SOCIAL MEDIA

Newsletter

PARTNER SITES
Select Language Select State

5 સિક્સ, 6 ફોર અને 21 બોલમાં 60 રન... કપ્તાની મળતાં જ સૂર્યકુમાર યાદવે મચાવી તબાહી

Suryakumar Yadav : સૈયદ મુશ્તાક અલી T20 ટ્રોફી 2026 ટુર્નામેન્ટમાં સૂર્યકુમાર યાદવે હૈદરાબાદ સામે માત્ર 21 બોલમાં અણનમ 60 રન ફટકાર્યા હતા. હૈદરાબાદ સામેની આ મેચમાં મુંબઈએ 173 રનનો ટાર્ગેટ માત્ર 13.1 ઓવરમાં હાંસલ કરી લીધો હતો.

Written By Dilip Chaudhary
Published: Nov 14, 2026, 02:36 PM IST | Updated: Nov 14, 2026, 02:40 PM IST
Join

Suryakumar Yadav : સૂર્યકુમાર યાદવે ફરી એકવાર પોતાના બેટથી તબાહી મચાવી છે. સ્થાનિક ક્રિકેટમાં વાપસી કરતા સૂર્યકુમારે એટલું ધમાકેદાર પ્રદર્શન કર્યું કે વિરોધી બોલરો પાસે તેનો કોઈ જવાબ નહોતો. તેણે માત્ર 21 બોલમાં અણનમ 60 રન ફટકારીને મુંબઈને શાનદાર જીત અપાવી. તેની આ ઇનિંગમાં તેણે 6 ચોગ્ગા અને 5 છગ્ગા ફટકાર્યા હતા.

સૂર્યકુમાર યાદવે 14 નવેમ્બરે સૈયદ મુશ્તાક અલી T20 ટ્રોફી 2026માં મુંબઈ માટે પોતાની પ્રથમ મેચ રમી. આ મુકાબલો કોલકાતાના જાદવપુર યુનિવર્સિટી કેમ્પસના બીજા મેદાન પર હૈદરાબાદ સામે યોજાયો હતો. ચોથા ક્રમે બેટિંગ કરવા આવેલા સૂર્યકુમારે પોતાના વિસ્ફોટક શોટ્સ દ્વારા મેચની દિશા સંપૂર્ણપણે બદલી નાખી અને હૈદરાબાદના બોલિંગ આક્રમણને ધ્વસ્ત કરી દીધું.

15 બોલમાં અડધી સદી ફટકારી

સૂર્યકુમારે માત્ર 15 બોલમાં પોતાની અડધી સદી પૂરી કરી અને 21 બોલમાં અણનમ 60 રન બનાવ્યા, જેમાં 6 ચોગ્ગા અને 5 છગ્ગાનો સમાવેશ થાય છે. આ પ્રદર્શન સાથે તેણે ફરી એકવાર ભારતીય T20 ટીમમાં વાપસી માટે પોતાનો દાવો મજબૂત કર્યો છે. મુશીર ખાન સાથે મળીને સૂર્યકુમારે ત્રીજી વિકેટ માટે માત્ર 23 બોલમાં 65 રન જોડ્યા. સરફરાઝ ખાનના નાના ભાઈ મુશીર ખાને પણ મુંબઈની પ્રથમ મેચમાં અડધી સદી ફટકારી હતી.

મુશીર ખાને પણ ફિફ્ટી ફટકારી

મુશીર ખાને 24 બોલનો સામનો કર્યો અને 6 ચોગ્ગા તથા 3 છગ્ગાની મદદથી 51 રન બનાવ્યા. ટાર્ગેટનો પીછો કરતી વખતે, 12મી ઓવરમાં અજય દેવ ગૌડે તેને આઉટ કર્યો. આઉટ થતા પહેલા મુશીર ખાને વિકેટકીપર હાર્દિક તામોર સાથે મળીને બીજી વિકેટ માટે માત્ર 26 બોલમાં 49 રન જોડ્યા હતા. આ ભાગીદારીમાં મુશીર ખાને 18 બોલમાં 41 રનનું યોગદાન આપ્યું હતું.

