SOCIAL MEDIA

Newsletter

PARTNER SITES
Select Language Select State

Upcoming Electric SUVs: ટાટા Nexon EV થી મહિન્દ્રા Thar ઇલેક્ટ્રિક સુધી, ટૂંક સમયમાં ભારતમાં લોન્ચ થશે આ 5 નવી EV

ઈલેક્ટ્રિક SUV ખરીદવાનો પ્લાન બનાવી રહ્યાં છો તો થોડી પ્રતીક્ષા ફાયદાકારક સાબિત થઈ શકે છે. ટાટા નેક્સોન ઈવીથી લઈને મહિન્દ્રા થાર ઈલેક્ટ્રિક અને હોન્ડા આલ્ફા સુધી, જલ્દી ભારતીય બજારમાં 5 નવી ઈલેક્ટ્રિક એસયુવી લોન્ચ થઈ શકે છે.

Written By Gokani Dhaval
Published: Nov 19, 2026, 16:10 IST | Updated: Nov 19, 2026, 16:12 IST
Image Credit: AI Image
Join

Upcoming Electric SUVs In India: ભારતમાં ઈલેક્ટ્રિક કારની બજાર સતત વધી રહી છે. હવે ગ્રાહક પણ પેટ્રોલ-ડીઝલ ગાડીઓની જગ્યાએ ઈલેક્ટ્રિક SUV પસંદ કરી રહ્યાં છે. આ કારણ છે કે ઓટો કંપનીઓ આ સેગમેન્ટમાં ઝડપથી નવા મોડલ લાવવાની તૈયારી કરી રહી છે. ટાટા અને મહિન્દ્રા જેવી દેશી કંપનીઓની સાથે વિદેશી બ્રાન્ડ પણ પોતાની ઈલેક્ટ્રિક ગાડીઓ પર કામ કરી રહી છે. આવનાર સમયમાં રેનો, હોન્ડા અને વિનફાસ્ટની નવી ઈલેક્ટ્રિક એસયુવી ભારતીય રસ્તા પર જોવા મળી શકે છે. તેના કેટલાક મોડલ સસ્તા સેગમેન્ટમાં આવશે, તો કેટલાક પોતાની ડિઝાઇન અને તકનીકને કારણે ખાસ હશે. જાણો તેની વિગત....

આવી રહી છે 5 નવી ઈલેક્ટ્રિક ગાડીઓ

Reanult Bridger EV (રેનો બ્રિજર EV)

રેનો ભારતીય બજાર માટે એક નવી કોમ્પેક્ટ એસયુવી પર કામ કરી રહી છે, જેનું નામ બ્રિજર છે. કંપનીએ માર્ચ 2026મા તેનો કોન્સેપ્ટ રજૂ કર્યો હતો. તેને પેટ્રોલ, હાઈબ્રિડ અને ઈલેક્ટ્રિક ત્રણેય પાવરટ્રેન વિકલ્પમાં લાવી શકાય છે. તેના ઈલેક્ટ્રિક મોડલમાં 35kWh અને 55kWh ના બેટરી પેક મળવાની આશા છે. આ ચાર મીટરથી નાની એસયુવી હશે અને તેમાં 200mm નું ગ્રાઉન્ડ ક્લીયરન્સ મળી શકે છે. તેના પ્રોડક્શન મોડલને 2027ના અંત સુધીમાં બજારમાં ઉતારવાની આશા છે.

આ પણ વાંચોઃ Best Cars Under 5 Lakh: માત્ર ₹5 લાખના બજેટમાં મળશે SUV જેવો અહેસાસ, આ 4 કાર છે શાનદાર

Next Gen Tata Nexon EV

ટાટા પોતાની પોપ્યુલર નેક્સનો ઈવીને નવા અવતારમાં લાવવાની તૈયારી કરી રહી છે. કંપની તેની નવી જનરેશન પર કામ કરી રહી છે, જેને હાલ ગુરૂડ કોડનેમ આપવામાં આવ્યું છે. આ ઈલેક્ટ્રિક એસયુવી ટેસ્ટિંગ દરમિયાન પણ જોવા મળી હતી. નવી નેક્સોન ઈવીના એક્ટરિયર અને ઈન્ટીરિયર, બંનેમાં મોટા ફેરફાર જોવા મળી શકે છે. તેની પાછળની ડિઝાઇન પહેલાની જેમ સીધી હોઈ શકે છે. તો કેબિનમાં નવું ડેશબોર્ડ અને અપડેટેડ ફીચર્સ મળવાની આશા છે. તેને 2027મા લોન્ચ કરી શકાય છે. જોકે કંપનીએ તેના બેટરી પેક અને ડ્રાઇવિંગ રેન્જને લઈને કોઈ જાણકારી આપી નથી.

