SOCIAL MEDIA

Newsletter

PARTNER SITES
Select Language Select State

રોહિત શર્માનો એક એવો રેકોર્ડ, જે 19 વર્ષથી કોઈ તોડી શક્યું નથી, કોહલી પણ છે લિસ્ટમાં

Rohit Sharma Record : ભારતીય ટીમના પૂર્વ કેપ્ટન અને હિટમેન તરીકે ઓળખાતા રોહિત શર્માના નામે એક એવો રેકોર્ડ છે, જે છેલ્લા 19 વર્ષથી કોઈ તોડી શક્યું નથી. ત્યારે આ રેકોર્ડ કયો છે અને ક્યારે બન્યો હતો આ રેકોર્ડ ? તેના વિશે આ લેખમાં અમે તમને જણાવીશું.

Written By Dilip Chaudhary
Published: Sep 24, 2026, 06:09 PM IST | Updated: Sep 24, 2026, 06:43 PM IST
Image Credit: Rohit Sharma Record
Join

Rohit Sharma Record : 19 વર્ષ પહેલાં MS ધોનીના નેતૃત્વમાં ટીમ ઈન્ડિયાએ T20 વર્લ્ડ કપનો ખિતાબ જીતીને ICC ટ્રોફીનો દુષ્કાળ ખતમ કર્યો હતો. T20 વર્લ્ડ કપની પ્રથમ સિઝન 2007માં દક્ષિણ આફ્રિકામાં રમાઈ હતી. એ જ વર્ષે બાંગ્લાદેશ સામેની હાર બાદ ટીમ ઈન્ડિયા ODI વર્લ્ડ કપના ગ્રુપ સ્ટેજમાંથી બહાર થઈ ગઈ હતી.

જે બાદ ધોનીના નેતૃત્વમાં યુવા ખેલાડીઓની ટીમને T20 વર્લ્ડ કપમાં રમવા માટે મોકલવામાં આવી હતી. કોઈને અપેક્ષા નહોતી કે ભારત આ ટુર્નામેન્ટ જીતશે, પરંતુ ટીમ ઈન્ડિયાએ ફાઇનલમાં પાકિસ્તાનને હરાવીને ઈતિહાસ રચ્યો. આ દરમિયાન રોહિત શર્માએ એક એવો રેકોર્ડ બનાવ્યો, જે છેલ્લા 19 વર્ષથી અકબંધ છે.

છેલ્લા 19 વર્ષથી અકબંધ છે આ રેકોર્ડ

આ રેકોર્ડ સૌથી યુવા ભારતીય ખેલાડી તરીકે ICC ટ્રોફી જીતવાનો છે. રોહિત શર્માએ 20 વર્ષ અને 147 દિવસની ઉંમરે T20 વર્લ્ડ કપ 2007નો ખિતાબ જીત્યો હતો. આ રેકોર્ડ અત્યાર સુધી કોઈ ભારતીય ખેલાડી તોડી શક્યો નથી. આ રેકોર્ડ છેલ્લા 19 વર્ષથી અકબંધ છે.

ઉલ્લેખનીય છે કે, તેણે આ જ ટુર્નામેન્ટ દરમિયાન ડેબ્યૂ કર્યું હતું. દક્ષિણ આફ્રિકા સામેની કરો યા મરો મેચમાં રોહિતે પોતાની પ્રથમ મેચમાં જે ભારત માટે 40 બોલમાં 50 રન બનાવ્યા હતા. ઓસ્ટ્રેલિયા સામેની સેમીફાઇનલમાં તેણે 5 બોલમાં અણનમ 8 રન બનાવ્યા હતા, જ્યારે પાકિસ્તાન સામેની ફાઇનલમાં તેણે 16 બોલમાં અણનમ 30 રનની મહત્વપૂર્ણ ઇનિંગ્સ રમી હતી.

કોહલી પણ છે આ યાદીમાં

આ યાદીમાં વિરાટ કોહલીનો પણ સમાવેશ થાય છે, જેણે 22 વર્ષ અને 148 દિવસની ઉંમરે 2011નો વર્લ્ડ કપ ખિતાબ જીત્યો હતો. જોકે, તે આ યાદીમાં ચોથા સ્થાને છે. 

