SOCIAL MEDIA

Newsletter

PARTNER SITES
Select Language Select State

Honda Cars Discount: હોન્ડા સિટીથી લઈને અમેઝ સુધી, આ મહિને કારની ખરીદી પર મળી રહ્યું છે બમ્પર ડિસ્કાઉન્ટ

Honda cars Discount: નવેમ્બર 2026મા હોન્ડા પોતાની ગાડીઓ પર ભારે છૂટ આપી રહી છે. હોન્ડા સિટી પર 1.86 લાખ અને અમેઝ પર શાનદાર ફાયદા મળી રહ્યાં છે. જાણો ઓફર્સની સંપૂર્ણ વિગત.

Written By Gokani Dhaval
Published: Nov 15, 2026, 04:27 PM IST | Updated: Nov 15, 2026, 04:30 PM IST
Join

Honda cars Discount: જો તમે પણ આ દિવસોમાં નવી કાર ખરીદવાનું વિચારી રહ્યાં છો તો આ સમાચાર તમારા માટે ઉપયોગી સાબિત થઈ શકે છે. કારણ કે ફેસ્ટિવ સિઝન ખતમ થયા બાદ પણ હોન્ડા કંપની શાનદાર ડિસ્કાઉન્ટ ઓફર આપી રહી છે.

તમને જણાવી દઈએ કે કંપની આ મહિને કેટલીક કાર પર બમ્પર છૂટ આપી રહી છે. કંપનીની સૌથી લોકપ્રિય સેડાન હોન્ડા સિટીથી લઈને અમેઝના નવા અને જૂના બંને મોડલ્સ પર ભારે ફાયદો આપવામાં આવી રહ્યો છે. આવો જાણીએ આ મહિને કઈ હોન્ડા કાર પર તમને કેટલી બચત કરવાની તક મળી રહી છે.

હોન્ડા સિટી પર મળી રહ્યો છે મોટો ફાયદો

મહત્વનું છે કે નવેમ્બરમાં સૌથી મોટું ડિસ્કાઉન્ટ હોન્ડાની ફ્લેગશિપ સેડાન હોન્ડા સિટી પર મળી રહ્યું છે. કંપનીની આ શાનદાર કારને ઘરે લાવવા પર ગ્રાહકોને કુલ 1.86 લાખ રૂપિયા સુધીનો મોટો ફાયદો મળી રહ્યો છે.

તમારી પાસે શાનદાર રાઇડિંગ ક્વોલિટી, શાનદાર કેબિન સ્પેસ અને જબરદસ્ત સેફ્ટી માટે જાણીતી આ સેડાનને ખરીદવાની સુવર્ણ તક છે. જો તમે એક પ્રીમિયમ અને સ્ટાઇલિશ સેડાન શોધી રહ્યાં છો તો આ ડીલ તમારા માટે ફાયદાકારક સાબિત થઈ શકે છે.

આ પણ વાંચોઃ Heroની નવી સરપ્રાઇઝ! રસ્તા પર દોડતી જોવા મળી નવી બાઈક, જાણો

અમેઝ પર પણ મળી રહી છે છૂટ

તો હોન્ડાની કોમ્પેક્ટ સેડાન અમેઝને પણ ડિસ્કાઉન્ટ લિસ્ટમાં સામેલ કરવામાં આવી છે. તાજેતરમાં બજારમાં આવેલી ત્રીજી જનરેશનની નવી અમેઝ પર ગ્રાહકોને કુલ 66800 રૂપિયા સુધીનો ફાયદો મળી રહ્યો છે.

જો તમે થોડા ઓછા બજેટમાં ગાડી ખરીદવા ઈચ્છો છો તો તે માટે બીજી જનરેશનની જૂની અમેઝ પર પણ 57600 રૂપિયા સુધીની છૂટ આપવામાં આવી રહી છે. ઓછી કિંમતમાં શાનદાર માઇલેજ અને કમ્ફર્ટ ઇચ્છનાર માટે આ એક સારો વિકલ્પ છે.

આ ગાડીઓ પર મળી રહી છે કોર્પોરેટ ઓફર્સ

મહત્વનું છે કે અહીં એક તરફ સિટી અને અમેઝ પર કેશ ડિસ્કાઉન્ટ અને ઘણા મોટા ફાયદા મળી રહ્યાં છે. તો કંપનીની પોપ્યુલર એસયુવી હોન્ડા એવિલેટ અને ઝેડઆર-વી પર કોઈ સીધુ મોટું ડિસ્કાઉન્ટ જાહેર કરવામાં આવ્યું નથી.

પરંતુ કેટલીક કોર્પોરેટ કંપનીઓમાં કામ કરતા કર્મચારીઓ માટે હોન્ડા પોતાની તમામ ગાડીઓ પર ખાસ કોર્પોરેટ ઓફર આપી રહી છે. જેનાથી બચત કરી શકાય છે.

30 નવેમ્બર સુધી ચાલશે ઓફર

મહત્વનું છે કે હોન્ડા તરફથી મળનાર આ તમામ ડિસ્કાઉન્ટ ઓફર્સ 30 નવેમ્બર 2026 સુધી મળશે. જો તમારે પણ કાર ખરીદવી હોય તો તમારા નજીકના ડીલરની મુલાકાત લઈ ડિસ્કાઉન્ટ વિશે વધુ માહિતી મેળવી શકો છો.
 

Add Zee News as a Preferred Source
TAGS:

About the Author

ધવલ ગોકાણી 14 વર્ષથી પત્રકારત્વમાં કાર્યરત છે. સ્પોર્ટસ, રાજનીતિ, બિઝનેસ, 'ટેક્નોલોજી, હેલ્થ અને રાષ્ટ્રીય-આંતરરાષ્ટ્રીય સમાચાર પર ખાસ નજર રાખે છે. ક્રિકેટ એમનું પેશન છે, ક્રિકેટ જગતના અવનવા રેકોર્ડની જાણકારી અને સમજ હોવાની સાથે તેઓ જુલાઈ 2017થી Z 24 Kalakમાં ચીફ સબ એડિટર તરીકે ફરજ બજાવે છે. આ પહેલાં એમને ETV Bharat અને News 18માં પણ કામ કર્યું છે. અર્થશાસ્ત્રમાં સ્નાતક હોવાની સાથે તેઓ સૌરાષ્ટ્ર યુનિવર્સસિટીમાંથી પત્રકારત્વનો અભ્યાસ કરી ચૂક્યા છે. 
Read More

ZEENEWS TRENDING STORIES