SOCIAL MEDIA

Newsletter

PARTNER SITES
Select Language Select State

IPLમાં થશે બે નવી ટીમોની એન્ટ્રી! વધુ એક ગુજરાતની ટીમ જોડાશે, 8000 કરોડથી વધુની લાગશે બોલી?

IPL Team : IPL માટેનો ક્રેઝ દર વર્ષે વધતો જાય છે. હાલમાં આ ટુર્નામેન્ટમાં 10 ટીમો ભાગ લે છે. જો કે, 2028થી ક્રિકેટ ચાહકો IPL ટ્રોફી માટે 12 ટીમો વચ્ચે સ્પર્ધા જોઈ શકે છે. IPLમાં વધુ બે ટીમોની એન્ટ્રી થઈ શકે છે.

Written By Dilip Chaudhary
Published: Nov 10, 2026, 04:42 PM IST | Updated: Nov 10, 2026, 04:50 PM IST
Join

IPL Team : ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL) જે વિશ્વની સૌથી ધનિક અને લોકપ્રિય ક્રિકેટ લીગ છે. તેનો વિસ્તાર થવા જઈ રહ્યો છે. બોર્ડ ઓફ કંટ્રોલ ફોર ક્રિકેટ ઇન ઇન્ડિયા (BCCI) 2028થી IPLમાં બે નવી ટીમો ઉમેરવાની યોજના બનાવી રહ્યું છે.

વનડેમાં બદલાઈ ગયો ભારતનો કેપ્ટન! છેલ્લી 2 મેચોમાં ગિલ નહીં આ ખેલાડી સંભાળશે ટીમ ઈન્ડિયાની કમાન

મીડિયા અહેવાલો અનુસાર, આ બે નવી ટીમો માટે પુણે અને વડોદરા શહેરો હાલમાં સૌથી આગળ છે. જોકે, ચર્ચાઓ હજુ શરૂઆતી તબક્કામાં છે અને શહેરોના નામો બદલાઈ પણ શકે છે.

આ વિસ્તાર આગામી મીડિયા રાઈટ્સ સાયકલ સાથે સુસંગત હોઈ શકે છે, જે 2028થી 2032 સુધીના સમયગાળાને આવરી લેશે. લીગની વૈશ્વિક લોકપ્રિયતાને જોતાં દરેક નવી ફ્રેન્ચાઈઝીનું મૂલ્ય 1 અબજ ડોલર એટલે કે 8,300 કરોડથી વધુ હોવાનો અંદાજ છે.

ભારતના દિગ્ગજ ઉદ્યોગપતિઓ ઉપરાંત, મોટા આંતરરાષ્ટ્રીય રોકાણકારો જેમાં અમેરિકાની મોટી ફેમિલી ઓફિસીસ, મધ્ય પૂર્વના સોવરિન વેલ્થ ફંડ્સ અને બ્રિટિશ પ્રાઈવેટ ઈક્વિટી ફર્મ પરમિરાનો સમાવેશ થાય છે, જે IPLમાં મોટી મૂડી રોકવામાં ઊંડો રસ દાખવી રહ્યા છે.

વડોદરા અને પુણેનું નામ સૌથી આગળ

ગુજરાતને સ્પોર્ટ્સ હબમાં ફેરવવાના પ્રયાસો ચાલી રહ્યા છે. અમદાવાદથી માત્ર 110 કિમી દૂર આવેલું વડોદરા આંતરરાષ્ટ્રીય ક્રિકેટ માટે સારો માહોલ પુરો પાડે છે, ખાસ કરીને 2036 ઓલિમ્પિક્સની યજમાની માટે ભારતની દાવેદારીને ધ્યાનમાં રાખીને, આ શહેરને વ્યૂહાત્મક રીતે તૈયાર કરવામાં આવી રહ્યું છે.

પુણે શહેરનો IPL સાથે લાંબો સંબંધ રહ્યો છે. પુણે અગાઉ 'પુણે વોરિયર્સ ઈન્ડિયા' (2011-13) અને રાઈઝિંગ પુણે સુપરજાયન્ટ (2016-17) જેવી ટીમોનું યજમાન રહી ચૂક્યું છે. 2017માં પુણે સ્થિત ટીમ ફાઇનલ સુધી પણ પહોંચી હતી.

ટીમોના વેલ્યુએશનમાં જબરદસ્ત ઉછાળો

તાજેતરમાં થયેલા બે મોટા સોદાઓએ આ ટીમોના વેલ્યુએશન અંગે એક સ્પષ્ટ ચિત્ર રજૂ કર્યું છે. Diageoએ RCBને 1.78 અબજ ડોલર એટલે કે લગભગ 15,000 કરોડમાં આદિત્ય બિરલા ગ્રુપ અને બ્લેકસ્ટોન સહિતના દિગ્ગજોના એક સમૂહને વેચી હતી.

દરમિયાન લક્ષ્મી મિત્તલ પરિવાર અને અદાર પૂનાવાલાએ 1.65 અબજ ડોલરમાં રાજસ્થાન રોયલ્સમાં હિસ્સો ખરીદ્યો છે. અગાઉ, 2022માં લખનૌ સુપર જાયન્ટ્સ 940 મિલિયન ડોલરમાં અને ગુજરાત ટાઇટન્સ 750 મિલિયન ડોલરમાં વેચાઈ હતી.

Add Zee News as a Preferred Source
TAGS:

About the Author

2020માં Inshorts સાથે પત્રકારત્વ ક્ષેત્રે કારકિર્દીની શરૂઆત કરી. જ્યાં બે વર્ષથી વધુ સમય સુધી ગુજરાતી કન્ટેન્ટ સ્પેશિયાલિસ્ટ તરીકે કામ કર્યું. ત્યારબાદ Sandesh Digital સાથે જોડાયા, જ્યાં ગુજરાતના લોકલ સમાચાર ઉપરાંત નેશનલ અને સ્પોર્ટ્સ સહિતની વિવિધ કેટેગરીમાં કામ કર્યું. આ દરમિયાન ગુજરાત વિધાનસભા ચૂંટણી 2022 અને IPL જેવી મહત્વપૂર્ણ ઇવેન્ટ્સ કવર કરી. ત્યારબાદ TV9 Gujarati સાથે જોડાયા, જ્યાં ગુજરાતના લોકલ સમાચાર ઉપરાંત નોલેજ, બિઝનેસ, ઓટો સહિતની વિવિધ કેટેગરીમાં કામ કર્યું. આ ઉપરાંત પ્રીમિયમ કન્ટેન્ટ માટે પણ કામ કર્યું અને રિસર્ચ-બેઝ્ડ સ્ટોરી લખવાનો અનુભવ મેળવ્યો. હાલમાં Zee 24 Kalakમાં સિનિયર સબ-એડિટર તરીકે કાર્યરત છે અને સ્પોર્ટ્સ, બિઝનેસ, ગુજરાત, જોબ્સ, ઓટો અને ટેક સહિતની વિવિધ કેટેગરીનું કન્ટેન્ટ તૈયાર કરી સરળ ભાષામાં વાચક મિત્રો સુધી પહોંચાડી રહ્યા છે.
Read More

ZEENEWS TRENDING STORIES