SOCIAL MEDIA

Newsletter

PARTNER SITES
Select Language Select State

'મારી પત્ની રડી રહી હતી, ગંભીરે આપ્યો સહારો...' ડ્રેસિંગ રૂમ લીક વિવાદ અંગે આ ખેલાડીનું છલકાયું દર્દ

Sarfaraz Khan Statement : બોર્ડર-ગાવસ્કર ટ્રોફી 2024-25 બાદ સરફરાઝ ખાન પર ડ્રેસિંગ રૂમની ચર્ચાઓ લીક કરવાનો આરોપ મૂકવામાં આવ્યો હતો. તેણે આ બાબતે ખુલીને વાત કરી અને જણાવ્યું કે ગૌતમ ગંભીરે તેને સહારો આપ્યો હતો.

Written By Dilip Chaudhary
Published: Nov 21, 2026, 15:35 IST | Updated: Nov 21, 2026, 15:37 IST
Join

Sarfaraz Khan Statement : સરફરાઝ ખાને ખુલાસો કર્યો છે કે ડ્રેસિંગ રૂમની માહિતી લીક કરવાના આરોપોની તેના અને તેના પરિવાર પર ઊંડી માનસિક અસર પડી હતી. તેણે જણાવ્યું કે ભારતીય ટીમના હેડ કોચ ગૌતમ ગંભીર એવા પ્રથમ વ્યક્તિ હતા જેમણે તેનો સંપર્ક કર્યો અને તેને પ્રોત્સાહન આપ્યું.

મુંબઈના આ બેટ્સમેન પર બોર્ડર-ગાવસ્કર ટ્રોફી 2024-25ના ઓસ્ટ્રેલિયા પ્રવાસ દરમિયાન ભારતીય ડ્રેસિંગ રૂમમાંથી માહિતી લીક કરવાનો આરોપ મૂકવામાં આવ્યો હતો. 29 વર્ષીય ખેલાડીએ કહ્યું કે તે આ આરોપોથી ખૂબ જ દુઃખી હતો, અને તેનાથી પણ વધુ ચિંતિત તે તેના માતા-પિતા અને પત્ની પર પડેલી નકારાત્મક અસરને લઈને હતો.

94 વર્ષમાં પહેલીવાર... ટેસ્ટ ક્રિકેટમાં ભારતીય બેટ્સમેનોએ કર્યો કમાલ, ટીમ ઈન્ડિયાની ઐતિહાસિક સિદ્ધિ

ગૌતમ ગંભીરે મને ફોન કર્યો

પૂર્વ ભારતીય ઓપનર આકાશ ચોપરાની યુટ્યુબ ચેનલ પર વાત કરતા સરફરાઝે કહ્યું, મારે મારો ફોન બંધ કરી દેવો પડ્યો હતો. બે દિવસ પછી જીજી સર (ગૌતમ ગંભીર)નો મને ફોન આવ્યો. તેમણે મને કહ્યું કે આ બધું પાયાવિહોણું છે, મારે આવી રાજનીતિમાં ન પડવું જોઈએ અને તેના બદલે મારા રમત પર ધ્યાન કેન્દ્રિત કરવું જોઈએ.

'મારી પત્ની રડી રહી હતી'

તેણે વધુમાં કહ્યું, મેં તેમને કહ્યું કે હું સમજું છું, પરંતુ મારા પિતા ખૂબ જ દુઃખી હતા અને મારી પત્ની રડી રહી હતી. આ પછી જીજી સરે મારા પિતા સાથે વાત કરી અને તેમને વિનંતી કરી કે તેઓ આવા દાવાઓને મહત્વ ન આપે. તેમણે કહ્યું કે સરફરાઝ એક પ્રતિભાશાળી ક્રિકેટર છે, તેથી તેને માત્ર ક્રિકેટ રમવા દેવો જોઈએ. તેમણે મારા પિતાને એમ પણ કહ્યું કે જો ક્યારેય કોઈ મદદની જરૂર હોય તો તેઓ સીધો તેમનો સંપર્ક કરી શકે છે. તેઓ એવા પ્રથમ વ્યક્તિ હતા જેમણે મને ફોન કર્યો હતો.

