SOCIAL MEDIA

Newsletter

PARTNER SITES
Select Language Select State

દિવાળીમાં કાર ખરીદવાનો પ્લાન? માઇલેજ 27 કિમી સુધી, ભાવ 5.75 લાખથી શરૂ, ઓછા બજેટમાં શાનદાર SUV

Best Petrol SUVs under 10 Lakh: આ દિવાળી 2026મા નવી કાર ખરીદવાનો પ્લાન છે? જુઓ 10 લાખ રૂપિયાના બજેટમાં આવતી Tata Punch, Hyundai Exter, Fronx, Magnite જેવા વિકલ્પ.

Written By Gokani Dhaval
Published: Nov 03, 2026, 03:32 PM IST | Updated: Nov 03, 2026, 03:34 PM IST
Join

Diwali 2026 ની તહેવારી સિઝનની શાનદાર ઓફર્સનો ફાયદો ઉઠાવવા અને પોતાના માટે નવી ગાડી ખરીદવાનો શાનદાર સમય છે. જો આ દિવાળી તમારી વિશ-લિસ્ટમાં એક દમદાર SUV સામેલ છે અને તમારૂ બજેટ 10 લાખ રૂપિયા સુધીનું છે તો ભારતીય ઓટોમોબાઈલ બજારમાં Maruti Suzuki, Tata Motors અને Hyundai જેવી દિગ્ગજ કંપનીઓના શાનદાર પેટ્રોલ મોડલ્સ ઉપલબ્ધ છે. આ ગાડીઓ ન માત્ર રોજિંદા ઉપયોગ માટે પ્રેક્ટિકલ છે, પરંતુ તેમાં દમદાર ફીચર્સની સાથે-સાથે શાનદાર માઇલેજ પણ મળે છે.

Tata Punch: સુરક્ષા અને મજબૂતીનો ભરોસો

આ બજેટમાં ટાટા પંચ તમારા માટે દિવાળી 2026ની સૌથી વિશ્વાસપાત્ર અને સુરક્ષિક માઇક્રો-એસયુવી સાબિત થઈ શકે છે. પોતાના લેટેસ્ટ અપડેટ બાદ આ એસયુવીનો નવો સ્ટાઇલિશ લુક, વધુ ફીચર્સ અને ઘણા પાવરટ્રેન વિકલ્પ આપવામાં આવ્યા છે. આ એસયુવીમાં 1.2-લીટરનું નેચરલી એસ્પિરેટેડ પેટ્રોલ એન્જિન મળે છે, જે 87hp નો પાવર અને 115Nm નો ટોર્ક જનરેટ કરે છે. તેને 5-સ્પીડ મેનુઅલ કે AMT ગિયરબોક્સની સાથે ખરીદી શકાય છે. આ સાથે કંપની તેમાં CNG વિકલ્પ પણ આપે છે. ટાટાની આ લોકપ્રિય એસયુવીની શરૂઆતી એક્સ-શોરૂમ કિંમત 5.75 લાખ રૂપિયા છે અને તેના ઘણા શાનદાર પેટ્રોલ વેરિએન્ટ 10 લાખ સુધીની કિંમતમાં મળી જાય છે.

આ પણ વાંચોઃ એક રિચાર્જ અને પતિ-પત્ની બંનેને મળશે અનલિમિટેડ 4G-5G ડેટા, આ કંપનીનો જબરદસ્ત ફેમિલી પ્લાન

Hyundai Exter: મોડર્ન ફીચર્સ અને સેફ્ટીનો કોમ્બો

10 લાખ રૂપિયાથી ઓછા બજેટમાં બીજો સૌથી શાનદાર અને વિચાર કરવા લાયક વિકલ્પ Hyundai Exter છે. કોમ્પેક્ટ પેટ્રોલ એસયુવી ઇચ્છનાર ગ્રાહકો માટે આ સારી કાર છે. તેમાં 1.2-લીટરનું કપ્પા ફોર-સિલિન્ડર પેટ્રોલ એન્જિન મળે છે, જે 82hp નો પાવર અને 113.8Nm નો ટોર્ક જનરેટ કરે છે. ટ્રાન્સમિશન માટે તેમાં 5-સ્પીડ મેનુઅલ અને AMT ગિયરબોક્સનો વિકલ્પ આપવામાં આવ્યો છે.

આ કારની સૌથી મોટી ખાસિયત તેની સુરક્ષા છે, તેમાં છ એરબેગ, ઈલેક્ટ્રોનિક સ્ટેબિલિટી કંટ્રોલ અને હિલ-સ્ટાર્ટ અસિસ્ટ જેવા જરૂરી સેફ્ટી ફીચર્સ સ્ટાન્ડર્ડ (બધા વેરિએન્ટમાં) મળે છે. વેરિએન્ટ પ્રમાણે ગ્રાહકોને તેમાં ટચસ્ક્રીન ઈન્ફોટેનમેન્ટ સિસ્ટમ, વાયરલેસ સ્માર્ટફોન કનેક્ટિવિટી અને ડિજિટલ ઈન્સ્ટ્રૂમેન્ટ ક્લસ્ટર જેવી મોડર્ન ખુબીઓ પણ મળી રહી છે.

