SOCIAL MEDIA

Newsletter

PARTNER SITES
Select Language Select State

લોન્ચ થશો સસ્તો 5G ફોન, 5000mAh ની બેટરી, 120Hz ની ડિસ્પ્લે અને મળશે આઇફોન જેવો લુક

શું તમે પણ 5G સ્માર્ટફોન ખરીદવાનો પ્લાન બનાવી રહ્યાં છો તો તમારા માટે સારા સમાચાર છે. ભારતમાં એક સસ્તો 5G સ્માર્ટફોન લોન્ચ થયો છે, જેનું નામ Itel City 300 5G છે. તેમાં 5000mAh ની બેટરી આપવામાં આવી છે. સાથે 120Hz નો રિફ્રેશ રેટ આપવામાં આવ્યો છે. આ ફોનનો લુક આઈફોન એર જેવો લાગે છે.

Written By Gokani Dhaval
Published: Oct 15, 2026, 01:48 PM IST | Updated: Oct 15, 2026, 01:54 PM IST
Join

ભારતમાં એક નવો સ્માર્ટ અને સસ્તો 5G સ્માર્ટફોન લોન્ચ થયો છે. તેનું નામ Itel City 300 5G છે. આ સ્માર્ટફોનમાં 5000mAh ની બેટરી, 120Hz નો રિફ્રેશ રેટ મળશે. બેક પેનલ પર iPhone Air જેવો લુક મળે છે.

Itel City 300 5G ની કિંમત 1499 રૂપિયા છે. તેમાં 4GB RAM અને 64GB ઈન્ટરનલ સ્ટોરેજ મળે છે. માઇક્રોએસડી કાર્ડની મદદથી 1TB સુધી સ્ટોરેજ વધારવાની સુવિધા મળે છે. આ સ્માર્ટફોન સ્લિમ પ્રોફાઇલની સાથે લોન્ચ થયો, જેની થિકનેસ 8.4mm છે.

Itel City 300 5G ના સ્પેસિફિકેશન
Itel City 300 5G માં 6.67 ઇંચની HD+ ડિસ્પ્લે આપવામાં આવી છે, જેમાં 720×1600 પિક્સલ રેઝોલ્યુશન મળે છે. તેમાં 120Hz નો રિફ્રેશ રેટ્સ મળે ચે, જે સ્ક્રોલિંગ એક્સપીરિયન્સને સારો બનાવે છે. સાથે ગેમિંગનો અનુભવ શાનદાર રહે છે.

આ પણ વાંચોઃ હવે અજાણ્યા નંબરથી છેતરાવાનું બંધ: 1 નવેમ્બરથી મોટો ફેરફાર: મોબાઈલ સ્ક્રીન પર દેખાશે કોલરનું નામ!

Itel City 300 5G માં પ્રોસેસર
Itel City 300 5G માં Unisoc T8200 ઓક્ટાકોર 6nm પ્રોસેસરનો ઉપયોગ કરવામાં આવ્યો છે, જેની સાથે Mali-G57 MC2 GPU આપવામાં આવ્યું છે. તેમાં 4GB LPDDR4x RAM આપવામાં આવી છે અને 64GB ઈન્ટરનલ સ્ટોરેજ મળે છે. તેમાં 1TB સુધીનું માઇક્રોએસડી કાર્ડ લગાવી શકશો.  Itel City 300 5G એન્ડ્રોયડ ગો એડિશન પર કામ કરે છે. તેમાં બ્લોટવેયર એપ્સ મળતી નથી.

Itel City 300 5G કેમેરો
Itel City 300 5G માં 13MP નો પ્રાઇમરી કેમેરા આપવામાં આવ્યો છે, જેની સાથે LED ફ્લેશ લાઇટ આપવામાં આવી છે. રિયર કેમેરાની મદદથી 2K 30fps પર વીડિયો રેકોર્ડિંગ કરી શકાશે. 8 મેગાપિક્સલનો સેલ્ફી કેમેરો આપવામાં આવ્યો છે, જે f/2.2 અપર્ચરની સાથે આવે છે.

Itel City 300 5G ની બેટરી
Itel City 300 5G માં 5000mAh ની બેટરી આપવામાં આવી છે, જેની સાથે 10W નો ફાસ્ટ ચાર્જિંગ સપોર્ટ મળે છે. ફોન બોક્સની સાથે ચાર્જર મળશે.

Itel City 300 5G માં સાઇડ માઉન્ટેડ ફિંગરપ્રિન્ટ સેન્સર આપવામાં આવ્યું છે, જે લોક સ્માર્ટફોનને અનલોક કરે છે. તેમાં ફેસ અનલોક ફીચર પણ છે.

 

 

Add Zee News as a Preferred Source
TAGS:

About the Author

ધવલ ગોકાણી 14 વર્ષથી પત્રકારત્વમાં કાર્યરત છે. સ્પોર્ટસ, રાજનીતિ, બિઝનેસ, 'ટેક્નોલોજી, હેલ્થ અને રાષ્ટ્રીય-આંતરરાષ્ટ્રીય સમાચાર પર ખાસ નજર રાખે છે. ક્રિકેટ એમનું પેશન છે, ક્રિકેટ જગતના અવનવા રેકોર્ડની જાણકારી અને સમજ હોવાની સાથે તેઓ જુલાઈ 2017થી Z 24 Kalakમાં ચીફ સબ એડિટર તરીકે ફરજ બજાવે છે. આ પહેલાં એમને ETV Bharat અને News 18માં પણ કામ કર્યું છે. અર્થશાસ્ત્રમાં સ્નાતક હોવાની સાથે તેઓ સૌરાષ્ટ્ર યુનિવર્સસિટીમાંથી પત્રકારત્વનો અભ્યાસ કરી ચૂક્યા છે. 

ZEENEWS TRENDING STORIES