SOCIAL MEDIA

Newsletter

PARTNER SITES
Select Language Select State

IPL 2027 પહેલા મુંબઈ ઈન્ડિયસની મોટી જાહેરાત, આ દિગ્ગજને સોંપી હેડ કોચની જવાબદારી

Mumbai Indians Head Coach: મુંબઈ ઈન્ડિયન્સે IPL 2027 પહેલા એક મોટો ફેરફાર કર્યો છે અને કિરોન પોલાર્ડને તેમના નવા હેડ કોચ તરીકે નિયુક્ત કર્યા છે. મુંબઈ ઈન્ડિયન્સે કિરોન પોલાર્ડ પર વિશ્વાસ મૂક્યો છે, જે હવે મહેલા જયવર્દનેનું સ્થાન લેશે.

Written By Dilip Chaudhary
Published: Oct 24, 2026, 02:49 PM IST | Updated: Oct 24, 2026, 02:53 PM IST
Join

Mumbai Indians Head Coach: મુંબઈ ઈન્ડિયન્સે IPL 2027 પહેલાં વેસ્ટ ઈન્ડિઝના પૂર્વ ક્રિકેટર કિરોન પોલાર્ડને હેડ કોચની જવાબદારી સોંપી છે. અગાઉ બેટિંગ કોચ તરીકેની ભૂમિકા ભજવતા પોલાર્ડને હવે બઢતી આપીને મુંબઈ ઈન્ડિયન્સના નવા હેડ કોચ બનાવવામાં આવ્યા છે, જેનાથી ફ્રેન્ચાઈઝી સાથેનો તેમનો લાંબા સમયનો સંબંધ વધુ મજબૂત બન્યો છે. પાંચ વખતની ચેમ્પિયન ટીમમાં તેઓ મહેલા જયવર્દનેનું સ્થાન લેશે.

BCCIએ ઈશાન કિશનના રિપ્લેસમેન્ટની કરી જાહેરાત, બીજી T20 મેચ માટે આ ખેલાડીનો ટીમમાં સમાવેશ

એક નિવેદનમાં મુંબઈ ઈન્ડિયન્સે જણાવ્યું હતું કે, અમને કિરોન પોલાર્ડને હેડ કોચના પદ પર બઢતી આપવાની જાહેરાત કરતા આનંદ થાય છે. કિરોનને મુંબઈ ઈન્ડિયન્સ ટીમ, તેની સંસ્કૃતિ અને ઉચ્ચ સ્તરે સ્પર્ધા કરવા માટે જરૂરી બાબતોની ઊંડી સમજ છે. T20 ક્રિકેટના વિકાસને નજીકથી જોનારા પોલાર્ડને રમતની બદલાતી ગતિશીલતા, વ્યૂહાત્મક જરૂરિયાતો અને સતત સ્પર્ધાત્મક બનતા વાતાવરણની સારી સમજ છે.

કિરોન પોલાર્ડને બઢતી

કિરોન પોલાર્ડે મુંબઈ ઈન્ડિયન્સના માલિકો તેમજ સમગ્ર મુંબઈ ઈન્ડિયન્સ પરિવારનો તેમના પર વિશ્વાસ મૂકવા બદલ આભાર માન્યો હતો. ફ્રેન્ચાઈઝી સાથેના પોતાના મજબૂત સંબંધોનો ઉલ્લેખ કરતા તેમણે કહ્યું કે, તેઓ ટીમની પરંપરાને આગળ વધારવા, પ્રતિભાઓને વિકસાવવા અને ચાહકોને સેલિબ્રેશનની વધુ તકો આપવા માટે ઉત્સુક છે. પોલાર્ડે કહ્યું કે, મુંબઈ ઈન્ડિયન્સ માટે હેડ કોચની ભૂમિકા સંભાળવી એ મારા માટે સન્માનની વાત છે.

કિરોન પોલાર્ડની મુંબઈ ઈન્ડિયન્સના હેડ કોચ તરીકે નિમણૂક

કિરોન પોલાર્ડે કહ્યું કે, મુંબઈ ઈન્ડિયન્સ મારા જીવન અને કારકિર્દીનો એક મહત્વપૂર્ણ હિસ્સો રહ્યું છે. આ ટીમ, તેના ખેલાડીઓ અને ચાહકો સાથે મારો જે સંબંધ છે, તે મારા માટે ખૂબ જ અર્થપૂર્ણ છે. આ સફરનો એક ભાગ રહીને પહેલા ખેલાડી તરીકે અને પછી કોચ તરીકે હું મુંબઈ ઈન્ડિયન્સના મહત્વને અને બ્લુ એન્ડ ગોલ્ડ જર્સીનું પ્રતિનિધિત્વ કરવાની સાથે આવતી વિશાળ જવાબદારીને સારી રીતે સમજું છું.

Add Zee News as a Preferred Source
TAGS:

About the Author

2020માં Inshorts સાથે પત્રકારત્વ ક્ષેત્રે કારકિર્દીની શરૂઆત કરી. જ્યાં બે વર્ષથી વધુ સમય સુધી ગુજરાતી કન્ટેન્ટ સ્પેશિયાલિસ્ટ તરીકે કામ કર્યું. ત્યારબાદ Sandesh Digital સાથે જોડાયા, જ્યાં ગુજરાતના લોકલ સમાચાર ઉપરાંત નેશનલ અને સ્પોર્ટ્સ સહિતની વિવિધ કેટેગરીમાં કામ કર્યું. આ દરમિયાન ગુજરાત વિધાનસભા ચૂંટણી 2022 અને IPL જેવી મહત્વપૂર્ણ ઇવેન્ટ્સ કવર કરી. ત્યારબાદ TV9 Gujarati સાથે જોડાયા, જ્યાં ગુજરાતના લોકલ સમાચાર ઉપરાંત નોલેજ, બિઝનેસ, ઓટો સહિતની વિવિધ કેટેગરીમાં કામ કર્યું. આ ઉપરાંત પ્રીમિયમ કન્ટેન્ટ માટે પણ કામ કર્યું અને રિસર્ચ-બેઝ્ડ સ્ટોરી લખવાનો અનુભવ મેળવ્યો. હાલમાં Zee 24 Kalakમાં સિનિયર સબ-એડિટર તરીકે કાર્યરત છે અને સ્પોર્ટ્સ, બિઝનેસ, ગુજરાત, જોબ્સ, ઓટો અને ટેક સહિતની વિવિધ કેટેગરીનું કન્ટેન્ટ તૈયાર કરી સરળ ભાષામાં વાચક મિત્રો સુધી પહોંચાડી રહ્યા છે.

ZEENEWS TRENDING STORIES