SOCIAL MEDIA

Newsletter

PARTNER SITES
Select Language Select State

વનડેમાં બદલાઈ ગયો ભારતનો કેપ્ટન! છેલ્લી 2 મેચોમાં ગિલ નહીં આ ખેલાડી સંભાળશે ટીમ ઈન્ડિયાની કમાન

IND vs NZ : કાયમી કેપ્ટન શુભમન ગિલ અને કે.એલ. રાહુલ ન્યુઝીલેન્ડ સામેની છેલ્લી બે વનડે મેચોમાં રમશે નહીં. તે બંને હવે ટેસ્ટ શ્રેણીની તૈયારીઓ પર ધ્યાન કેન્દ્રિત કરશે. તેથી શ્રેયસ અય્યર ટીમની કમાન સંભાળશે. તો ઋતુરાજ ગાયકવાડ અને ઈશાન કિશનને પ્લેઈંગ ઈલેવનમાં સામેલ કરવામાં આવી શકે છે.

Written By Dilip Chaudhary
Published: Nov 10, 2026, 04:00 PM IST | Updated: Nov 10, 2026, 04:06 PM IST
Join

IND vs NZ : ન્યૂઝીલેન્ડ સામે ચાલી રહેલી વનડે શ્રેણીમાં ટીમ ઈન્ડિયા 2-0થી આગળ છે. 10 નવેમ્બરે હેમિલ્ટનમાં વરસાદના કારણે ત્રીજી વનડે મેચ રદ કરવી પડી હતી. પાંચ મેચોની આ શ્રેણીની ચોથી અને પાંચમી મેચ માઉન્ટ મૌંગાનુઈના બે ઓવલ મેદાન પર રમાશે. ટીમ ઈન્ડિયાનો નિયમિત કેપ્ટન શુભમન ગિલ છેલ્લી બે મેચામાં રમશે નહીં. તેની સાથે અનુભવી વિકેટકીપર-બેટ્સમેન કે.એલ. રાહુલ પણ ચોથી અને પાંચમી મેચમાં રમશે નહીં.

ટીમ ઈન્ડિયામાંથી બહાર રહેલા સૂર્યકુમાર યાદવને મળી કેપ્ટનશિપ, મુંબઈની ટીમ જાહેર

ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે બે ટેસ્ટ મેચોની શ્રેણી 19 નવેમ્બરથી શરૂ થવાની છે. 2027 વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ (WTC)ની ફાઈનલમાં સ્થાન મેળવવાની રેસમાં ટકી રહેવા માટે ભારતે આ બંને ટેસ્ટ મેચ જીતવી અનિવાર્ય છે. આ મહત્વપૂર્ણ ટેસ્ટ શ્રેણીની તૈયારી માટે સમય મળી રહે તે હેતુથી કેપ્ટન શુભમન ગિલ અને કે.એલ. રાહુલને છેલ્લી બે વનડે મેચોમાંથી આરામ આપવામાં આવ્યો છે. શુભમનની ગેરહાજરીમાં બાકીની બે વનડે મેચોમાં શ્રેયસ અય્યર ટીમ ઈન્ડિયાનું નેતૃત્વ કરશે.

શ્રેયસની કેપ્ટન્સીમાં રમશે કોહલી અને રોહિત

વિરાટ કોહલી અને રોહિત શર્મા આ બે સ્ટાર ખેલાડીઓ જેમણે પોતાની આંતરરાષ્ટ્રીય કારકિર્દીની શરૂઆત એમ.એસ. ધોનીની કેપ્ટન્સીમાં કરી હતી, તે હવે શ્રેયસ અય્યરના નેતૃત્વ હેઠળ રમશે. શ્રેયસ અય્યર વનડે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં ટીમનું નેતૃત્વ કરનાર 19મો ભારતીય ખેલાડી બનશે. છેલ્લી બે વનડે મેચો માટે ટીમ ઈન્ડિયાની પ્લેઈંગ ઈલેવનમાં ઓછામાં ઓછા બે ફેરફારો લગભગ નક્કી છે.

શુભમન ગિલની જગ્યાએ ઋતુરાજ ગાયકવાડને ઓપનિંગ કરવાની તક મળી શકે છે, જ્યારે કે.એલ. રાહુલના સ્થાને ઈશાન કિશન વિકેટકીપર-બેટ્સમેન તરીકે ટીમમાં જોડાશે. ઈશાનને છેલ્લી બે વનડે મેચો માટે વાઈસ-કેપ્ટન પણ બનાવવામાં આવ્યો છે.

