SOCIAL MEDIA

Newsletter

PARTNER SITES
Select Language Select State

યાદ છે 8 નવેમ્બરની એ રાત? જ્યારે રાતોરાત બંધ થઈ ગઈ હતી 500 અને 1000 રૂપિયાની મોટી નોટ, પૂરા થયા નોટબંધીના 10 વર્ષ

નોટબંધીના 10 વર્ષ આજે પૂરા થયા છે. આ દરમિયાન બજારમાં ચાલી રહેલી 86 ટકા કરન્સી બંધ થવાથી ખલબલી મચી ગઈ હતી. આ 10 વર્ષમાં 99.3 ટકા નોટ બેન્કિંગ સિસ્ટમમાં પરત આવી ગઈ છે.

Written By Gokani Dhaval
Published: Nov 08, 2026, 02:22 PM IST | Updated: Nov 08, 2026, 02:25 PM IST
Join

8 નવેમ્બર 216ની રાત્રે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના એક સંબોધને દેશભરમાં હલચલ મચાવી દીધી હતી. આ દરમિયાન તેમણે કહ્યુ હતુ કે તે અડધી રાતથી 500 અને 1000 રૂપિયાની નોટ કાયદાકીય રૂપથી અમાન્ય થઈ જશે. તેમની આ જાહેરાત બાદ દેશમાં ભાગદોડ જેવી સ્થિતિ પેદા થઈ ગઈ હતી.

ટીવી પર પોતાના સંબોધન દરમિયાન પીએમ મોદીએ લોકોને અપીલ કરી હતી કે જેની પાસે 500 કે 1000 રૂપિયાની જૂની નોટ છે, તે 10 નવેમ્બર 2016થી લઈને 30 ડિસેમ્બર 2016 સુધી આ નોટને બેંક કે પોસ્ટ ઓફિસમાં પોતાના ખાતામાં જમા કરાવી દે. ત્યારબાદ બેંકોની બહાર લાંબી લાઈનો લાગી હતી. આશરે 50 દિવસ સુધી અફરા-તફરીનો માહોલ રહ્યો. આજે આ નોટબંધીને એક દાયકો પૂર્ણ થઈ રહ્યો છે. તેવામાં સવાલ ઉઠે છે કે આ 10 વર્ષ દરમિયાન શું બદલાયું છે? આવો જાણીએ.

86% નોટ થઈ ગઈ હતી બંધ

નોટબંધીની જાહેરાત સાથે તે સમયે ચલણમાં રહેલી કુલ કરન્સીના 86 ટકા નોટ રાતોરાત બંધ થઈ ગઈ હતી. રિપોર્ટ પ્રમાણે તે સમયે 15.44 લાખ કરોડ મૂલ્યની નોટ ચલણમાં હતી. તેમાંથી 500 અને 1000 રૂપિયાની જૂની નોટના રૂપમાં લગભગ 13.27 લાખ કરોડ રાતોરાત અમાન્ય જાહેર કરી દેવામાં આવ્યા હતા. ભારતીય રિઝર્વ બેંકના અંતિમ આંકડા પ્રમાણે આ દરમિયાન પ્રતિબંધિત નોટોનો 99.3 ટકા હિસ્સો બેંકમાં પરત આવ્યો હતો, જેનાથી તે સાબિત થાય છે કે લગભગ બધી નોટ સિસ્ટમમાં પરત આવી ગઈ હતી.

આ પણ વાંચોઃ શું તમે શેરબજારમાં રોકાણ કરો છો? તો જાણો, આજથી સેબીના નવા નિયમો થયા લાગુ

10 વર્ષમાં શું-શું થયું?

નોટબંધીના 10 વર્ષમાં આવકવેરા રિટર્ન દાખલ કરનાર લોકોની સંખ્યામાં ડબલ વધારો થયો. બેન્કિંગ સિસ્ટમમાં 99.3 ટકા નોટ પર આવવાને કારણે લોકોની અઘોષિત આવક (Unaccounted Money)  સિસ્ટમમાં આવી ગઈ. તેનાથી સરકારનું ટેક્સ કલેક્શન અને રેવેન્યુ બેસ ખુબ મજબૂત થયો.

આ 10 વર્ષમાં મ્યુચુઅલ ફંડ્સ અને શેર બજારના રોકાણમાં પણ તેજી જોવા મળી છે. હવે લોકો પહેલાના મુકાબલે રોકડ જમા રાખવાની જગ્યાએ તેને મ્યુચુઅલ ફંડ, શેર બજાર અને ગોલ્ડ/સિલ્વર ETF જેવા નાણાકીય સાધનોમાં રોકાણ કરવાનું બધુ પસંદ કરે છે.

દસ વર્ષમાં બજારમાં કેશ-ઇન-સર્કુલેશનમાં પણ જબરદસ્ત ઉછાળ આવ્યો, કારણ કે સમયની સાથે-સાથે દેશની અર્થવ્યવસ્થાનો આકાર વધ્યો છે, જીડીપી ગ્રોથ વધ્યો છે, બજારમાં કરન્સી નોટ્સની સંખ્યા 2016ના મુકાબલે વધુ છે. પરંતુ હવે કુલ ટ્રાન્ઝેક્શનમાં ડિજિટલનો હિસ્સો ખુબ મોટો થઈ ગયો છે.

 

 

Add Zee News as a Preferred Source
TAGS:

About the Author

ધવલ ગોકાણી 14 વર્ષથી પત્રકારત્વમાં કાર્યરત છે. સ્પોર્ટસ, રાજનીતિ, બિઝનેસ, 'ટેક્નોલોજી, હેલ્થ અને રાષ્ટ્રીય-આંતરરાષ્ટ્રીય સમાચાર પર ખાસ નજર રાખે છે. ક્રિકેટ એમનું પેશન છે, ક્રિકેટ જગતના અવનવા રેકોર્ડની જાણકારી અને સમજ હોવાની સાથે તેઓ જુલાઈ 2017થી Z 24 Kalakમાં ચીફ સબ એડિટર તરીકે ફરજ બજાવે છે. આ પહેલાં એમને ETV Bharat અને News 18માં પણ કામ કર્યું છે. અર્થશાસ્ત્રમાં સ્નાતક હોવાની સાથે તેઓ સૌરાષ્ટ્ર યુનિવર્સસિટીમાંથી પત્રકારત્વનો અભ્યાસ કરી ચૂક્યા છે. 

ZEENEWS TRENDING STORIES