મુંબઈએ હૈદરાબાદને હરાવ્યું

મુંબઈએ 173 રનનો ટાર્ગેટ 13.1 ઓવરમાં હાંસલ કરી લીધો. શિવમ દુબેએ હૈદરાબાદના કેપ્ટને ફેંકેલા 14મી ઓવરના પહેલા જ બોલ પર સિક્સ ફટકારીને ટીમને જીત અપાવી. પાંચમા ક્રમે બેટિંગ કરવા આવેલા દુબે 5 બોલમાં 13 રન બનાવી અણનમ રહ્યો. અગાઉ પ્રથમ ઇનિંગમાં મેક્સવેલ સ્વામીનાથને પોતાની ચાર ઓવરમાં 23 રન આપીને 3 વિકેટ ઝડપી હતી, જ્યારે શિવમ દુબે અને સાયરાજ પાટીલે બે-બે વિકેટ લીધી હતી.

મુંબઈની આગામી મેચ ગુજરાત સામે

આ પ્રદર્શનની મદદથી મુંબઈએ હૈદરાબાદની આખી ટીમને 20 ઓવરમાં 172 રનમાં ઓલઆઉટ કરી દીધી. હૈદરાબાદ તરફથી અભિરાથ રેડ્ડીએ 24 બોલમાં 35 રન બનાવ્યા, જ્યારે કોડિમેલા હિમાતેજાએ 16 બોલમાં 25 રનનું યોગદાન આપ્યું. સીઝનની પોતાની પ્રથમ મેચમાં મળેલી આ મોટી જીત બાદ મુંબઈ હવે 16 નવેમ્બરે તે જ મેદાન પર પોતાની બીજી મેચમાં ગુજરાત સામે ટકરાશે.

Add Zee News as a Preferred Source
TAGS:

About the Author

2020માં Inshorts સાથે પત્રકારત્વ ક્ષેત્રે કારકિર્દીની શરૂઆત કરી. જ્યાં બે વર્ષથી વધુ સમય સુધી ગુજરાતી કન્ટેન્ટ સ્પેશિયાલિસ્ટ તરીકે કામ કર્યું. ત્યારબાદ Sandesh Digital સાથે જોડાયા, જ્યાં ગુજરાતના લોકલ સમાચાર ઉપરાંત નેશનલ અને સ્પોર્ટ્સ સહિતની વિવિધ કેટેગરીમાં કામ કર્યું. આ દરમિયાન ગુજરાત વિધાનસભા ચૂંટણી 2022 અને IPL જેવી મહત્વપૂર્ણ ઇવેન્ટ્સ કવર કરી. ત્યારબાદ TV9 Gujarati સાથે જોડાયા, જ્યાં ગુજરાતના લોકલ સમાચાર ઉપરાંત નોલેજ, બિઝનેસ, ઓટો સહિતની વિવિધ કેટેગરીમાં કામ કર્યું. આ ઉપરાંત પ્રીમિયમ કન્ટેન્ટ માટે પણ કામ કર્યું અને રિસર્ચ-બેઝ્ડ સ્ટોરી લખવાનો અનુભવ મેળવ્યો. હાલમાં Zee 24 Kalakમાં સિનિયર સબ-એડિટર તરીકે કાર્યરત છે અને સ્પોર્ટ્સ, બિઝનેસ, ગુજરાત, જોબ્સ, ઓટો અને ટેક સહિતની વિવિધ કેટેગરીનું કન્ટેન્ટ તૈયાર કરી સરળ ભાષામાં વાચક મિત્રો સુધી પહોંચાડી રહ્યા છે.
Read More

ZEENEWS TRENDING STORIES