Mahindra Thar Electric

મહિન્દ્રાની થાર ઈલેક્ટ્રિક પણ લાંબા સમયથી ચર્ચામાં છે. કંપનીએ 2023મા તેનો Thar.e કોન્સેપ્ટ દેખાડ્યો હતો. ત્યારબાદ 2025મા વિઝન T કોન્પેસ્ટરજૂ કર્યો, જે હાલમાં ટેસ્ટિંગ દરમિયાન જોવા મળ્યો હતો. નવી એસયુવીમાં થારની જેમ મજબૂત અને ઊંચી ડિઝાઇન જોવા મળી શકે છે. આ મહિન્દ્રાના NU_IQ આર્કિટેક્ચર પર આધારિત હશે. હાલ કંપનીએ તે સ્પષ્ટ નથી કર્યું કે તેનું પ્રોડક્શન મોડલ સંપૂર્ણ રીતે ઈલેક્ટ્રિક હશે કે નહીં.

આ પણ વાંચોઃ સ્માર્ટફોન યુઝર્સ સાવધાન! ડેટા ચોરી અટકાવવા અત્યારે જ ફોનમાં ઓન કરો આ 3 ખાસ ફીચર્સ

Honda Alpha

હોન્ડા પોતાની પ્રથમ ભારતમાં બનેલી ઈલેક્ટ્રિક એસયુવી આલ્ફા રજૂ કરવાની તૈયારી કરી રહી છે. આ એસયુવી કંપનીએ 2025મા દેખાડેલા 0 આલ્ફા કોન્સેપ્ડ પર બેસ્ડ હશે. હોન્ડા 2 ડિસેમ્બર 2026ના ભારતમાં તેની વૈશ્વિક શરૂઆત કરશે. તેનું પ્રોડક્શન રાજસ્થાનમાં કરવામાં આવશે. ડિઝાઇનની વાત કરીએ તો તેમાં કૂપે જેવી રૂફલાઇન અને ફ્યૂચરિસ્ટિક ફ્રંટ લુક જોવા મળી શકે છે. રિપોર્ટ્સ પ્રમાણે તેમાં 65kWh થી 75kWh સુધીનું LFP બેટરી પેક આપવામાં આવી શકે છે.

VinFast VF5

વિયતનામની ઓટોમોબાઇલ કંપની વિનફાસ્ટ પણ ભારતીય બજારમાં પોતાની પકડ મજબૂત કરવાની તૈયારી કરી રહી છે. કંપની અહીં પોતાની VF5 ઈલેક્ટ્રિક એસયુવી લોન્ચ કરી શકે છે. તેને સસ્તા ઈલેક્ટ્રિક મોડલ તરીકે રજૂ કરવાની આશા છે. હાલમાં તેના ફેસલિફ્ટ મોડલની ડિઝાઇન પેટેન્ટ પણ સામે આવી છે. તેમાં નવી ફ્રંટ ડિઝાઇનની સાથે પાતળા હેડલેમ્પ, અપડેટેડ બમ્પર અને નવા એલઈડી ટેલલેમ્પ મળી શકે છે. કેબિનમાં મોટી ઈન્ફોટેનમેન્ટ સ્ક્રીન અને નવું સ્ટીયરિંગ વ્હીલ આપવામાં આવી શકે છે.

 

Add Zee News as a Preferred Source
TAGS:

About the Author

ધવલ ગોકાણી 14 વર્ષથી પત્રકારત્વમાં કાર્યરત છે. સ્પોર્ટસ, રાજનીતિ, બિઝનેસ, 'ટેક્નોલોજી, હેલ્થ અને રાષ્ટ્રીય-આંતરરાષ્ટ્રીય સમાચાર પર ખાસ નજર રાખે છે. ક્રિકેટ એમનું પેશન છે, ક્રિકેટ જગતના અવનવા રેકોર્ડની જાણકારી અને સમજ હોવાની સાથે તેઓ જુલાઈ 2017થી Z 24 Kalakમાં ચીફ સબ એડિટર તરીકે ફરજ બજાવે છે. આ પહેલાં એમને ETV Bharat અને News 18માં પણ કામ કર્યું છે. અર્થશાસ્ત્રમાં સ્નાતક હોવાની સાથે તેઓ સૌરાષ્ટ્ર યુનિવર્સસિટીમાંથી પત્રકારત્વનો અભ્યાસ કરી ચૂક્યા છે. 
Read More

ZEENEWS TRENDING STORIES