ફ્રી LPG સિલિન્ડરથી લઈને e-KYC સુધી... નવેમ્બરમાં થશે ૩ મોટા ફેરફાર, દરેક ગ્રાહકોને જાણવા જરૂરી
LPG Cylinder Rules: દિવાળીના અવસરે ઉત્તર પ્રદેશ અને દિલ્હીની સરકારો તેમના વિવિધ વર્ગના ગ્રાહકોને મફત એલપીજી સિલિન્ડર પૂરા પાડી રહી છે. આ સાથે જ ગ્રાહકો 1 નવેમ્બરથી કિંમતોમાં થનારા ફેરફાર પર પણ નજર રાખી રહ્યા છે.
LPG Cylinder Rules: નવેમ્બર મહિનો શરૂ થવા જઈ રહ્યો છે. આ મહિનામાં ધનતેરસ અને દિવાળી જેવા મોટા તહેવારો આવે છે. પરિણામે તહેવારોની આ સિઝન દરમિયાન ગ્રાહકોની નજર LPG ગેસ સિલિન્ડરના ભાવ પર ટકેલી છે. આ દરમિયાન કેટલાક રાજ્યોએ લાભાર્થીઓના ચોક્કસ વર્ગોને મફત એલપીજી સિલિન્ડર આપવાની જાહેરાત કરી છે. વધુમાં નિયમોમાં થયેલા તાજેતરના ફેરફારોની અસર પણ ગ્રાહકો પર પડી શકે છે.
દિવાળી પહેલાં આ સરકારે અન્નદાતા માટે ખોલી તિજોરી! 1.5 કરોડ ખેડૂતોના ખાતામાં આવશે રૂપિયા 5000
મફત LPG સિલિન્ડર
દિવાળીના અવસરે ઉત્તર પ્રદેશ અને દિલ્હીની સરકારો અમુક ગ્રાહકોને મફત એલપીજી સિલિન્ડર આપી રહી છે. થોડા મહિનાઓ પહેલાં એવી જાહેરાત કરવામાં આવી હતી કે દિલ્હીમાં રેશન કાર્ડ ધરાવતા તમામ પરિવારોને વાર્ષિક બે એલપીજી સિલિન્ડરની કિંમત જેટલી આર્થિક સહાય આપવામાં આવશે. જે હોળી અને દિવાળીના તહેવારો પર મળશે.
આ સહાય ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર દ્વારા પરિવારના વડાના આધાર-લિંક્ડ બેંક ખાતામાં સીધી જમા કરવામાં આવશે. તેવી જ રીતે, ઉત્તર પ્રદેશમાં યોગી સરકાર દિવાળી દરમિયાન ઉજ્જવલા યોજનાના લાભાર્થીઓને મફત એલપીજી સિલિન્ડર પૂરા પાડે છે. આ યોજના હેઠળ રાજ્યના 1.5 કરોડથી વધુ લાભાર્થીઓ આવરી લેવામાં આવ્યા છે.
ભાવમાં ફેરફાર
ઓઈલ કંપનીઓ દર મહિનાની પહેલી તારીખે કોમર્શિયલ અને ઘરેલુ એલપીજી સિલિન્ડરના ભાવમાં ફેરફાર કરે છે. તેથી 1 નવેમ્બરથી ભાવમાં ફરી ફેરફાર થઈ શકે છે. ઉલ્લેખનીય છે કે હોટલ-રેસ્ટોરન્ટ અને અન્ય વ્યાવસાયિક સંસ્થાઓમાં કોમર્શિયલ સિલિન્ડરનો મોટાપાયે ઉપયોગ થાય છે.
કોમર્શિયલ સિલિન્ડરના ભાવ આંતરરાષ્ટ્રીય ઊર્જા બજાર, ક્રૂડ ઓઈલના ભાવ અને ગેસ પુરવઠાની સ્થિતિ જેવા પરિબળો પર આધારિત હોય છે. તેથી વેપારીઓનું ધ્યાન નવેમ્બરની શરૂઆતમાં નવા ભાવ લાગુ થશે, એના પર છે. જ્યાં સુધી ઘરેલુ એલપીજી સિલિન્ડરની વાત છે, તો ગુજરાતમાં હાલમાં તેનો ભાવ ₹949 છે.
e-KYC ફરજિયાત
એલપીજી ગ્રાહકો માટે આધાર-આધારિત e-KYC કરાવવું પણ ફરજિયાત છે. પેટ્રોલિયમ અને કુદરતી ગેસ મંત્રાલયના નિર્દેશો અનુસાર, e-KYCની આ આવશ્યકતા સત્તાવાર રીતે 1 ઓક્ટોબર, 2026થી અમલમાં આવી ગઈ છે. જે ગ્રાહકોએ તેમનું authentication પહેલેથી જ કરાવેલું છે, તેમણે ફરીથી કરવાની જરૂર નથી. જે પાત્ર ગ્રાહકો e-KYC પ્રક્રિયા પૂર્ણ નહીં કરાવે, તેમને વેરિફિકેશન પૂર્ણ ન થાય ત્યાં સુધી સબસિડીવાળા ગેસ સિલિન્ડર મળશે નહીં.
LPG e-KYC કેવી રીતે કરવું?
ગ્રાહકો તેમના સંબંધિત ગેસ વિતરકની સત્તાવાર એપ અથવા વેબસાઇટ દ્વારા આધાર ઓથેન્ટિકેશન પ્રક્રિયા કરી શકે છે. આ માટે ગ્રાહકો નીચે મુજબની એપનો ઉપયોગ કરી શકે છે:
- ઈન્ડેન ગ્રાહકો: 'IndianOil One' એપનો ઉપયોગ કરી શકે છે.
- ભારત ગેસ ગ્રાહકો: 'Hello BPCL' એપ દ્વારા સંબંધિત સુવિધાનો ઉપયોગ કરી શકે છે.
- HP ગેસ ગ્રાહકો: 'HP Pay' એપ પર ઉપલબ્ધ e-KYC વિકલ્પનો ઉપયોગ કરી શકે છે.
આ પ્રક્રિયામાં આધાર-આધારિત ફેસ ઓથેન્ટિકેશન કરવાની જરૂર પડી શકે છે.