SOCIAL MEDIA

Newsletter

PARTNER SITES
Select Language Select State

આવી રહી છે ટોયોટાની નવી 7-સીટર કાર... ભારતમાં પહેલીવાર મળશે આ નવું ફીચર

ટોયોટા ઇનોવા હાઇક્રોસમાં નવું અપડેટ આવી રહ્યું છે, જેના માટે કંપનીએ પ્રથમ ટીઝર પણ જાહેર કર્યું છે. આ કાર તાજેતરમાં જ ઇન્ડોનેશિયાના બજારમાં લોન્ચ કરવામાં આવી હતી. આ કારમાં નવું ઇન્ટિરિયર અને બહારની બાજુએ કેટલાક ફેરફારો જોવા મળશે. આ ઉપરાંત આ કાર ફ્લેક્સ-ફ્યુઅલ અને સ્ટ્રોંગ-હાઇબ્રિડ વેરિઅન્ટમાં પણ આવી શકે છે.

Written By Dilip Chaudhary
Published: Nov 14, 2026, 04:54 PM IST | Updated: Nov 14, 2026, 04:59 PM IST
Join

ટોયોટા ભારતીય બજારમાં એક નવી કાર ટોયોટા ઇનોવા હાઇક્રોસ ફેસલિફ્ટ લોન્ચ કરવા જઈ રહી છે, જે આ મહિને લોન્ચ કરવામાં આવશે. આ કાર 25 નવેમ્બરે ભારતમાં ડેબ્યૂ કરશે અને કંપનીએ તેનું પ્રથમ ટીઝર પણ જાહેર કરી દીધું છે. તેમાં ઘણા નવા ફેરફારો અને અપડેટ્સ જોવા મળે તેવી શક્યતા છે.

ટોયોટા ઇનોવા હાઇક્રોસ ફેસલિફ્ટમાં માત્ર સ્ટાઇલિંગમાં જ ફેરફાર નહીં હોય, કંપની તેમાં નવા ફીચર્સ અને ફ્લેક્સ-ફ્યુઅલ સ્ટ્રોંગ હાઇબ્રિડ પાવરટ્રેન પણ રજૂ કરી શકે છે. જોકે, આ વિગતોની હજુ સુધી સત્તાવાર પુષ્ટિ કરવામાં આવી નથી.

આ કારમાં શું હશે ખાસ?

ટીઝરમાં બહુ વિગતો આપવામાં આવી નથી, પરંતુ કેટલાક ફીચર્સની પુષ્ટિ થઈ છે. આ કારમાં નવા હેડલેમ્પ સેટઅપ સાથે LED DRLs જોવા મળશે. જે કંઈક અંશે ટોયોટા ટેસર જેવા જ છે.

નવા હેડલેમ્પ્સ ઉપરાંત, આ કારમાં ગ્રીલની નવી ડિઝાઈન, અપડેટેડ બમ્પર, અપડેટેડ ટેલ લેમ્પ્સ અને નવા એલોય વ્હીલ્સ જોવા મળી શકે છે. કારના ઇન્ટિરિયરમાં પણ ફેરફારો કરવામાં આવશે. ટોયોટા આ કારમાં 12.3 ઇંચની ઇન્ફોટેનમેન્ટ ટચસ્ક્રીન અને 12.3 ઇંચનું ડિજિટલ ડ્રાઇવર ડિસ્પ્લે મળી શકે છે.

આ ફેરફારો તાજેતરમાં ઇન્ડોનેશિયામાં લોન્ચ થયેલી ઇનોવા હાઇક્રોસમાં પણ જોવા મળ્યા છે. આ કાર નવા રંગના વિકલ્પો અને અપડેટ કરેલા ઇન્ટિરિયર સાથે લોન્ચ કરવામાં આવી શકે છે. કંપની આ કારને ભારતના પ્રથમ ફ્લેક્સ-ફ્યુઅલ સ્ટ્રોંગ હાઇબ્રિડ કાર તરીકે લોન્ચ કરી શકે છે.

ફ્લેક્સ-ફ્યુઅલ સ્ટ્રોંગ હાઇબ્રિડ સિસ્ટમ હોઈ શકે છે

પાવરટ્રેનની વાત કરીએ તો, તેમાં 2.0 લિટરનું, ફોર-સિલિન્ડર સ્ટ્રોંગ હાઇબ્રિડ એન્જિન હશે. જે અગાઉ પણ આ મોડેલમાં હતું. પરંતુ આ વખતે તેમાં ફ્લેક્સ-ફ્યુઅલ સપોર્ટ પણ મળશે. જોકે, આ કાર કેટલા ટકા ઇથેનોલ મિશ્રણને સપોર્ટ કરશે, તે અંગે હજુ સુધી કોઈ માહિતી નથી.

કેટલી હશે કિંમત?

કિંમતની વાત કરીએ તો, ટોયોટા ઇનોવા હાઇક્રોસ તેના વર્તમાન મોડેલ કરતાં વધુ મોંઘી હશે. હાલમાં, આ કારની કિંમત 19.53 લાખથી 31.84 લાખ (એક્સ-શોરૂમ)ની વચ્ચે છે. તે તાજેતરમાં લોન્ચ થયેલી કિયા સોરેન્ટો જેવી ગાડીઓ સાથે સ્પર્ધા કરશે.

 

Add Zee News as a Preferred Source
TAGS:

About the Author

2020માં Inshorts સાથે પત્રકારત્વ ક્ષેત્રે કારકિર્દીની શરૂઆત કરી. જ્યાં બે વર્ષથી વધુ સમય સુધી ગુજરાતી કન્ટેન્ટ સ્પેશિયાલિસ્ટ તરીકે કામ કર્યું. ત્યારબાદ Sandesh Digital સાથે જોડાયા, જ્યાં ગુજરાતના લોકલ સમાચાર ઉપરાંત નેશનલ અને સ્પોર્ટ્સ સહિતની વિવિધ કેટેગરીમાં કામ કર્યું. આ દરમિયાન ગુજરાત વિધાનસભા ચૂંટણી 2022 અને IPL જેવી મહત્વપૂર્ણ ઇવેન્ટ્સ કવર કરી. ત્યારબાદ TV9 Gujarati સાથે જોડાયા, જ્યાં ગુજરાતના લોકલ સમાચાર ઉપરાંત નોલેજ, બિઝનેસ, ઓટો સહિતની વિવિધ કેટેગરીમાં કામ કર્યું. આ ઉપરાંત પ્રીમિયમ કન્ટેન્ટ માટે પણ કામ કર્યું અને રિસર્ચ-બેઝ્ડ સ્ટોરી લખવાનો અનુભવ મેળવ્યો. હાલમાં Zee 24 Kalakમાં સિનિયર સબ-એડિટર તરીકે કાર્યરત છે અને સ્પોર્ટ્સ, બિઝનેસ, ગુજરાત, જોબ્સ, ઓટો અને ટેક સહિતની વિવિધ કેટેગરીનું કન્ટેન્ટ તૈયાર કરી સરળ ભાષામાં વાચક મિત્રો સુધી પહોંચાડી રહ્યા છે.
Read More

ZEENEWS TRENDING STORIES