બોલિંગ છોડો, બેટિંગમાં બુમ પડાવી આ ગુજરાતી બોલરે, એશિયા કપની ફાઈનલમાં પાકિસ્તાનને ચટાડી ધૂળ
Who is Mohit Ulva : અંડર-19 એશિયા કપ 2026ની ફાઇનલમાં ભારતે પાકિસ્તાનને 1 વિકેટથી હરાવીને રેકોર્ડ 10મી વખત આ ખિતાબ જીતી લીધો. આ જીતમાં ગુજરાતી બોલરે શાનદાર 49 રન ફટકારીને ભારતને જીત અપાવવામાં મદદ કરી હતી, ત્યારે કોણ છે, આ ગુજરાતી બોલર, તેના વિશે આ લેખમાં જાણીશું.
Who is Mohit Ulva : ક્રિકેટ એ અનિશ્ચિતતાઓની રમત છે, જ્યાં સુધી છેલ્લો બોલ ન ફેંકાય ત્યાં સુધી પરિણામ કંઈ પણ આવી શકે છે. ભારત અને પાકિસ્તાન વચ્ચે રમાયેલી અંડર-19 એશિયા કપની ફાઇનલમાં આજે આ વાત બરાબર સાબિત થઈ. એક તબક્કે ભારતીય ટીમ હારની અણી પર હતી, પરંતુ મોહિત ઉલ્વા અને મનાલ ચૌહાણે ચમત્કાર કર્યો અને ભારતને જીત અપાવી.
ભારતે 252 રનમાં 8 વિકેટ ગુમાવી દીધી હતી, પરંતુ ત્યારબાદ આ બે બેટ્સમેનોએ એવી ઇનિંગ રમી જે લાંબા સમય સુધી યાદ રાખવામાં આવશે. આ બંને બેટ્સમેનોના યોગદાને મેચનું પાસું પલટી નાખ્યું અને ભારતીય ટીમને અંડર-19 એશિયા કપનું ટાઇટલ જીતાડવામાં મદદ કરી.
રોમાંચક મેચમાં પાકિસ્તાનને હરાવીને 9મી વખત ભારતે જીત્યો U19 એશિયા કપ, જાણો
કોણ છે મોહિત ઉલ્વા?
મોહિત ઉલ્વા એક યુવા ભારતીય ક્રિકેટર છે, જેણે વિવિધ વય-જૂથની ક્રિકેટ સ્પર્ધાઓમાં સતત સારું પ્રદર્શન કરીને પોતાની ઓળખ બનાવી છે. પોતાની બેટિંગ ક્ષમતા અને દબાણ હેઠળ પણ શાંત રહેવાની આવડત માટે જાણીતા મોહિતે, સ્થાનિક યુવા ટુર્નામેન્ટોમાં પોતાના પ્રદર્શનથી પસંદગીકારો અને ક્રિકેટ ચાહકોને ખૂબ પ્રભાવિત કર્યા છે.
જુનિયર સ્તરની સ્પર્ધાઓમાં કેટલીક મહત્વપૂર્ણ ઇનિંગ્સ રમીને મોહિતે સૌનું ધ્યાન ખેંચ્યું હતું. તો ભાગીદારી અને નિર્ણાયક રન બનાવવાની તેની ક્ષમતાએ તેની ટીમને જીત અપાવવામાં મદદ કરી હતી. આ પ્રદર્શને તેને એવા યુવા ભારતીય ક્રિકેટરોની હરોળમાં મૂકી દીધો છે, જેના પર ભવિષ્યમાં સૌની નજર રહેશે.
સુરેન્દ્રનગરના દીકરાએ કર્યો કમાલ
મોહિત ઉલ્વા સુરેન્દ્રનગરના લખતરનો છે. 18 વર્ષીય મોહિત જમણેરી બેટ્સમેન અને મીડિયમ-પેસ બોલર છે. સૌરાષ્ટ્રમાં વિવિધ વય-જૂથની શ્રેણીઓમાંથી આગળ વધીને, તેણે ભારતની અંડર-19 ટીમમાં સ્થાન મેળવ્યું. મોહિતે તેની ક્રિકેટ સફરની શરૂઆત પોતાના ગામમાં ટેનિસ-બોલ ક્રિકેટ રમીને કરી હતી. તેના પિતા, રેલવે પ્રોટેક્શન ફોર્સ (RPF)માં ફરજ બજાવે છે.
મોહિત ઉલ્વાએ જામનગરના ક્રિકેટ બંગલો ખાતે મહેન્દ્રસિંહ ચૌહાણના માર્ગદર્શન હેઠળ તાલીમ લીધી. આ એ જ કોચ છે જેમણે રવિન્દ્ર જાડેજાને પણ તાલીમ આપી હતી. શરૂઆતમાં તે ઓફ-સ્પિન બોલિંગ કરતો હતો, પરંતુ ચૌહાણે તેને ફાસ્ટ બોલિંગમાં હાથ અજમાવવાનું સૂચન કર્યું. કારણ કે મોહિતની હાઈટ વધારે હતી અને તેમાં સારી ગતિ સાથે દોડીને બોલિંગ કરવાની ક્ષમતા હતી.
છેલ્લી 3 ઓવરમાં 30 રનની જરૂર હતી
જ્યારે ટીમને છેલ્લી 3 ઓવરમાં 30 રનની જરૂર હતી, ત્યારે મનાલ ચૌહાણ નવમી વિકેટ તરીકે આઉટ થયો, જેનાથી પાકિસ્તાન જીતની નજીક પહોંચી ગયું. મનાલે 32 બોલમાં શાનદાર 47 રન બનાવ્યા. 48મી ઓવરના બીજા બોલ પર નકાબ શફીકની બોલિંગમાં તે કેચ આઉટ થયો. જોકે, બીજા છેડે મોહિત ઉલ્વાએ તેનું શાનદાર પ્રદર્શન ચાલુ રાખ્યું અને ભારતને જીતની રેસમાં જાળવી રાખ્યું. મોહિતે અંત સુધી સંયમ જાળવી રાખ્યો અને આખરે ભારતને 1 વિકેટથી જીત અપાવી. તે 26 બોલમાં 49 રન બનાવીને અણનમ રહ્યો. તેની આ ઇનિંગમાં તેણે 5 ચોગ્ગા અને 3 છગ્ગા ફટકાર્યા હતા.
ફાઈનલમાં ગુજરાતીઓનો કમાલ
છેલ્લા બોલમાં ચાર રનની જરૂર હતી ત્યારે આપણા ગુજરાતી મોહિતે ચોક્કો ફટકારીને પાકિસ્તાનને ધૂળ ચાટતું કરી દીધું અને ભારતની ટીમને અંડર 19 એશિયા કપની ફાઈનલમાં જીત અપાવી. અંડર 19 એશિયા કપમાં ભારતની આ નવમી જીત છે. તો મહેસાણાના કાવ્ય પટેલે 4 વિકેટ લઈને ટીમની જીતમાં મહત્વનું યોગદાન આપ્યું હતું.