ICC ટ્રોફી જીતનાર સૌથી ઓછી ઉંમરના ભારતીય ખેલાડીઓ

 

ખેલાડીઉંમરટુર્નામેન્ટ
રોહિત શર્મા20 વર્ષ 147 દિવસT20 વર્લ્ડ કપ 2007
આર. પી. સિંહ21 વર્ષ 292 દિવસT20 વર્લ્ડ કપ 2007
રોબિન ઉથપ્પા21 વર્ષ 317 દિવસT20 વર્લ્ડ કપ 2007
વિરાટ કોહલી22 વર્ષ 148 દિવસવનડે વર્લ્ડ કપ 2011
ઇરફાન પઠાણ22 વર્ષ 332 દિવસT20 વર્લ્ડ કપ 2007

ભારત-પાકિસ્તાન વચ્ચેની ફાઈનલ અત્યંત રોમાંચક રહી હતી

પ્રથમ બેટિંગ કરતા ગૌતમ ગંભીરની 75 રનની શાનદાર ઇનિંગ્સની મદદથી ટીમ ઈન્ડિયાએ પાકિસ્તાન સામે 158 રનનો ટાર્ગેટ મૂક્યો હતો. જો રોહિત શર્માએ અંતિમ તબક્કે મહત્વપૂર્ણ યોગદાન ન આપ્યું હોત, તો ભારતીય ટીમ મુશ્કેલ પરિસ્થિતિમાં મુકાઈ ગઈ હોત.

આ ટાર્ગેટનો પીછો કરતા પાકિસ્તાને 77 રનમાં 6 વિકેટ ગુમાવી દીધી હતી. તે સમયે એવું લાગતું હતું કે ભારત સરળતાથી મેચ જીતી જશે. જો કે, તેમ ન થયું. મિસ્બાહ-ઉલ-હકે 38 બોલમાં 43 રનની શાનદાર ઇનિંગ્સ રમીને ભારતની મુશ્કેલી વધારી હતી, પાકિસ્તાને હરભજન સિંહની 17મી ઓવરમાં ત્રણ સિક્સરની મદદથી 19 રન અને ત્યારબાદ 18મી ઓવરમાં 15 રન બનાવીને મેચમાં વાપસી કરી હતી.

 6 બોલમાં 13 રનની જરૂર હતી

19મી ઓવરમાં ભજ્જીએ માત્ર 7 રન આપ્યા, જેનાથી મેચ અત્યંત રોમાંચક બની ગઈ. જ્યારે પાકિસ્તાનને 6 બોલમાં 13 રનની જરૂર હતી, ત્યારે ધોનીએ છેલ્લી ઓવર જોગિંદર શર્માને આપી. તેણે પ્રથમ બોલ વાઈડ નાખ્યો, ત્યારબાદ ધોનીએ તેની સાથે વાતચીત કરી. મિસ્બાહ આગામી બોલ ચૂકી ગયો, પરંતુ ત્યારબાદ તેણે સિક્સર ફટકારી. ત્યારબાદ સ્કૂપ શોટ રમવાના પ્રયાસમાં મિસ્બાહ આઉટ થયો. શ્રીસંતે લીધેલો તે કેચ આજે પણ બધાને યાદ હશે.

Add Zee News as a Preferred Source
TAGS:

About the Author

2020માં Inshorts સાથે પત્રકારત્વ ક્ષેત્રે કારકિર્દીની શરૂઆત કરી. જ્યાં બે વર્ષથી વધુ સમય સુધી ગુજરાતી કન્ટેન્ટ સ્પેશિયાલિસ્ટ તરીકે કામ કર્યું. ત્યારબાદ Sandesh Digital સાથે જોડાયા, જ્યાં ગુજરાતના લોકલ સમાચાર ઉપરાંત નેશનલ અને સ્પોર્ટ્સ સહિતની વિવિધ કેટેગરીમાં કામ કર્યું. આ દરમિયાન ગુજરાત વિધાનસભા ચૂંટણી 2022 અને IPL જેવી મહત્વપૂર્ણ ઇવેન્ટ્સ કવર કરી. ત્યારબાદ TV9 Gujarati સાથે જોડાયા, જ્યાં ગુજરાતના લોકલ સમાચાર ઉપરાંત નોલેજ, બિઝનેસ, ઓટો સહિતની વિવિધ કેટેગરીમાં કામ કર્યું. આ ઉપરાંત પ્રીમિયમ કન્ટેન્ટ માટે પણ કામ કર્યું અને રિસર્ચ-બેઝ્ડ સ્ટોરી લખવાનો અનુભવ મેળવ્યો. હાલમાં Zee 24 Kalakમાં સિનિયર સબ-એડિટર તરીકે કાર્યરત છે અને સ્પોર્ટ્સ, બિઝનેસ, ગુજરાત, જોબ્સ, ઓટો અને ટેક સહિતની વિવિધ કેટેગરીનું કન્ટેન્ટ તૈયાર કરી સરળ ભાષામાં વાચક મિત્રો સુધી પહોંચાડી રહ્યા છે.

ZEENEWS TRENDING STORIES