SOCIAL MEDIA

Newsletter

PARTNER SITES
Select Language Select State

ટીમ ઈન્ડિયામાંથી બહાર રહેલા સૂર્યકુમાર યાદવને મળી કેપ્ટનશિપ, મુંબઈની ટીમ જાહેર

Suryakumar Yadav : હાલમાં ભારતીય ટીમની બહાર રહેલા સૂર્યકુમાર યાદવને સૈયદ મુશ્તાક અલી ટ્રોફી (SMAT) 2026 માટે મુંબઈની ટીમની કેપ્ટનશીપ સોંપવામાં આવી છે. MCAએ સોમવારે મુંબઈની ટીમની જાહેરાત કરી હતી.

Written By Dilip Chaudhary
Published: Nov 09, 2026, 08:39 PM IST | Updated: Nov 09, 2026, 08:44 PM IST
Join

Suryakumar Yadav : 14 નવેમ્બરથી શરૂ થનારી 'સૈયદ મુશ્તાક અલી T20 ટ્રોફી' માટે સૂર્યકુમાર યાદવને મુંબઈની ટીમનો કેપ્ટન બનાવવામાં આવ્યો છે. મુંબઈને છત્તીસગઢ, ગોવા, ગુજરાત, હૈદરાબાદ, ઓડિશા, ઉત્તરાખંડ અને વિદર્ભની સાથે એલિટ ગ્રુપ Dમાં રાખવામાં આવ્યું છે.

શિવમ દુબે અને શાર્દુલ ઠાકુર પણ ટીમનો ભાગ

મુંબઈ ક્રિકેટ એસોસિએશન (MCA)એ એક નિવેદનમાં જણાવ્યું હતું કે, સૂર્યકુમાર યાદવ, જે અગાઉ ભારતની T20 ટીમનું નેતૃત્વ કરી ચૂક્યા છે, તે મુંબઈ ટીમની કેપ્ટનશીપ સંભાળશે. તેના આંતરરાષ્ટ્રીય અનુભવ, નેતૃત્વ ગુણો અને આક્રમક બેટિંગ સ્ટાઈલ દ્વારા તે ટીમને મજબૂતી પ્રદાન કરશે. ભારતીય ઓલરાઉન્ડર શિવમ દુબે અને શાર્દુલ ઠાકુરનો પણ ટીમમાં સમાવેશ કરવામાં આવ્યો છે.

હેમિલ્ટન વનડેમાં બદલાઈ જશે ભારતની પ્લેઈંગ-11... સિરાજની થશે એન્ટ્રી, આ ખેલાડી થશે બહાર

શાર્દુલ હાથની ઈજાને કારણે રણજી ટ્રોફીના શરૂઆતના તબક્કામાં રમી શક્યો નહોતો, તે હવે સ્પર્ધાત્મક ક્રિકેટમાં પરત ફરશે. મુંબઈ 14 નવેમ્બરે કોલકાતામાં હૈદરાબાદ સામે પોતાની સફરની શરૂઆત કરશે. સૂર્યકુમારના નેતૃત્વમાં ભારતે આ વર્ષની શરૂઆતમાં સફળતાપૂર્વક પોતાનો T20 વર્લ્ડ કપ ખિતાબ બચાવ્યો હતો. જોકે, ત્યારબાદ ફોર્મમાં ઘટાડો થવાને કારણે તે રાષ્ટ્રીય ટીમમાં પોતાનું સ્થાન ગુમાવ્યું હતું.

મુંબઈની ટીમ

સૂર્યકુમાર યાદવ (કેપ્ટન), અંગક્રિશ રઘુવંશી, દિવ્યાંશ સક્સેના, સુવેદ પારકર, મુશીર ખાન, સરફરાઝ ખાન, સાયરાજ પાટીલ, શિવમ દુબે, અથર્વ અંકોલેકર, શમ્સ મુલાની, મેક્સવેલ સ્વામીનાથન, તુષાર દેશપાંડે, શાર્દુલ ઠાકુર, મોહિત અવસ્થી, સિલ્વેસ્ટર ડિસોઝા અને હાર્દિક તામોરે.