Renault Kiger: સ્ટાઇલિશ ડિઝાઇન અને ટર્બો એન્જિનની મજા

આ બજેટમાં વધુ એક શાનદાર કોમ્પેક્ટ  SUV Renault Kiger છે, જે સ્ટાઇલ અને સ્પેસનો શાનદાર તાલમેલ આપે છે. આ કારમાં 1.0-લીટર નેચરલી એસ્પિરેટેડ પેટ્રોલ એન્જિન મળે છે, જે 71hp નો પાવર આપે છે, જ્યારે વધુ પાવર જોઈએ તો તેમાં 99Hp વાલો ટર્બો પેટ્રોલ એન્જિનનો વિકલ્પ પણ ઉપલબ્ધ છે. તેમાં બંને ગિયરબોક્સનો વિકલ્પ મળે છે. આ કારની શરૂઆતી કિંમત 5.81 લાક રૂપિયા છે.

આ પણ વાંચોઃ દિવાળી પર સસ્તામાં ઘરે લાવો નવી કાર: ટાટાથી લઈને મારુતિ સુધીની આ હેચબેક ગાડીઓ પર મળી રહ્યું છે બમ્પર ડિસ્કાઉન્ટ

Nissan Magnite: ઓછી કિંમતમાં 360- ડિગ્રી કેમેરાની ખુબીઓ

Nissan Magnite ને Renault Kiger વાળા પ્લેટફોર્મ પર બનાવવામાં આવી છે, પરંતુ તેની ડિઝાઇન અને સ્ટાઇલિંગમાં તમને અંતર જોવા મળશે. આ કાર પણ 1.0-લીટર નેચરલી એસ્પિરેટેડ પેટ્રોલ એન્જિન અને એક પાવરફુલ ટર્બો-પેટ્રોલ એન્જિનની સાથે આવે છે. ટ્રાન્સમિશન માટે તેમાં મેનુઅલ, એએમટી અને CVT ગિયરબોક્સ વિકલ્પ આપવામાં આવ્યા છે. મેગ્નાઇટની શરૂઆતી એક્સ-શોરૂમ કિંમત 5.69 લાખ રૂપિયા છે. તેના પસંદગીના વેરિએન્ટમાં ટચસ્ક્રીન ઇન્ફોટેનમેન્ટ સિસ્ટમ, ડિજિટલ ઈન્સ્ટ્રુમેન્ટ ક્લસ્ટર અને આ સેગમેન્ટમાં ખાસ મનાતો 360-ડિગ્રી કેમેરા જેવા શાનદાર ફીચર્સ આપવામાં આવ્યા છે.

Maruti Suzuki Fronx: સ્પોર્ટી ક્રોસઓવર અને મારૂતિનો ભરોસો

Maruti Suzuki ની Fronx પણ આ દિવાળીમાં તમારા માટે શાનદાર પસંદ હોઈ શકે છે, જલ્દી તેનો ફેસલિફ્ટ અવતાર પણ આવી શકે છે. આ કારમાં 1.2 લીટર નેચરલી એસ્પિરેટેડ પેટ્રોલ એન્જિન મળે છે, જે 88hp નો પાવર અને 113Nm નો ટોર્ક જનરેટ કરે છે. તેમાં 5-સ્પીડ મેનુઅલ કે એએમટી ગિયરબોક્સ આવે છે. ભારતમાં તેની શરૂઆતી એક્સ-શોરૂમ કિંમત 6.90 લાખ રૂપિયા છે અને તેના Sigma, Delta અને Delta+ વેરિએન્ટ 10 લાખની અંદર આવી જાય છે. તેમાં મળનાર મુખ્ય ફીચર્સમાં ઓટોમેટિક ક્લાઇમેટ કંટ્રોલ અને એક શાનદાર ટચસ્ક્રીન ઇન્ફોટેનમેન્ટ સિસ્ટમ સામેલ છે.

 

Add Zee News as a Preferred Source
TAGS:

About the Author

ધવલ ગોકાણી 14 વર્ષથી પત્રકારત્વમાં કાર્યરત છે. સ્પોર્ટસ, રાજનીતિ, બિઝનેસ, 'ટેક્નોલોજી, હેલ્થ અને રાષ્ટ્રીય-આંતરરાષ્ટ્રીય સમાચાર પર ખાસ નજર રાખે છે. ક્રિકેટ એમનું પેશન છે, ક્રિકેટ જગતના અવનવા રેકોર્ડની જાણકારી અને સમજ હોવાની સાથે તેઓ જુલાઈ 2017થી Z 24 Kalakમાં ચીફ સબ એડિટર તરીકે ફરજ બજાવે છે. આ પહેલાં એમને ETV Bharat અને News 18માં પણ કામ કર્યું છે. અર્થશાસ્ત્રમાં સ્નાતક હોવાની સાથે તેઓ સૌરાષ્ટ્ર યુનિવર્સસિટીમાંથી પત્રકારત્વનો અભ્યાસ કરી ચૂક્યા છે. 

ZEENEWS TRENDING STORIES