SOCIAL MEDIA

Newsletter

PARTNER SITES
Select Language Select State

Cretaથી નાની અને Venueથી મોટી: હ્યુન્ડાઈની નવી SUV ભારતમાં લોન્ચ, જાણો કિંમત અને ફીચર્સ

હ્યુન્ડાઈ મોટર ઈન્ડિયાએ નવી Hyundai Bayon SUV ને લોન્ચ કરી દીધી છે. તેની શરૂઆતી કિંમત 9.99 લાખ રાખવામાં આવી છે. આ એસયુવીનું સીએનજી વર્ઝન પણ આવશે. ભારતમાં બનેલી આ કારને 50થી વધુ બજારોમાં એક્સપોર્ટ કરવામાં આવશે.

Written By Gokani Dhaval
Published: Oct 26, 2026, 03:31 PM IST | Updated: Oct 26, 2026, 03:35 PM IST
Join

હ્યુન્ડાઈ મોટર ઈન્ડિયાએ પોતાની નવી SUV Hyundai Bayon ને 9.99 લાખ રૂપિયાની એક્સ-શોરૂમ કિંમત પર લોન્ચ કરી છે. ખાસ વાત છે કે ભારતમાં તૈયાર થનારી આ એસયુવીને 50થી વધુ દેશોની બજારોમાં પણ એક્સપર્ટ કરવામાં આવશે. આ હ્યુન્ડાઈની ક્રેટાથી નાનું અને વેન્યુથી મોટું મોડલ છે. ભારતીય બજારમાં આ એસયુવીનો મુકાબલો બ્રેઝા, મારૂતિ વિક્ટોરિસ અને ટાટા નેક્સોન જેવી કારો સામે થશે.

હ્યુન્ડઈ બેયોનને 7 વેરિએન્ટમાં ખરીદી શકાશે. તેના નામ HX2, HX3, HX3+, HX5, HX6, HX8 અને HX10 છે. IVT ઓટોમેટિક ગિયરબોક્સનો વિકલ્પ HX5, HX6, HX8 અને HX10 વેરિએન્ટમાં મળશે. સૌથી ખાસ વાત છે કે કંપની બેયોનનું સીએનજી મોડલ જાન્યુઆરી 2027મા લોન્ચ કરશે. કાર માટે કુલ 10 કલર વિકલ્પ આપવામાં આવ્યા છે. તેમાં 6 સિંગલ-ટોન કલર, બે ડુઅલ-ટોન વિકલ્પ અને બે મેટ ફિનિશ સામેલ છે. પરંતુ બધા ફીચર્સ દરેક વેરિએન્ટમાં નહીં મળે.

એન્જિન અને ગિયરબોક્સ

હ્યુન્ડાઈ બેયોનમાં 1497 સીસીનું ચાર સિલિન્ડરવાળું પેટ્રોલ એન્જિન આપવામાં આવ્યું છે. આ એન્જિન 115 પીએસનો પાવર અને 143.8 એનએમનો ટોર્ક પેદા કરે છે. ગ્રાહકોને તેમાં 6-સ્પીડ મેન્યુઅલ અને આઈવીટી ઓટોમેટિક ગિયરબોક્સનો વિકલ્પ મળશે. ઓટોમેટિક વર્ઝનમાં ડેશ બૂસ્ટ મોડ આપવામાં આવ્યો છે, જે ઓવરટેકિંગ દરમિયાન સારૂ પરફોર્મંસ આપે છે. તેમાં ઈકો, નોર્મલ અને સ્પોર્ટ ડ્રાઇવિંગ મોડ પણ મળે છે. સ્ટીયરિંગ પર ડ્રાઇવ મોડ બટન અને પેડલ શિફ્ટર્સની સુવિધા પણ આપવામાં આવી છે. આ સિવાય ટ્રાફિકમાં રોકાવા પર ઈંધણ બચાવવા માટે આઇડલ સ્ટોપ એન્ડ ગો ફીચર પણ મળશે.

ડિઝાઇન અને સાઇઝમાં કેવી છે બેયોન?

હ્યુન્ડાઈ બેયોનની લંબાઈ 4245 મિમી, પહોળાઈ 1810 મિમી અને ઊંચાઈ 1605 મિમી છે. તેમાં 2600 મિમીનો વ્હીલબેસ મળે છે. કંપની પ્રમાણે તેનું ગ્રાઉન્ડ ક્લીયરન્સ 205 મિમી છે. કારની બહારની ડિઝાઇનમાં H-H એલઈડી ડીઆરએલ, એલઈડી ટેપ લેમ્પ, ડુઅલ એલઈડી પ્રોજેક્ટર હેડલેમ્પ અને રૂફ રેલ્સ મળે છે. તેના પસંદગીના વેરિએન્ટમાં 17 ઇંચના ડાયમંડ-કટ એલોય વ્હીલ પણ આપવામાં આવશે. કેબિનમાં બ્લેક અને ઓલિવ-ગ્રે કલરનો ઉપયોગ કરવામાં આવ્યો છે. કેટલીક વેરિએન્ટમાં લેધર જેવી દેખાતી લેધરેટ સીટો અને એમ્બિએન્ટ લાઇટિંગ પણ મળશે.

