આવી ગયું WPL 2027નું શેડ્યૂલ, RCB અને મુંબઈ ઈન્ડિયન્સ વચ્ચે પ્રથમ મેચ, આ દિવસે રમાશે ફાઈનલ
WPL 2027 Schedule : મહિલા પ્રીમિયર લીગ (WPL)ની આગામી સીઝન 14 જાન્યુઆરીથી શરૂ થશે. ફાઈનલ મેચ 7 ફેબ્રુઆરીએ રમાશે. આ વખતે ટુર્નામેન્ટની તમામ 22 મેચો વડોદરા અને મુંબઈમાં યોજાશે.
WPL 2027 Schedule : BCCIએ વિમેન્સ પ્રીમિયર લીગ (WPL)ની આગામી સીઝન માટેનું શેડ્યૂલ જાહેર કર્યું છે. આ ટુર્નામેન્ટની શરૂઆત 14 જાન્યુઆરીએ ડિફેન્ડિંગ ચેમ્પિયન રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ (RCB) અને બે વખતની ચેમ્પિયન મુંબઈ ઈન્ડિયન્સ વચ્ચેની મેચથી થશે. WPLની ફાઈનલ 7 ફેબ્રુઆરીએ રમાશે. આ સીઝનમાં મેચોનું આયોજન મુંબઈ અને વડોદરામાં કરવામાં આવશે. વિમેન્સ પ્રીમિયર લીગની આ સીઝનમાં કુલ 22 મેચો રમાશે. અત્યાર સુધી RCB અને મુંબઈ ઈન્ડિયન્સ બંનેએ બે-બે વખત ટાઈટલ જીત્યા છે, હવે આ ટુર્નામેન્ટને ત્રીજો ચેમ્પિયન મળી શકે છે.
વિરાટ કોહલીએ તોડ્યો સચિન તેંડુલકરનો રેકોર્ડ, આ મામલે બન્યો નંબર-1 બેટ્સમેન
પ્રથમ તબક્કો વડોદરામાં
ટુર્નામેન્ટનો પ્રથમ તબક્કો વડોદરામાં યોજાશે, જેમાં કોટામ્બી સ્ટેડિયમ ખાતે 11 મેચો રમાશે. આ તબક્કાની અંતિમ મેચ 24 નવેમ્બરે યુપી વોરિયર્સ અને ગુજરાત જાયન્ટ્સ વચ્ચે રમાશે. ત્યારબાદ ટુર્નામેન્ટ મુંબઈમાં ખસેડવામાં આવશે, જ્યાં 26 જાન્યુઆરીએ મુંબઈ ઈન્ડિયન્સ અને RCB વચ્ચે મુકાબલો થશે. લીગ તબક્કાની છેલ્લી મેચ 3 ફેબ્રુઆરીએ મુંબઈના બ્રેબોર્ન સ્ટેડિયમમાં રમાશે. આ સ્ટેડિયમમાં નવ લીગ મેચો ઉપરાંત પ્લેઓફ મુકાબલા પણ રમાશે.
ટુર્નામેન્ટનું ફોર્મેટ
વિમેન્સ પ્રીમિયર લીગમાં પાંચ ટીમો ભાગ લઈ રહી છે, જેમાં રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ (RCB), મુંબઈ ઈન્ડિયન્સ, યુપી વોરિયર્સ, દિલ્હી કેપિટલ્સ અને ગુજરાત જાયન્ટ્સનો સમાવેશ થાય છે. આ ટુર્નામેન્ટ ડબલ રાઉન્ડ-રોબિન ફોર્મેટમાં રમાશે, જેમાં દરેક ટીમ અન્ય ચાર ટીમો સામે બે-બે વાર ટકરાશે. લીગ સ્ટેન્ડિંગમાં ટોચ પર રહેનારી ટીમ સીધી ફાઈનલ માટે ક્વોલિફાય થશે. બીજા અને ત્રીજા સ્થાને રહેલી ટીમો વચ્ચે એલિમિનેટર મેચ રમાશે, જેમાં વિજેતા ટીમ ફાઈનલમાં સ્થાન મેળવશે.
મેચો કેટલા વાગ્યે થશે શરૂ?
ટુર્નામેન્ટની એલિમિનેટર અને ફાઈનલ મેચ બ્રેબોર્ન સ્ટેડિયમમાં રમાશે. એલિમિનેટર મેચ 5 ફેબ્રુઆરીના રોજ યોજાશે અને તેના બે દિવસ બાદ તે જ સ્થળે ફાઈનલ મેચ રમાશે. આ વખતે તમામ મેચો સાંજે 7:30 વાગ્યે શરૂ થશે અને એક જ દિવસે બે મેચ રાખવામાં આવી નથી.
હજુ સુધી બે ટીમો ફાઈનલમાં પહોંચી શકી નથી
RCB આ સિઝનમાં પોતાના ટાઈટલનો બચાવ કરવાના ઈરાદા સાથે મેદાનમાં ઉતરશે, જોકે તેને મુંબઈ ઈન્ડિયન્સ તરફથી કઠિન પડકાર મળી શકે છે, જેઓ પોતાનું ત્રીજું ટાઈટલ જીતવાનો પ્રયાસ કરશે. દિલ્હી કેપિટલ્સ, જે ગત વખતે ફાઈનલમાં હાર્યું હતું, તેઓ છેલ્લી ચાર સીઝનથી ટ્રોફી જીતવામાં સફળ રહ્યા નથી. જોકે તે ટીમ સતત ફાઈનલ સુધી પહોંચવામાં સફળ રહી છે. બીજી તરફ, યુપી વોરિયર્સ અને ગુજરાત જાયન્ટ્સ હજુ પણ પોતાની પ્રથમ ફાઈનલ રમવાની રાહ જોઈ રહ્યા છે.