SOCIAL MEDIA

Newsletter

PARTNER SITES
Select Language Select State

ધોનીનો એક વીડિયો કોલ અને 'થાલા'ની સફરનો અંત... સામે આવી નિવૃત્તિ પાછળની વણકહી કહાની

MS Dhoni IPL Retirement : IPLમાં ચેન્નાઈ સુપર કિંગ્સ માટે મહેન્દ્ર સિંહ ધોની એક નવા અવતારમાં જોવા મળશે. લાંબા સમય સુધી કેપ્ટન તરીકે ચેન્નાઈ માટે રમનાર માહી હવે ટીમને આગળ લઈ જવા માટે મેન્ટરની ભૂમિકા નિભાવશે.

Written By Dilip Chaudhary
Published: Nov 18, 2026, 17:30 IST | Updated: Nov 18, 2026, 17:33 IST
Join

MS Dhoni IPL Retirement : ભારતીય ક્રિકેટના સ્ટાર અને ચેન્નાઈ સુપર કિંગ્સના પ્રાણ સમાન મહેન્દ્ર સિંહ ધોનીએ આખરે IPLમાં ખેલાડી તરીકેની તેની 18 વર્ષની સફરનો અંત આણ્યો છે. 17 નવેમ્બરે ધોનીના નિવૃત્તિના સમાચાર સાંભળીને લાખો ચાહકોના દિલ તૂટી ગયા. જોકે, આ નિર્ણય પાછળની ભાવુક કહાની હવે સામે આવી છે, જે કોઈપણ ક્રિકેટ ચાહકની આંખોમાં આંસુ લાવી દે તેવી છે.

કરોડોની સંપત્તિ, આલીશાન ઘર અને લક્ઝરી કારનું કલેક્શન... ધોનીની કમાણી જાણીને હોશ ઉડી જશે

'ધોનીની એક વાક્યથી સન્નાટો છવાઈ ગયો'

ચેન્નાઈ સુપર કિંગ્સના માલિક રૂપા ગુરુનાથે એક વીડિયો શેર કર્યો છે, જેમાં તેમણે જણાવ્યું છે કે, કેવી રીતે એક મિટિંગ દરમિયાન ધોનીના એક વાક્યથી સન્નાટો છવાઈ ગયો હતો. તેમણે જણાવ્યું કે 15 નવેમ્બરના રોજ ટીમ મેનેજમેન્ટ આગામી સીઝન માટેની રણનીતિઓ પર ચર્ચા કરવા અને કયા ખેલાડીઓને રિલીઝ કરવા તે નક્કી કરવા માટે વીડિયો કોલના માધ્યમથી જોડાયા હતા.

તે ક્ષણને યાદ કરતા રૂપાએ જણાવ્યું કે, થોડા મહિના પહેલા જ્યારે તેઓ ધોનીને મળ્યા હતા, ત્યારે જ ધોનીએ આગામી સીઝનમાં રમી શકશે કે કેમ તે અંગે અનિશ્ચિતતા વ્યક્ત કરી હતી. શનિવારે, જ્યારે તેમનો વીડિયો કોલ પૂરો થવાને આરે હતો અને CEO કાશી વિશ્વનાથન રિલીઝ કરવામાં આવનારા ખેલાડીઓની યાદી વાંચી રહ્યા હતા, ત્યારે MSએ ખૂબ જ શાંત અવાજે કહ્યું, "કદાચ તમારે તે યાદીમાં મારું નામ પણ ઉમેરી દેવું જોઈએ."

ધોનીના આ એક વાક્યથી સૌ કોઈ સ્તબ્ધ થઈ ગયા હતા. જે ખેલાડીએ 2008માં IPLની શરૂઆતથી જ CSKની જવાબદારી પોતાના ખભા પર ઉઠાવી હતી, તેણે હવે મેદાનને અલવિદા કહી દીધું છે. એકદમ શાંતિથી, સાદગીપૂર્વક અને કોઈ પણ પ્રકારના દેખાડા કે ધામધૂમ વગર.