બે મોટી સ્ક્રીન અને જનરેટિવ AI જેવા ફચર્સ

હ્યુન્ડાઈ બેયોનની સૌથી ખાસ સુવિધામાં કંપનીનું નવું ઇન-બિલ્ટ જનરેટિવ AI વોયસ આસિસ્ટન્ટ સામેલ છે. તેમાં Perplexity ની એઆઈ તકનીક અને SoundHound AI ની વોયસ ટેક્નોલોજીનો ઉપયોગ કરવામાં આવ્યો છે. તેની મદદથી ડ્રાઇવર યાત્રા, હવામાન, રેસ્ટોરન્ટ, સમાચાર અને રમતના સવાલ પૂછી શકે છે. કારમાં પસંદગીના વેરિએન્ટની સાથે કનેક્ટેડ કાર નેવિગેશન કોકપિટ (ccNC) પણ મળશે. તેમાં રાઉન્ડ પેનરમિક ડિઝાઇનમાં બે 12.3 ઇંચની સ્ક્રીન આપવામાં આવે છે. નેવિગેશન સિસ્ટમમાં એનવીડિયાની તકનીકનો ઉપયોગ કરવામાં આવ્યો છે.

આ સિવાય કારમાં વાયરલેસ એન્ડ્રોયડ ઓટો અને એપલ કારપ્લે, 70થી વધુ બ્લૂલિંક કનેક્ટેડ ફીચર્સ અને ઓવર-ધ-એર સોફ્ટવેર અપડેટની સુવિધા મળશે. કંપની પ્રમાણે તેમાં 500થી વધુ વોયસ કમાન્ડ, બોસ સાઉન્ડ સિસ્ટમ અને ત્રણ વર્ષની ફ્રી બ્લૂલિંકનું સભ્યપદ આપવામાં આવશે.

આ પણ વાંચોઃ Jio ના જબરદસ્ત પ્લાન, 1 રિચાર્જ અને 3 મહિના ટેન્શન ફ્રી, કિંમત 329 રૂપિયાથી શરૂ

સેફ્ટી માટે મળશે  23 ADAS ફીચર્સ

હ્યુન્ડઈ બેયોનના દરેક મોડલમાં 35થી વધુ સેફ્ટી ફીચર્સ આપવામાં આવ્યા છે. તેમાં છ એરબેગ, ઈલેક્ટ્રોનિક સ્ટેબિલિટી કંટ્રોલ, હિલ સ્ટાર્ટ અસિસ્ટ, રોલઓવર સેન્સર અને ટાયર પ્રેશર મોનિટરિંગ સિસ્ટમ સામેલ છે. આ સિવાય પસંદગીના વેરિએન્ટમાં હ્યુન્ડાઈ સ્માર્ટસેન્સ લેવલ 2 પ્રો એડીએએસ તકનીક મળશે. તેમાં 23 ડ્રાઇવર અસિસ્ટેન્સ ફીચર્સ સામેલ છે. તેમાં હાઈવે ડ્રાઇવિંગ અસિસ્ટ અને નેવિગેશનની મદદથી કામ કરનાર ક્રૂઝ કંટ્રોલ સામેલ છે. આ નેવિગેશન બેસ્ડ સુવિધાઓ સિસ્ટમના મેચમાં પસંદગીના એક્સપ્રેસવે પર કામ કરશે. આ સિવાય કારમાં સરાઉન્ડ-વ્યૂ મોનિટર અને બ્લાઇન્ડ-સ્પોલ વ્યૂ મોનિટર પણ ઉપલબ્ધ છે. કંપનીનું કહેવું છે કે બેયોનમાં સેફ્ટીનું ખાસ ધ્યાન રાખવામાં આવ્યું છે.

આરામ અને સામાન રાખવા માટે પણ ખાસ વ્યવસ્થા

હ્યુન્ડાઈ બેયોનમાં આગળની સીટો માટે વેન્ટિલેશન, ડ્રાઇવર સીટ માટે 8 પ્રકારના ઈલેક્ટ્રિક એડજસ્ટમેન્ટ, પાછળની સીટોને ઝુકાવવાની સુવિધા, ઓટોમેટિક ક્લાઇમેટ કંટ્રોલ અને પાછળ એસી વેન્ટ આપવામાં આવ્યા છે. આ સિવાય પેનોરમિક સનરૂફ, વાયરલેસ ફોન ચાર્જિંગ, એસયુબી-સી પોર્ટ અને 60:40 ના ગુણોત્તરમાં ફોલ્ડ થનારી પાછલી સીટો પણ મળશે. કારની બૂટ સ્પેસ 505 લીટર છે.
 

Add Zee News as a Preferred Source
TAGS:

About the Author

ધવલ ગોકાણી 14 વર્ષથી પત્રકારત્વમાં કાર્યરત છે. સ્પોર્ટસ, રાજનીતિ, બિઝનેસ, 'ટેક્નોલોજી, હેલ્થ અને રાષ્ટ્રીય-આંતરરાષ્ટ્રીય સમાચાર પર ખાસ નજર રાખે છે. ક્રિકેટ એમનું પેશન છે, ક્રિકેટ જગતના અવનવા રેકોર્ડની જાણકારી અને સમજ હોવાની સાથે તેઓ જુલાઈ 2017થી Z 24 Kalakમાં ચીફ સબ એડિટર તરીકે ફરજ બજાવે છે. આ પહેલાં એમને ETV Bharat અને News 18માં પણ કામ કર્યું છે. અર્થશાસ્ત્રમાં સ્નાતક હોવાની સાથે તેઓ સૌરાષ્ટ્ર યુનિવર્સસિટીમાંથી પત્રકારત્વનો અભ્યાસ કરી ચૂક્યા છે. 

ZEENEWS TRENDING STORIES