ભેગા કરવાની તૈયારી
IPO બજારમાં આવનારી આ કંપનીઓની ઈશ્યુ સાઇઝમાં મોટું અંતર છે. જિયો પ્લેટફોર્મ આશરે ₹30,213 કરોડ ભેગા કરવાની તૈયારીમાં છે. તો Zetwerk નો ઈશ્યુ લગભગ 5012 કરોડનો છે. Avaada Electro ₹7,600 કરોડ ભેગા કરવાની યોજના સાથે પાઇપલાઇનમાં છે.
| ક્રમ | કંપનીનું નામ | પ્રસ્તાવિત ઇશ્યૂ સાઇઝ | આઇપીઓ (IPO) ની સ્થિતિ / તારીખ |
|---|---|---|---|
| ૧ | જીઓ પ્લેટફોર્મ્સ (Jio Platforms) | ₹૩૦,૨૧૩ કરોડ સુધી | ૨૧–૨૩ ઓક્ટોબર |
| ૨ | ઝેટવર્ક મેન્યુફેક્ચરિંગ બિઝનેસ (Zetwerk) | ₹૫,૦૧૨.૩૩ કરોડ | ૧૫–૧૯ ઓક્ટોબર |
| ૩ | અવાડા ઇલેક્ટ્રો (Avaada Electro) | ₹૭,૬૦૦ કરોડ | તારીખ જાહેર નથી |
| ૪ | બોનફિગ્લિયોલી ટ્રાન્સમિશન્સ (Bonfiglioli) | આશરે ₹૨,૫૩૪ કરોડ | ૧૫–૧૯ ઓક્ટોબર |
| ૫ | પારસ હેલ્થકેર (Paras Healthcare) | ₹૧,૮૦૦ કરોડ | તારીખ જાહેર નથી |
| ૬ | ટોનબો ઇમેજિંગ (Tonbo Imaging) | આશરે ₹૮૫૨ કરોડ | ૧૫–૧૯ ઓક્ટોબર |
| ૭ | એચડી ફાયર પ્રોટેક્ટ (HD Fire Protect) | ₹૭૧૨.૩૧ કરોડ | ૧૩–૧૫ ઓક્ટોબર |
| ૮ | ફ્યુઝન સીએક્સ (Fusion CX) | ₹૭૦૨ કરોડ | ૧૪–૧૬ ઓક્ટોબર |
| ૯ | સહજાનંદ મેડિકલ ટેકનોલોજીસ (Sahajanand) | આશરે ₹૪૭૫.૫ કરોડ | ૧૫–૧૯ ઓક્ટોબર |
| ૧૦ | એનડીઆર ઇનવિટ ટ્રસ્ટ (NDR InvIT Trust) | ₹૭૫૦ કરોડ | તારીખ જાહેર નથી |
| ૧૧ | ગુજરાત વિક્ટરી ફોર્જિંગ્સ (Gujarat Victory) | સંપૂર્ણ વિગત ઉપલબ્ધ નથી | તારીખ જાહેર નથી |
| ૧૨ | એસએફસી એન્વાયર્નમેન્ટલ ટેકનોલોજીસ (SFC) | ₹૧૫૦ કરોડ ફ્રેશ ઇશ્યૂ + OFS | તારીખ જાહેર નથી |
નોટઃ આ ₹50,651 કરોડનો આંકડો તે 10 કંપનીઓના રિપોર્ટેડ ઈશ્યુ સાઇઝનો જોડ છે, જેની સંપૂર્ણ રકમ ઉપલબ્ધ છે. આ તમામ 12 આઈપીઓની અંતિમ કુલ રકમ નથી. Jio Platforms અને Zetwerk ના આંકડા ઉપરી પ્રાઇઝ બેન્ડ પર આધારિત છે.
Jio Platforms IPO તોડશે બધા રેકોર્ડ
Jio Platforms નો IPO આ મહિને સૌથી મોટું આકર્ષણ હોઈ શકે છે. કંપનીએ 1065થી 1119 રૂપિયા પ્રતિ શેર પ્રાઇઝ બેન્ડ નક્કી કરી છે. ઉપરી કિંમત પર આઈપીઓનો આકાર આશરે 30213 કરોડ હશે. સબ્સક્રિપ્શન 21થી 23 ઓક્ટોબર સુધી થવાની સંભાવના છે. શેરનું લિસ્ટિંગ 28 ઓક્ટોબર આસપાસ થઈ શકે છે. આ આકારની સાથે Jio Platforms નો ઈશ્યુ 2024મા આવેલા Hyundai Motor India ના આશરે 27800 કરોડના આઈપીઓને પાછળ છોડી શકે છે. જિયો પ્લેટફોર્મ રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝનું ટેલીકોમ અને ડિજિટલ સર્વિસ એકમ છે. તેના આઈપીઓ પર રિટેલ ઈન્વેસ્ટરોથી લઈને મોટા સંસ્થાગત ઈન્વેસ્ટરો સુધી બધાની નજર રહેશે.
આ પણ વાંચોઃ આ અઠવાડિયે કેટલા દિવસ બંધ રહેશે બેંકો? એક ક્લિકમાં જોઈ લો આખું લિસ્ટ
Zetwerk નો ₹5,012 કરોડનો IPO પણ ચર્ચામાં
Zetwerk Manufacturing Business નો IPO 15 ઓક્ટોબરે ખુલશે અને 19 ઓક્ટોબરે બંધ થશે. તેની પ્રાઇસ બેન્ડ 143 રૂપિયાથી 151 રૂપિયા પ્રતિ શેર છે. કંપની આશરે 5012.33 કરોડ ભેગા કરવાની તૈયારીમાં છે. આ ઈશ્યુમાં 2830 કરોડનો ફ્રેશ ઈશ્યુ અને વર્તમાન શેરધારકો તરફથી 2182.33 કરોડના Offer for Sale (OFS) સામેલ છે. ફ્રેશ ઈશ્યુથી મળનારી રકમ કંપનીને મળશે, જ્યારે OFS હેઠળ શેર વેચનાર વર્તમાન રોકાણકારોને પૈસા મળશે. કંપનીની યોજનામાં લોન ચુકવવા અને કારોબારી જરૂરિયાત માટે ફંડ એકત્ર કરવું સામેલ છે.
આ સપ્તાહે ખુલશે ઘણા IPO
13 ઓક્ટોબરે HD Fire Protect નો ₹712.31 કરોડનો આઈપીઓ ખુલશે. ત્યારબાદ 14 ઓક્ટોબરે Fusion CX નો 702 કરોડનો ઈશ્યુ શરૂ થશે. 15 ઓક્ટોબરથી Zetwerk, Tonbo Imaging, Bonfiglioli Transmissions અને Sahajanand Medical Technologies ના IPO માટે અરજી કરી શકાશે. તેમાંથી ઘણા ઈશ્યુ ઓફર ફોર સેલ હેઠળ છે. એટલે કે તે રકમથી કંપનીને કોઈ લાભ થશે નહીં.
(ડિસ્ક્લેમરઃ અહીં માત્ર આઈપીઓની માહિતી આપવામાં આવી છે. આ રોકાણની સલાહ નથી. શેરબજારમાં રોકાણ જોખમ અધીન છે, રોકાણ કરતાં પહેલા તમારા એડવાઇઝરની સલાહ લો.