Budget Friendly Goa Trip: ગોવાનું નામ સાંભળતા જ સૌથી પહેલા સુંદર બીચ, નાઈટલાઈફ અને મોંઘા રિસોટનો વિચાર આવે છે. પણ શું તમે જાણો છો કે ગોવાને એક્સપ્લોર કરવા માટે દર વખતે વધારે પૈસા ખર્ચ કરવાની જરૂર હોતી નથી. અહિં એક સુંદર જગ્યાઓ અને એક્ટિવિટીજ છે, જેને તમે ફ્રીમાં ઈન્જોય કરી શકો છો.
દરિયા કિનારે સવારની સહેલથી લઈને રંગબેરંગી શેરીઓમાં ફરવા અને સૂર્યાસ્ત જોવા સુધી, ઘણા બધા અનુભવો છે જે તમારી સફરને યાદગાર બનાવી શકે છે. જો તમે બજેટમાં ગોવાની સફરનું આયોજન કરી રહ્યા છો, તો આ મફત અનુભવોને તમારી યાદીમાં શામેલ કરવાનું ભૂલશો નહીં. તો, ચાલો જોઈએ કે તમે ગોવામાં પૈસા ખર્ચ્યા વિના શું કરી શકો છો.
સવાર સવારમાં બીચ પર જાઓ
ગોવાની બીચ સવારના સમય ખુબ જ શાંત અને સુંદર જોવા મળે છે. આ સમયે વધારે ભીડ પણ હોતી નથી. તમે સમુદ્ર કીનારે ફરી શકો છો, મોજાઓના અવાજ સાંભળી શકો છો અને લોકલ માછીમારોને સમુદ્રમાંથી પાછા ફરતા પણ જોઈ શકો છો. સવારનું શાંત વાતાવરણ તમને એક અલગ પ્રકારની શાંતી આપે છે.
શાંત ગાર્ડનમાં સમય પસાર કરો
બીચ ઉપરાંત, ગોવામાં ઘણા લીલાછમ પબ્લીક પાર્ક પણ છે જ્યાં તમે થોડો શાંત સમય વિતાવી શકો છો. પણજીમાં કેમ્પલ ગાર્ડન્સ એક ઉત્તમ ઉદાહરણ છે. અહીં, તમે છાંયડાવાળા સ્થળોએ આરામ કરી શકો છો અને સુંદર આસપાસના વાતાવરણનો આનંદ માણી શકો છો.
ફોન્ટેનહાસની શેરીઓમાં ચાલો
પણજીનો ફોન્ટેનહાસ વિસ્તાર તેની રંગબેરંગી શેરીઓ અને જૂના પોર્ટુગીઝ શૈલીના ઘરો માટે જાણીતો છે. અહીં ચાલવાથી, તમને સુંદર દિવાલ ભીંતચિત્રો અને જૂના ઘરો દેખાશે. આ શેરીઓમાં ચાલવાથી ગોવાને નજીકથી જાણવાની તક મળશે.
ઐતિહાસિક ચર્ચોની મુલાકાત લો
ગોવામાં ઘણા જૂના અને સુંદર ચર્ચ છે જે તેના ઇતિહાસ અને સ્થાપત્યને પ્રતિબિંબિત કરે છે. બોમ જીસસના બેસિલિકા અને સે કેથેડ્રલ જેવા ચર્ચોની બહારથી મુલાકાત લેવી અને તેમની આસપાસ ફરવું એ એક અદ્ભુત અનુભવ હોઈ શકે છે. તમને આ સ્થળોએ ગોવાના પ્રાચીન ઇતિહાસની ઝલક પણ મળશે.
બીચ પર સૂર્યાસ્ત જુઓ
ગોવામાં સૂર્યાસ્ત જોવો એ એક સુંદર અનુભવ છે. સાંજે શાંત બીચ પર બેસીને સૂર્યાસ્ત જોવો તમારી સફરને યાદગાર બનાવી શકે છે. સૌથી સારી વાત એ છે કે તમારે આ માટે કોઈ પૈસા ખર્ચવાની જરૂર નથી.