WTC પોઈન્ટ્સ ટેબલમાં મોટી ઉથલપાથલ, ઓસ્ટ્રેલિયા ત્રીજા સ્થાને, હવે ભારત ફાઇનલ માટે કેવી રીતે થશે ક્વોલિફાય?
WTC Points Table : દક્ષિણ આફ્રિકા સામે 176 રનની કારમી હારને કારણે ઓસ્ટ્રેલિયાએ વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ (WTC) 2025-27ના પોઈન્ટ ટેબલમાં પોતાનું ટોચનું સ્થાન ગુમાવ્યું છે. બીજી તરફ ભારતીય ટીમ આ ક્રમમાં પાંચમા સ્થાનેથી ચોથા સ્થાને પહોંચી ગઈ છે.
WTC Points Table : કેપ ટાઉનમાં રમાયેલી ત્રીજી ટેસ્ટ મેચમાં ઓસ્ટ્રેલિયાને દક્ષિણ આફ્રિકા સામે 176 રનથી કારમી હારનો સામનો કરવો પડ્યો છે. આ હાર સાથે ઓસ્ટ્રેલિયાએ વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ પોઈન્ટ ટેબલમાં પોતાનું ટોચનું સ્થાન ગુમાવ્યું છે. કેપ ટાઉન ટેસ્ટના અંતિમ દિવસે, ઓસ્ટ્રેલિયાને જીતવા માટે 288 રનની જરૂર હતી, પરંતુ તેની આખી ટીમ બીજી ઇનિંગમાં માત્ર 111 રનમાં ઓલઆઉટ થઈ ગઈ.
નમન ધીર આવતા જ વર્લ્ડ કપ વિનર ખેલાડીનું કપાયું પત્તુ! શું છેલ્લી મેચમાં મળશે તક?
આ હારની સીધી અસર વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપના સ્ટેન્ડિંગ પર પડી છે, જેના કારણે ઓસ્ટ્રેલિયા પ્રથમ સ્થાનેથી ત્રીજા સ્થાને સરકી ગયું છે. બીજી તરફ, ન્યુઝીલેન્ડ વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ પોઈન્ટ ટેબલમાં ટોચના સ્થાને પહોંચી ગયું છે. ત્યારે ભારતની શું સ્થિતિ છે, તેના વિશે આ લેખમાં જાણીશું.
WTC પોઈન્ટ ટેબલમાં મોટી ઉથલપાથલ
વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઇનલમાં પહોંચવાની રેસ અત્યંત રોમાંચક બની ગઈ છે. દક્ષિણ આફ્રિકા સામે 1-2થી શ્રેણી હાર્યા બાદ ઓસ્ટ્રેલિયાનો PCT ઘટીને 69.23 થઈ ગયો છે, જેના કારણે તે ટોચના સ્થાનેથી ત્રીજા સ્થાને આવી ગયું છે. દક્ષિણ આફ્રિકાનો PCT 66.67થી વધીને 71.43 થયો છે, જેનાથી તે બીજા સ્થાને પહોંચી ગયું છે. હવે ન્યુઝીલેન્ડ 72.22ના PCT સાથે વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ પોઈન્ટ ટેબલમાં ટોપ પર છે.
ભારત 51.52ના PCT સાથે ચોથા સ્થાને
ઢાકામાં વેસ્ટ ઈન્ડિઝે બાંગ્લાદેશને હરાવ્યું છે. તેથી ભારત 51.52ના PCT સાથે ચોથા સ્થાને આવી ગયું છે. આ મેચ પહેલાં, બાંગ્લાદેશ 55.56% PCT સાથે ચોથા સ્થાને હતું. તેણે તેની છ મેચોમાંથી ત્રણમાં જીત મેળવી હતી અને એક મેચ ડ્રો રહી હતી. ભારત 51.52% PCT સાથે પાંચમા સ્થાને હતું, જેમાં તેણે 11 મેચોમાં પાંચ જીત અને બે ડ્રો કરી હતી. વેસ્ટ ઈન્ડિઝ 20.83% PCT સાથે આઠમા સ્થાને હતું. બાંગ્લાદેશ હવે 47.61% PCT સાથે પાંચમા સ્થાને છે.
ભારત હવે WTC ફાઈનલ માટે કેવી રીતે ક્વોલિફાય થઈ શકે?
વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ (2025-27) પોઈન્ટ્સ ટેબલમાં, ભારત હાલમાં 51.52% PCT સાથે ચોથા સ્થાને છે. સાત ટેસ્ટ મેચો બાકી છે, જેમાં કુલ 84 પોઈન્ટ્સ દાવ પર છે. ઉપલબ્ધ પોઈન્ટ્સના લગભગ 64% સુધી પહોંચવા માટે, ભારતે ઓછામાં ઓછી પાંચ ટેસ્ટ જીતવી પડશે અને એક ડ્રો કરવી પડશે, અથવા તો છ ટેસ્ટ મેચો જીતવી પડશે. ન્યુઝીલેન્ડના આગામી પ્રવાસ અને ઓસ્ટ્રેલિયા સામેની ઘરઆંગણાની ટેસ્ટ શ્રેણીને ધ્યાનમાં લેતા, ભારતને એકથી વધુ હાર પડવડે તેમ નથી.
ભારતને ન્યુઝીલેન્ડ સામે 1-0 અથવા 2-0થી શ્રેણી જીતવી પડશે અને આ ઉપરાંત ઓસ્ટ્રેલિયા સામેની ઘરઆંગણાની શ્રેણીમાં 4-0, 4-1 અથવા 5-0થી જીત મેળવવી પડશે. જોકે ભારતની સ્થિતિ પડકારજનક છે, પરંતુ તે સંપૂર્ણપણે નિરાશાજનક નથી. જો કે, એક પણ હાર 64%ના લક્ષ્યાંકને જોખમમાં મૂકી શકે છે.