'CSK અને ધોની દરેક ઉતાર-ચઢાવમાં એકબીજાની પડખે ઊભા રહ્યા'

થોડા સમયથી ધોની સતત ઈજાઓ સામે ઝઝૂમી રહ્યો હતો. પગના સ્નાયુની ઈજાને કારણે તે 2026ની આખી સીઝન રમી શક્યો નહોતો. આ એક એવો ફટકો હતો જેની સ્પષ્ટ અસર ટીમની કામગીરી પર પડી, કારણ કે CSK તે સીઝનમાં માત્ર 6 મેચ જ જીતી શકી.

ધોનીની આ ભાવનાને બિરદાવતા રૂપા ગુરુનાથે કહ્યું કે, છેલ્લા 20 વર્ષોમાં CSK અને MS ધોની દરેક ઉતાર-ચઢાવમાં એકબીજાની પડખે ઊભા રહ્યા છે.

ધોની એવો વ્યક્તિ છે કે જે ટીમ માટે 200 ટકા ન આપી શકે, તો તે રમવાનું પસંદ કરતો નથી. તે ક્યારેય ટીમની પ્રગતિમાં અવરોધ બનવા માંગતો નથી. જ્યારે તેને સમજાયું કે તે હવે પોતાનું શ્રેષ્ઠ પ્રદર્શન નથી આપી શકે તેમ, ત્યારે તેણે સ્વૈચ્છિક રીતે હટી જવાનો નિર્ણય લીધો.

'થાલા' હવે મેન્ટર તરીકે 'યલો આર્મી'ને ઘડશે

ભલે હવે આપણને તેની ચપળ સ્ટમ્પિંગ, હેલિકોપ્ટર શોટ્સ કે પછી માત્ર એક આંગળીના ઈશારે ફિલ્ડિંગ ગોઠવીને મેચનું પાસું પલટાવવાની તેની અનોખી આવડત જોવા ન મળે, પરંતુ CSK સાથેનો તેનો સંબંધ અકબંધ છે. આગામી સીઝનમાં, ધોની ચેન્નાઈ સુપર કિંગ્સ માટે મેન્ટર તરીકે સેવા આપશે.

Add Zee News as a Preferred Source
TAGS:

About the Author

2020માં Inshorts સાથે પત્રકારત્વ ક્ષેત્રે કારકિર્દીની શરૂઆત કરી. જ્યાં બે વર્ષથી વધુ સમય સુધી ગુજરાતી કન્ટેન્ટ સ્પેશિયાલિસ્ટ તરીકે કામ કર્યું. ત્યારબાદ Sandesh Digital સાથે જોડાયા, જ્યાં ગુજરાતના લોકલ સમાચાર ઉપરાંત નેશનલ અને સ્પોર્ટ્સ સહિતની વિવિધ કેટેગરીમાં કામ કર્યું. આ દરમિયાન ગુજરાત વિધાનસભા ચૂંટણી 2022 અને IPL જેવી મહત્વપૂર્ણ ઇવેન્ટ્સ કવર કરી. ત્યારબાદ TV9 Gujarati સાથે જોડાયા, જ્યાં ગુજરાતના લોકલ સમાચાર ઉપરાંત નોલેજ, બિઝનેસ, ઓટો સહિતની વિવિધ કેટેગરીમાં કામ કર્યું. આ ઉપરાંત પ્રીમિયમ કન્ટેન્ટ માટે પણ કામ કર્યું અને રિસર્ચ-બેઝ્ડ સ્ટોરી લખવાનો અનુભવ મેળવ્યો. હાલમાં Zee 24 Kalakમાં સિનિયર સબ-એડિટર તરીકે કાર્યરત છે અને સ્પોર્ટ્સ, બિઝનેસ, ગુજરાત, જોબ્સ, ઓટો અને ટેક સહિતની વિવિધ કેટેગરીનું કન્ટેન્ટ તૈયાર કરી સરળ ભાષામાં વાચક મિત્રો સુધી પહોંચાડી રહ્યા છે.
Read More

ZEENEWS TRENDING STORIES