SOCIAL MEDIA

Newsletter

PARTNER SITES
Select Language Select State

વિક્ટોરિસ, ગ્રાન્ડ વિટારા, સિએરા અને સેલ્ટોસ જેવી ગાડીઓ પાછળ રહી ગઈ! આ SUV ફરી બની નંબર-1

ભારતીય કાર માર્કેટમાં એસયુવીનો દબદબો સતત વધી રહ્યો છે. સપ્ટેમ્બરમાં પણ એસયુવી કારનું વેચાણ સારૂ રહ્યું છે. આ વચ્ચે એક કાર લોકોના દિલ પર રાજ કરી રહી છે. ફરી વખત દેશની નંબર-1 એસયુવી બની છે.

Written By Gokani Dhaval
Published: Oct 09, 2026, 04:21 PM IST | Updated: Oct 09, 2026, 04:23 PM IST
Join

હ્યુન્ડાઈ ક્રેટા એસી SUV છે જે દર મહિને કંપની માટે સફળતાની ગાથા લખી રહી છે. તો મિડ-સાઇઝ SUV સેગમેન્ટમાં ઘણા વર્ષોથી પોતાની ખુરશી છોડવા તૈયાર નથી. સપ્ટેમ્બરમાં પણ ક્રેટાના સેલ્સના આંકડા એવા રહ્યાં છે. હકીકતમાં પાછલા મહિને આ SUV ના 17657 યુનિટનું વેચાણ થયું છે. આ આંકડા આમ તો ખુબ નબળા છે, કારણ કે વર્ષ-દર-વર્ષના આધાર પર તેણે 6 ટકાના ઘટાડાનો સામનો કરવો પડ્યો છે. આ ઘટાડા છતાં કોઈ બીજા મોડલ તેને સેગમેન્ટમાં નંબર-1 બનવાથી રોકી શક્યા નહીં. મહત્વનું છે કે સપ્ટેમ્બરમાં ક્રેટાને દેશમાં સૌથી વધુ વેચાનારી ટોપ-10 કારના લિસ્ટમાં સાતમું સ્થાન મળ્યું છે.

ક્રેટાનું સેગમેન્ટમાં દર વખતે ચેમ્પિયન બનવું એટલા માટે ખાસ થઈ જાય છે કારણ કે તેમાં ઘણા મોડલો વચ્ચે જોરદાર સ્પર્ધા પણ જોવા મળે છે. તેમાં મારૂતિ ગ્રાન્ડ વિટારા, મારૂતિ વિક્ટોરિસ, ટાટા સિએરા, યોટોટા હાઇરાઇડર, કિઆ સેલ્ટોસ, હોન્ડા એલિવેટ, એમજી, એસ્ટર, સ્કોડા કુશાક, ફોક્સવેગન તાઇગુન, સિટ્રોન C3 એરક્રોસ જેવા ઘણા મોડલ સામેલ છે. આ વ્યસ્ત સેગમેન્ટમાં ક્રેટાએ પોતાની અલગ ઓળખ બનાવી છે. ક્રેટા સિવાય ટોપ-10ના લિસ્ટમાં કોઈ બીજું મોડલ જગ્યા બનાવી શક્યું નથી.

આ પણ વાંચોઃ 35 KM ની માઇલેજ, કિંમત 3.69 લાખથી શરૂ, દેશની સૌથી સસ્તી કાર, સુરક્ષા પણ જોરદાર

હ્યુન્ડાઈ ક્રેટાના એન્જિન ઓપ્શન
ક્રેટાને મલ્ટીપલ એન્જિન વિકલ્પમાં ખરીદી શકાય છે. તેમાં પેટ્રોલ અને ડીઝલ બંને સામેલ છે. તેનું 1.5-લીટર નેચરલી એસ્પિરેટેડ પેટ્રોલ એન્જિન 113 bhp નો પાવર અને 144 Nm નો ટોર્ક જનરેટ કરે છે. તેમાં 6-સ્પીડ મેનુઅલ કે iVT થી જોડવામાં આવ્યું છે. 1.5 લીટર ટર્બો પેટ્રોલ એન્જિન 160 bhp નો પાવર અને 253 Nm નો ટોર્ક જનરેટ કરે છે. તેને 7-સ્પીડ DCT થી જોડવામાં આવ્યું છે. એક અન્ય વિકલ્પ તરીકે 1.5-લીટર ડીઝલ એન્જિન મળે છે. જે 114 bhp નો પાવર અને 250 Nm ટોર્ક જનરેટ કરે છે. તેને 6-સ્પીડ મેનુઅલ અને 6-સ્પીડ ઓટોમેટિકથી જોડવામાં આવ્યું છે.

ક્રેટાના ફીચર્સ અને સેફ્ટી
તેમાં ડિમેબલ IRVMs અને મેનુઅલ એડજેસ્ટેબલ ORVMs, બધા પાવર વિન્ડો, ફ્લિપ ચાવીની સાથે સેન્ટ્રલ અને રિમોટ લોકિંગ મળે છે. એસયુવીની અંદર ફ્રંટ સેન્ટર આર્મરેસ્ટ, રિયર આર્મરેસ્ટ, એડજસ્ટેબલ હેડરેસ્ટ અને બધા પેસેન્જર્સ માટે 3-પોઈન્ટ સીટબેલ્ટ, રિયર એસી વેન્ટ, ફેબ્રિક સીટ સામેલ છે. તેના ટોપ વેરિએન્ટમાં લેવલ-2 ADAS ની સાથે 70 એડવાન્સ ફીચર્સ મળે છે. તો 6 એરબેગની સેફ્ટી મળે છે. આ સિવાય હિલ સ્ટાર્ટ અસિસ્ટ કંટ્રોલ, ઈમરજન્સી સ્ટોપ સિગ્નલ (ESS), TPMS, ISOFIX જેવા ફીચર્સ પણ આપવામાં આવ્યા છે.
 

Add Zee News as a Preferred Source
TAGS:

About the Author

ધવલ ગોકાણી 14 વર્ષથી પત્રકારત્વમાં કાર્યરત છે. સ્પોર્ટસ, રાજનીતિ, બિઝનેસ, 'ટેક્નોલોજી, હેલ્થ અને રાષ્ટ્રીય-આંતરરાષ્ટ્રીય સમાચાર પર ખાસ નજર રાખે છે. ક્રિકેટ એમનું પેશન છે, ક્રિકેટ જગતના અવનવા રેકોર્ડની જાણકારી અને સમજ હોવાની સાથે તેઓ જુલાઈ 2017થી Z 24 Kalakમાં ચીફ સબ એડિટર તરીકે ફરજ બજાવે છે. આ પહેલાં એમને ETV Bharat અને News 18માં પણ કામ કર્યું છે. અર્થશાસ્ત્રમાં સ્નાતક હોવાની સાથે તેઓ સૌરાષ્ટ્ર યુનિવર્સસિટીમાંથી પત્રકારત્વનો અભ્યાસ કરી ચૂક્યા છે. 

ZEENEWS TRENDING STORIES