SOCIAL MEDIA

Newsletter

PARTNER SITES
Select Language Select State

Microsoft 365 Outage: દુનિયાભરમાં અચાનક ઠપ્પ થઈ માઈક્રોસોફ્ટની સર્વિસ, જાણો સમસ્યા વિશે શું કહ્યું કંપનીએ ?

Microsoft 365 Outage: માઈક્રોસોફ્ટની સર્વિસમાં થયેલી સમસ્યા શુક્રવારે પણ સંપૂર્ણ રીતે ઠીક નથી થઈ શકી. દુનિયાભરમાં લોકોને આઉટલુક ઈનબોક્સ ઓપરેટ કરવામાં સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો છે. જો કે આ સમસ્યા ફક્ત માઈક્રોસોફ્ટ પુરતી મર્યાદિત નથી. ચેટ જીટીપી અને ક્લાઉડમાં પણ સમસ્યા આવી રહી છે.

Written By Krupa Shah
Published: Nov 13, 2026, 11:49 AM IST | Updated: Nov 13, 2026, 11:51 AM IST
Join

Microsoft 365 Outage: માઈક્રોસોફ્ટની ઈમેલ સેવા આઉટલુક અને માઈક્રોસોફ્ટ 365 ના સર્વર અચાનક ડાઉન થઈ ગયા છે. દુનિયાભરમાં યુઝર્સને ઈમેલ લોગ-ઈન કરવામાં મુશ્કેલી પડી રહી છે. કંપનીની ટીમ સર્વરને ઠીક કરવામાં લાગેલી છે.

દુનિયાની સૌથી મોટી સોફ્ટવેર કંપની માઈક્રોસોફ્ટ સાથે જોડાયેલા મોટા સમાચાર સામે આવી રહ્યા છે. ગુરુવારે મોડી રાતથી માઈક્રોસોફ્ટની ઈમેલ સેવા આઉટલુક અને માઈક્રોસોફ્ટ 365 ના સર્વર અચાનક ઠપ થઈ ગયા છે. જેના કારણે ભારત સહિત દુનિયાભરના લાખો યુઝર્સને ઈમેલ મોકલવા, રીસીવ કરવા અને એકાઉન્ટ લોગ-ઈન કરવામાં સમસ્યા આવી રહી છે. કંપનીએ જણાવ્યું છે કે ટેક્નિકલ ખામીના કારણે અનેક ક્ષેત્રોમાં કનેક્ટિવિટી પ્રભાવિત થઈ છે અને તેઓ તેને ઠીક કરવામાં લાગેલા છે.

એક લાખથી વધુ ફરિયાદો નોંધાઈ

માઈક્રોસોફ્ટની ઈમેલ સેવામાં ટેક્નિકલ ખામીના કારણે દુનિયાભરની કરોડો ઓફિસોના કામકાજની ગતિ થંભી ગઈ છે. ઓનલાઈન સર્વિસિસના ઠપ થવા પર નજર રાખનાર પ્લેટફોર્મ 'ડાઉનડિટેક્ટર' મુજબ, આઉટલુકમાં ઈશ્યુની શરૂઆત ઈસ્ટર્ન ટાઈમ મુજબ બપોરે લગભગ 1 વાગ્યે થઈ. જોતજોતામાં ફરિયાદોનો ગ્રાફ ઝડપથી ઉપર ચઢ્યો અને તેના ચરમ પર આઉટલુક સાથે જોડાયેલા એક લાખથી વધુ રિપોર્ટ નોંધાયા. એ જ રીતે, માઈક્રોસોફ્ટ 365 માટે પણ 15 હજારથી વધુ યુઝર્સે સમસ્યાની ફરિયાદ નોંધાવી છે.

શું થયું માઈક્રોસોફ્ટ 365 માં ?

માઈક્રોસોફ્ટ 365 કંપનીનું એક સબ્સક્રિપ્શન બંડલ છે જેમાં આઉટલુક, ટીમ્સ, શેયરપોઈંટ જેવી જરૂરી વર્ક એપ્સ મળે છે. માઈક્રોસોફ્ટ ડાઉન થયું તેમાં મુખ ખામી એક્સચેન્જ ઓનલાઈનમાં આવી હતી. જે એક બેકએન્ડ સર્વિસ છે જે ઓફિસના ઈમેલ્સને સ્ટોર કરે છે, ડિલીવર કરે છે અને કેલેન્ડર ચલાવે છે. આઉટલુક એક એપ છે જેના માધ્યમથી સર્વિસ આપણા સુધી પહોંચે છે. જ્યારે તેનું સર્વર કામ ન કરે તો એપ ખુલે તો છે પણ ઈનબોક્સ લોડ થતું નથી અને મેસેજ અટકી જાય છે.

કંપનીએ શું કહ્યું?

માઈક્રોસોફ્ટે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ 'એક્સ' પર આ આઉટજની પુષ્ટિ કરી. ટેક કંપનીએ જણાવ્યું કે તેમની ટીમ આ મામલાની તપાસ કરી રહી છે. શરૂઆતમાં આ સમસ્યા અમેરિકા પૂરતી મર્યાદિત લાગતી હતી, પરંતુ બાદમાં કંપનીએ સ્વીકાર્યું કે તેની અસર ગ્લોબલ હોઈ શકે છે. માઈક્રોસોફ્ટે કહ્યું કે જ્યાં સુધી તેઓ પ્રભાવને ઓછો કરવા માટે કામ કરી રહ્યા છે, અમે પુષ્ટિ કરી છે કે આ સમસ્યા કોઈપણ ક્ષેત્રના યુઝર્સ માટે માઈક્રોસોફ્ટ 365 સેવા કનેક્ટિવિટીને પ્રભાવિત કરી શકે છે.

 

Add Zee News as a Preferred Source
TAGS:

About the Author

કૃપા શાહ સબ એડિટર તરીકે Zee 24 કલાક સાથે કાર્યરત. દેશ-વિદેશના સમાચારો સાથે ધાર્મિક, સ્વાસ્થ્ય, મનોરંજન, લાઈફસ્ટાઈલ જેવા વિષયો પર ઊંડાણપૂર્વક માહિતી આપતી સ્ટોરીઓમાં રસ છે. 13 વર્ષથી પત્રકારત્વનો અનુભવ છે. બી એ બાદ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાંથી MJMC ડીગ્રી મેળવી છે. અગાઉ સંદેશ, આજકાલ, અબતક, ગુજરાત સમાચાર સાથે કામ કર્યું છે. વર્ષ 2022 થી ઝી મીડિયા સાથે જોડાયેલા છે.
Read More

ZEENEWS TRENDING STORIES