વૈભવ સૂર્યવંશી બિહારની કેપ્ટનશિપ સંભાળશે

યુવા બેટર વૈભવ સૂર્યવંશી સૈયદ મુશ્તાક અલી T20 ટ્રોફી 2026ની પ્રથમ બે મેચોમાં બિહાર ટીમની કેપ્ટનશિપ કરશે. આ પ્રથમ વખત હશે જ્યારે સૂર્યવંશી બિહારની સિનિયર ટીમનું નેતૃત્વ કરશે. બિહારને દિલ્હી, હરિયાણા, જમ્મુ અને કાશ્મીર, પંજાબ, રેલવે, સૌરાષ્ટ્ર અને તમિલનાડુ સાથે ગ્રુપ-Bમાં રાખવામાં આવ્યું છે. ટીમ પોતાની પ્રથમ મેચ 14 નવેમ્બરે ઈન્દોરમાં સૌરાષ્ટ્ર સામે રમશે.

સૂર્યવંશી ACC મેન્સ એશિયા કપ રાઈઝિંગ સ્ટાર્સ 2026 માટે ઈન્ડિયા A ટીમમાં જોડાતા પહેલા  બિહારની પ્રથમ બે મેચોમાં રમશે તેવી શક્યતા છે. આ ટુર્નામેન્ટ કતારની રાજધાની દોહામાં 19થી 29 નવેમ્બર દરમિયાન યોજાશે. ઈન્ડિયા A ટીમ પોતાના અભિયાનની શરૂઆત 20 નવેમ્બરે નેપાળ સામે કરશે. સૂર્યવંશી ઈસ્ટ ઝોન ટીમમાં વાઈસ-કેપ્ટન તરીકે પણ રહી ચૂક્યો છે, જેણે ઈશાન કિશનની કેપ્ટનશિપ હેઠળ દુલીપ ટ્રોફીનો ખિતાબ જીત્યો હતો.

Add Zee News as a Preferred Source
TAGS:

About the Author

2020માં Inshorts સાથે પત્રકારત્વ ક્ષેત્રે કારકિર્દીની શરૂઆત કરી. જ્યાં બે વર્ષથી વધુ સમય સુધી ગુજરાતી કન્ટેન્ટ સ્પેશિયાલિસ્ટ તરીકે કામ કર્યું. ત્યારબાદ Sandesh Digital સાથે જોડાયા, જ્યાં ગુજરાતના લોકલ સમાચાર ઉપરાંત નેશનલ અને સ્પોર્ટ્સ સહિતની વિવિધ કેટેગરીમાં કામ કર્યું. આ દરમિયાન ગુજરાત વિધાનસભા ચૂંટણી 2022 અને IPL જેવી મહત્વપૂર્ણ ઇવેન્ટ્સ કવર કરી. ત્યારબાદ TV9 Gujarati સાથે જોડાયા, જ્યાં ગુજરાતના લોકલ સમાચાર ઉપરાંત નોલેજ, બિઝનેસ, ઓટો સહિતની વિવિધ કેટેગરીમાં કામ કર્યું. આ ઉપરાંત પ્રીમિયમ કન્ટેન્ટ માટે પણ કામ કર્યું અને રિસર્ચ-બેઝ્ડ સ્ટોરી લખવાનો અનુભવ મેળવ્યો. હાલમાં Zee 24 Kalakમાં સિનિયર સબ-એડિટર તરીકે કાર્યરત છે અને સ્પોર્ટ્સ, બિઝનેસ, ગુજરાત, જોબ્સ, ઓટો અને ટેક સહિતની વિવિધ કેટેગરીનું કન્ટેન્ટ તૈયાર કરી સરળ ભાષામાં વાચક મિત્રો સુધી પહોંચાડી રહ્યા છે.

ZEENEWS TRENDING STORIES