ગાયકવાડ અને ઈશાન રમશે

આ શનિવારે રમાનારી ચોથી વનડે મેચ માટે ભારતની પ્લેઈંગ ઈલેવનમાં ઓછામાં ઓછા બે ફેરફારો થઈ શકે છે. શુભમન ગિલ અને કે.એલ. રાહુલ ટેસ્ટ શ્રેણીની તૈયારીઓ પર ધ્યાન કેન્દ્રિત કરવા માટે જઈ રહ્યા છે, ત્યારે તેમની જગ્યાએ ઋતુરાજ ગાયકવાડ અને ઈશાન કિશનને તક મળવાની અપેક્ષા છે.

CSKનો કેપ્ટન થોડા સમયથી ટીમનો ભાગ છે, પરંતુ તેને હજુ સુધી રમવાની તક મળી નથી. ઋતુરાજે પોતાની છેલ્લી વનડે મેચ દક્ષિણ આફ્રિકા સામે રમી હતી, તેમાં શાનદાર સદી ફટકારી હતી. બીજી તરફ ઈશાન કિશન જે T20 ક્રિકેટમાં શાનદાર ફોર્મમાં છે, તે વર્લ્ડ કપ પહેલા વનડે ટીમમાં પોતાનું સ્થાન પાકું કરવાના પ્રયાસમાં હશે.

ટીમ ઈન્ડિયાની સંભવિત પ્લેઈંગ ઈલેવન

ઋતુરાજ ગાયકવાડ, રોહિત શર્મા, વિરાટ કોહલી, શ્રેયસ અય્યર (કેપ્ટન), ઈશાન કિશન, નમન ધીર, અક્ષર પટેલ, અંશુલ કંબોજ, આકિબ નબી, ગુરનૂર બ્રાર, અર્શદીપ સિંહ.

છેલ્લી 2 વનડે મેચો માટે ભારતની ટીમ

શ્રેયસ અય્યર (કેપ્ટન), રોહિત શર્મા, વિરાટ કોહલી, તિલક વર્મા, ઈશાન કિશન (વિકેટકીપર, વાઈસ કેપ્ટન), નીતિશ કુમાર રેડ્ડી, અક્ષર પટેલ, નમન ધીર, આકિબ નબી, ગુરનૂર બ્રાર, ઋતુરાજ ગાયકવાડ, અર્શદીપ સિંહ, કુમાર કુશાગ્ર (વિકેટકીપર), મોહમ્મદ સિરાજ, યશ ઠાકુર, કુલદીપ યાદવ.

Add Zee News as a Preferred Source
TAGS:

About the Author

2020માં Inshorts સાથે પત્રકારત્વ ક્ષેત્રે કારકિર્દીની શરૂઆત કરી. જ્યાં બે વર્ષથી વધુ સમય સુધી ગુજરાતી કન્ટેન્ટ સ્પેશિયાલિસ્ટ તરીકે કામ કર્યું. ત્યારબાદ Sandesh Digital સાથે જોડાયા, જ્યાં ગુજરાતના લોકલ સમાચાર ઉપરાંત નેશનલ અને સ્પોર્ટ્સ સહિતની વિવિધ કેટેગરીમાં કામ કર્યું. આ દરમિયાન ગુજરાત વિધાનસભા ચૂંટણી 2022 અને IPL જેવી મહત્વપૂર્ણ ઇવેન્ટ્સ કવર કરી. ત્યારબાદ TV9 Gujarati સાથે જોડાયા, જ્યાં ગુજરાતના લોકલ સમાચાર ઉપરાંત નોલેજ, બિઝનેસ, ઓટો સહિતની વિવિધ કેટેગરીમાં કામ કર્યું. આ ઉપરાંત પ્રીમિયમ કન્ટેન્ટ માટે પણ કામ કર્યું અને રિસર્ચ-બેઝ્ડ સ્ટોરી લખવાનો અનુભવ મેળવ્યો. હાલમાં Zee 24 Kalakમાં સિનિયર સબ-એડિટર તરીકે કાર્યરત છે અને સ્પોર્ટ્સ, બિઝનેસ, ગુજરાત, જોબ્સ, ઓટો અને ટેક સહિતની વિવિધ કેટેગરીનું કન્ટેન્ટ તૈયાર કરી સરળ ભાષામાં વાચક મિત્રો સુધી પહોંચાડી રહ્યા છે.
Read More

ZEENEWS TRENDING STORIES