SOCIAL MEDIA

Newsletter

PARTNER SITES
Select Language Select State

Best Cars Under 5 Lakh: માત્ર ₹5 લાખના બજેટમાં મળશે SUV જેવો અહેસાસ, આ 4 કાર છે શાનદાર

Best Cars Under 5 Lakh: જો તમારૂ બજેટ 5 લાખ રૂપિયા સુધી છે અને તમે એસયુવી જેવો લુક તથા ઊંચુ સીટિંગ ઈચ્છો છો, તો ભારતીય બજારમાં ઉપલબ્ધ આ 4 શાનદાર બજેટ કાર તમારા માટે સૌથી સારો વિકલ્પ છે.

Written By Gokani Dhaval
Published: Nov 19, 2026, 11:45 IST | Updated: Nov 19, 2026, 11:47 IST
Join

Best Cars Under 5 Lakh: આપણા દેશમાં વર્તમાન સમયમાં SUV ગાડીઓનો ટ્રેન્ડ જોવા મળી રહ્યો છે. રસ્તાઓ પર એસયુવી કારો જોવા મળી રહી છે. પરંતુ ભારતમાં મોટા ભાગની કોમ્પેક્ટ એસયુવી કારની કિંમત 7 લાખથી 10 લાખ વચ્ચે હોય છે, જે દરેકના બજેટમાં ફિટ બેસતી નથી. જેના કારણે બધા લોકો એસયુવી કાર ખરીદી શકતા નથી.

પરંતુ જો તમારૂ બજેટ માત્ર પાંચ લાખ રૂપિયાની આસપાસ છે, ત્યારે પણ તમારે નિરાશ થવાની જરૂર નથી. કારણ કે દેશમાં ઘણી એવી બજેટ-ફ્રેન્ડલી કાર ઉપલબ્ધ છે. આવો જાણીએ 5 લાખ રૂપિયાથી ઓછી શરૂઆતી કિંમતમાં આવતી 4 શાનદાર ગાડીઓ વિશે જે ઓછા બજેટમાં એસયુવી જેવો અહેસાસ આપે છે.

મારૂતિ સુઝુકી એસ-પ્રેસો

પ્રથમ સ્થાન પર છે મારૂતિ સુઝુકી એસ-પ્રેસો જેને કંપની મિની એસયુવી તરીકે પ્રમોટ કરે છે. તેની શરૂઆતી એક્સ-શોરૂમ કિંમત માત્ર 3.50 લાખ રૂપિયાથી શરૂ થાય છે અને ટોપ વેરિએન્ટમાં 5.27 લાખ રૂપિયા સુધી જાય છે.

જ્યારે તેની બોક્સી ડિઝાઇન, ઊંચુ બોનેટ, 180mm નું ગ્રાઉન્ડ ક્લીયરન્સ અને કમાન્ડિંગ સીટિંગ પોઝીશન તેને એક નાની એસયુવી જેવી ફીલ આપે છે. તેમાં 1.0-લીટર પેટ્રોલ એન્જિન મળે છે. જે પેટ્રોલ પર આશરે 24-25 kmpl અને CNG પર 32.73 km/kg સુધીની શાનદાર માઇલેજ આપે છે.

રેનો ક્વિડ

તો ઓછા બજેટમાં સ્ટાઇલિશ અને મસ્કુલર લુક ઈચ્છતા લોકો માટે રેનો ક્વિડ એક સારો વિકલ્પ છે. તેની શરૂઆતી એક્સ-શોરૂમ કિંમત 4.53 લાખ રૂપિયા છે. ક્વિડની એસયુવી સ્ટાઇલ ફ્રંટ ગ્રિલ, વ્હીલ આર્ચ ક્લેડિંગ અને 184mm નું ઊંચુ ગ્રાઉન્ડ ક્લીયરન્સ તેને ભીડમાં અલગ ઓળખ આપે છે.

તો તેમાં 1.0-લીટરનું એન્જિન આપવામાં આવ્યું છે, જે મેનુઅલ અને AMT બંને ગિયરબોક્સ વિકલ્પની સાથે આવે છે અને લગભગ 21-22 kmpl ની માઇલેજ આપે છે.

આ પણ વાંચોઃ Best Mileage SUV: 29 kmpl સુધીની માઈલેજ અને SUVનો દમદાર અંદાજ, આ 5 ગાડીઓ છે ખાસ

સિટ્રોએન C3 X

જો તમે 5 લાખ રૂપિયાથી ઓછા બજેટમાં એક મોટી અને પહોળી ગાડી ઈચ્છો છો જેનો લુક બિલ્કુલ ક્રોસઓવર એસયુવી જેવો હોય તો સિટ્રોએન C3 X નું બેસ વેરિએન્ટ તમારા માટે શાનદાર સાબિત થઈ શકે છે.

આ કારની શરૂઆતી એક્સ-શોરૂમ કિંમત 4.99 લાખ રૂપિયાથી શરૂ થાય છે. તેમાં 1.2-લીટરનું દમદાર એન્જિન, સારી કેબિન સ્પેસ મળે છે. ખરાબ રસ્તા પર પણ તે એસયુવી જેમ આરામદાયક સફર આપે છે.

ટાટા ટિયાગો

મહત્વનું છે કે ટાટા ટિયાગો એક હેચબેક કાર છે પરંતુ તેની મજબૂત બિલ્ડ ક્વોલિટી, 170mm નું ગ્રાઉન્ડ ક્લીયરન્સ અને મજબૂત રોડ પ્રેઝન્ટ્સ કોઈ નાની એસયુવીથી ઓછી લાગતી નથી. માત્ર 4.70 લાખ રૂપિયાની શરૂઆતી કિંમતમાં આવતી આ કારમાં 1.2-લીટરનું 3 સિલિન્ડર એન્જિન મળે છે અને તે પેટ્રોલ તથા સીએનજી બંને વિકલ્પોમાં ઉપલબ્ધ છે.
 

Add Zee News as a Preferred Source
TAGS:

About the Author

ધવલ ગોકાણી 14 વર્ષથી પત્રકારત્વમાં કાર્યરત છે. સ્પોર્ટસ, રાજનીતિ, બિઝનેસ, 'ટેક્નોલોજી, હેલ્થ અને રાષ્ટ્રીય-આંતરરાષ્ટ્રીય સમાચાર પર ખાસ નજર રાખે છે. ક્રિકેટ એમનું પેશન છે, ક્રિકેટ જગતના અવનવા રેકોર્ડની જાણકારી અને સમજ હોવાની સાથે તેઓ જુલાઈ 2017થી Z 24 Kalakમાં ચીફ સબ એડિટર તરીકે ફરજ બજાવે છે. આ પહેલાં એમને ETV Bharat અને News 18માં પણ કામ કર્યું છે. અર્થશાસ્ત્રમાં સ્નાતક હોવાની સાથે તેઓ સૌરાષ્ટ્ર યુનિવર્સસિટીમાંથી પત્રકારત્વનો અભ્યાસ કરી ચૂક્યા છે. 
Read More

ZEENEWS TRENDING STORIES