SOCIAL MEDIA

Newsletter

PARTNER SITES
Select Language Select State

મુંબઈ અને પંજાબ વચ્ચે મોટી ટ્રેડ ડીલ, હાર્દિક પંડ્યા અને અર્શદીપ સિંહની અદલા બદલીની તૈયારી, જાણો

IPL 2027 Trade: મુંબઈ ઈન્ડિયન્સ અને પંજાબ કિંગ્સ વચ્ચે એક મોટા ટ્રેડ ડીલ પર સંમતિ સધાઈ છે. હાર્દિક પંજાબ કિંગ્સમાં જોડાશે, જ્યારે અર્શદીપ મુંબઈમાં જોડાશે. જો કે IPL 2027 Trade થોડા સમય બાદ ગોવામાં યોજાવાની છે, ત્યારે તે પહેલા આ મોટું અપડેટ છે.

Written By Chudasama Krushnapalsinh
Published: Nov 07, 2026, 08:00 PM IST | Updated: Nov 07, 2026, 08:02 PM IST
Join

IPL 2027 Trade: IPL હરાજી પહેલા, મુંબઈ ઈન્ડિયન્સ અને પંજાબ કિંગ્સ ખેલાડીઓની  ટ્રેડ પર સંમત થયા છે. આ ડીલમાં સ્ટાર ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યા પંજાબ કિંગ્સમાં જોડાશે, જ્યારે ફાસ્ટ બોલર અર્શદીપ સિંહ મુંબઈ ઈન્ડિયન્સ સાથે જોડાશે. આ ડીલ હજુ પણ પ્રસ્તાવિત છે અને ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI) તરફથી મંજૂરીની રાહ જોઈ રહ્યો છે. IPLના એક સૂત્રએ આ કરારની પુષ્ટિ કરી. સૂત્રએ જણાવ્યું હતું કે હાર્દિક પંડ્યા શ્રેયસ ઐયરની કેપ્ટનશીપ હેઠળ રમવા માટે ખુશ છે. એવી અપેક્ષા છે કે શ્રેયસ ઐયર આગામી સિઝનમાં પંજાબ કિંગ્સના કેપ્ટન તરીકે ચાલુ રહેશે.

કેપ્ટન અને કોચે નિર્ણય લીધો

સૂત્રએ જણાવ્યું હતું કે, ટ્રેડ નક્કી થઈ ગઈ છે. હાર્દિક પંજાબ કિંગ્સમાં જોડાઈ રહ્યો છે, અને અર્શદીપ મુંબઈ ઇન્ડિયન્સ સાથે જોડાઈ રહ્યો છે. હાર્દિક શ્રેયસ ઐયરની કેપ્ટનશીપ હેઠળ રમવા માટે ખુશ છે. તેમના મતે, અર્શદીપના બદલામાં હાર્દિકને વેચવાનો નિર્ણય કેપ્ટન અને કોચ દ્વારા લેવામાં આવ્યો હતો. અર્શદીપ લાંબા સમયથી પંજાબ કિંગ્સ સાથે સંકળાયેલો છે અને ફ્રેન્ચાઇઝ માટે તેના ઉત્કૃષ્ટ પ્રદર્શન દ્વારા આજે આ સ્થાન પર પહોંચ્યો છે.

સૂત્રએ ઉમેર્યું કે, ફ્રેન્ચાઇઝ માલિકો માટે આ નિર્ણય સરળ નહોતો કારણ કે અર્શદીપે ટીમ માટે તેના સતત પ્રદર્શન દ્વારા પોતાનું નામ બનાવ્યું છે. જો કે, કેપ્ટન અને કોચે નિર્ણયને આગળ ધપાવ્યો અને હવે તે અંતિમ છે.

હાર્દિકની કેપ્ટનશીપ હેઠળ મુંબઈનું નબળું પ્રદર્શન

આ ડીલ હાર્દિકના મુંબઈ ઇન્ડિયન્સ સાથેના બીજા કાર્યકાળનો અંત લાવશે. હાર્દિક 2024 સીઝન માટે મુંબઈ ઇન્ડિયન્સમાં પાછો ફર્યો અને લાંબા સમયથી કેપ્ટન રોહિત શર્માની જગ્યાએ તેને કેપ્ટન તરીકે પસંદ કરવામાં આવ્યો. જો કે, હાર્દિકની કેપ્ટનશીપ હેઠળ મુંબઈ ઇન્ડિયન્સનું પ્રદર્શન અપેક્ષા મુજબ રહ્યું નથી. હાર્દિકે કમાન સંભાળ્યા પછી પાંચ વખતની ચેમ્પિયન ટીમ ત્રણ સીઝનમાંથી બે વાર પ્લેઓફમાં સ્થાન મેળવવામાં નિષ્ફળ રહી.

16 ડિસેમ્બરે ગોવામાં મીની-ઓક્શન

આ સોદો BCCI દ્વારા ખેલાડીઓને જાળવી રાખવાની અંતિમ તારીખ 17 નવેમ્બર સુધી લંબાવીને કરવામાં આવ્યો છે, જેના કારણે બંને ફ્રેન્ચાઇઝીઓને 16 ડિસેમ્બરે ગોવામાં યોજાનારી મીની-ઓક્શન પહેલાં જરૂરી ઔપચારિકતાઓ પૂર્ણ કરવા માટે પૂરતો સમય મળશે. પંજાબ કિંગ્સ મીની-ઓક્શન પહેલાં માર્કસ સ્ટોઈનિસ અને નેહલ વાઢેરાને પણ રિલીઝ કરી શકે છે.

હાર્દિક છેલ્લે 24 મેના રોજ IPL 2026માં મુંબઈ ઇન્ડિયન્સ માટે રમ્યો હતો. ઓક્ટોબરમાં ઓસ્ટ્રેલિયા A સામેની ઘરેલુ ODI શ્રેણી માટે તેને ઇન્ડિયા A ટીમમાં સામેલ કરવામાં આવ્યો હતો, પરંતુ પગની પિંડીની નવી ઈજાને કારણે તેને ટીમમાંથી બહાર કરવાની ફરજ પડી હતી, જેના કારણે તેની વાપસીની યોજનાઓ ખોરવાઈ ગઈ હતી. હાર્દિકનો છેલ્લો આંતરરાષ્ટ્રીય મેચ IPL પહેલા ન્યુઝીલેન્ડ સામે T20 વર્લ્ડ કપ ફાઇનલ હતો. તે સતત ઈજા સામે ઝઝૂમી રહ્યો છે અને તેના કારણે તે ક્રિકેટમાં પાછો ફરતો નથી.

Add Zee News as a Preferred Source
TAGS:

About the Author

2017થી પત્રકારના ક્ષેત્રમાં કામ કરી રહ્યા છે. કારકિર્દીની શરૂઆતથી ઈન્ટરનેશનલ, નેશનલ, હેલ્થ, ઈલેક્શન, બિઝનેસ અને સ્પોર્ટ્સના સમાચાર જેવી વિવિધ કેટેગરીમાં કામ કરી રહ્યા છે. અનુભવના આધારે વિવિધ આર્ટિકલ્સ દ્વારા યુઝરને નવી માહિતી આપે છે. કારકિર્દીની શરૂઆતમાં ETV ભારત, ABP અસ્મિતા, TV9 ગુજરાતી અને હાલ ZEE 24 કલાકમાં કામ કરી રહ્યા છે.

ZEENEWS TRENDING STORIES