આ આરોપો એવા સમયે સામે આવ્યા હતા જ્યારે એવા અહેવાલો હતા કે ઓસ્ટ્રેલિયા પ્રવાસ દરમિયાન ભારતીય ડ્રેસિંગ રૂમમાં બધું બરાબર ચાલી રહ્યું નથી. એવું કહેવાઈ રહ્યું હતું કે ગંભીર ટીમની કામગીરીથી નાખુશ હતા અને એવા અહેવાલો સામે આવ્યા હતા કે મેલબોર્નમાં ચોથી ટેસ્ટમાં ભારતની હાર બાદ તેમણે ખેલાડીઓને ઠપકો આપ્યો હતો. સરફરાઝ પાંચ ટેસ્ટની શ્રેણી માટે ભારતીય ટીમનો ભાગ હતો, જોકે તેને રમવાની તક મળી નહોતી.

ભારતીય ટીમમાં વાપસી ના થતાં સરફરાઝ હતાશ

ઘરેલું ક્રિકેટમાં સતત શાનદાર પ્રદર્શન કરવા અને ફિટનેસમાં સુધારો કરવા છતાં ભારતીય ટીમમાં પરત ફરવાની તક ન મળવાથી નિરાશ થયેલા મિડલ-ઓર્ડર બેટ્સમેન સરફરાઝ ખાને તાજેતરમાં પોતાની હતાશા વ્યક્ત કરી હતી. તેણે કહ્યું કે હવે તે દરરોજ સવારે ઉઠે ત્યારે વિચારે છે કે આટલી સખત મહેનત કરવાનો અર્થ જ શું છે?

મુંબઈ અને રેલવે વચ્ચે રમાઈ રહેલી રણજી ટ્રોફી મેચના પ્રથમ દિવસની રમત પૂરી થયા બાદ પત્રકારો સાથે વાત કરતા સરફરાઝે કહ્યું, ઘણું બધું થઈ ગયું છે. હવે હું તેના વિશે બહુ વિચારતો નથી. દરરોજ સવારે જ્યારે હું ઉઠું છું, ત્યારે મારી જાતને એક જ પ્રશ્ન પૂછું છું કે મારે આટલી સખત મહેનત શા માટે કરવી જોઈએ?

Add Zee News as a Preferred Source
TAGS:

About the Author

2020માં Inshorts સાથે પત્રકારત્વ ક્ષેત્રે કારકિર્દીની શરૂઆત કરી. જ્યાં બે વર્ષથી વધુ સમય સુધી ગુજરાતી કન્ટેન્ટ સ્પેશિયાલિસ્ટ તરીકે કામ કર્યું. ત્યારબાદ Sandesh Digital સાથે જોડાયા, જ્યાં ગુજરાતના લોકલ સમાચાર ઉપરાંત નેશનલ અને સ્પોર્ટ્સ સહિતની વિવિધ કેટેગરીમાં કામ કર્યું. આ દરમિયાન ગુજરાત વિધાનસભા ચૂંટણી 2022 અને IPL જેવી મહત્વપૂર્ણ ઇવેન્ટ્સ કવર કરી. ત્યારબાદ TV9 Gujarati સાથે જોડાયા, જ્યાં ગુજરાતના લોકલ સમાચાર ઉપરાંત નોલેજ, બિઝનેસ, ઓટો સહિતની વિવિધ કેટેગરીમાં કામ કર્યું. આ ઉપરાંત પ્રીમિયમ કન્ટેન્ટ માટે પણ કામ કર્યું અને રિસર્ચ-બેઝ્ડ સ્ટોરી લખવાનો અનુભવ મેળવ્યો. હાલમાં Zee 24 Kalakમાં સિનિયર સબ-એડિટર તરીકે કાર્યરત છે અને સ્પોર્ટ્સ, બિઝનેસ, ગુજરાત, જોબ્સ, ઓટો અને ટેક સહિતની વિવિધ કેટેગરીનું કન્ટેન્ટ તૈયાર કરી સરળ ભાષામાં વાચક મિત્રો સુધી પહોંચાડી રહ્યા છે.
Read More

ZEENEWS TRENDING STORIES