SOCIAL MEDIA

Newsletter

PARTNER SITES
Select Language Select State

એક જ ઇનિંગમાં 8 શિકાર અને સદી... ટેસ્ટના ઇતિહાસમાં પહેલીવાર બન્યો આવો રેકોર્ડ, આ ક્રિકેટરે રચ્યો ઇતિહાસ

Litton Das Record : જોહાનિસબર્ગના વાન્ડરર્સ સ્ટેડિયમ ખાતે દક્ષિણ આફ્રિકા સામે રમાઈ રહેલી પ્રથમ ટેસ્ટ મેચમાં બાંગ્લાદેશના વિકેટકીપર-બેટ્સમેન લિટન દાસે એક જ ઇનિંગમાં વિકેટ પાછળ 8 શિકાર અને સદી ફટકારીને વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો છે.

Written By Dilip Chaudhary
Published: Nov 19, 2026, 14:35 IST | Updated: Nov 19, 2026, 14:38 IST
Join

Litton Das Record : બાંગ્લાદેશના ક્રિકેટર લિટન દાસે ટેસ્ટ ક્રિકેટમાં ઈતિહાસ રચ્યો છે. આ ફોર્મેટના 149 વર્ષના ઈતિહાસમાં તેણે એક એવો વિશ્વ વિક્રમ સ્થાપ્યો છે જે અન્ય કોઈ ક્રિકેટરે ક્યારેય બનાવ્યો નથી. જોહાનિસબર્ગના વાન્ડરર્સ સ્ટેડિયમમાં દક્ષિણ આફ્રિકા સામેની પ્રથમ ટેસ્ટ મેચ દરમિયાન, બાંગ્લાદેશના વિકેટકીપર-બેટ્સમેન લિટન દાસે શાનદાર સદી ફટકારી અને ત્યારબાદ વિકેટની પાછળ રહીને 8 ખેલાડીઓને આઉટ કરવામાં મહત્વની ભૂમિકા ભજવી, જેમાં 6 કેચ અને 2 સ્ટમ્પિંગનો સમાવેશ થાય છે.

એશિયા કપ પહેલા પાકિસ્તાની કેપ્ટન સાથે કેક કાપતો જોવા મળ્યો તિલક વર્મા, હવે મેદાન પર થશે અગ્નિપરીક્ષા

ટેસ્ટ ક્રિકેટના 149 વર્ષના ઈતિહાસમાં લિટન દાસ એવો પ્રથમ ક્રિકેટર બન્યો છે, જેણે એક જ મેચમાં સદી ફટકારી હોય અને સાથે જ વિકેટની પાછળ રહીને 8 ખેલાડીઓને આઉટ કર્યા હોય. દક્ષિણ આફ્રિકા સામેની આ પ્રથમ ટેસ્ટમાં બાંગ્લાદેશે ટોસ જીતીને બેટિંગ કરવાનો નિર્ણય લીધો અને પોતાની પ્રથમ ઇનિંગ્સમાં કુલ 400 રન બનાવ્યા. બાંગ્લાદેશ માટે તૌહીદ હૃદય અને લિટન દાસ બંનેએ સદી ફટકારી હતી. પાંચમા ક્રમે બેટિંગ કરતા તૌહીદ હૃદયે 227 બોલમાં 137 રન બનાવ્યા હતા.

ટેસ્ટ ક્રિકેટના 149 વર્ષના ઈતિહાસમાં પ્રથમ વખત આવો રેકોર્ડ બન્યો

સાતમા ક્રમે બેટિંગ કરવા આવેલા વિકેટકીપર-બેટ્સમેન લિટન દાસે પોતાની ટેસ્ટ કારકિર્દીની આઠમી સદી ફટકારી. તેણે 179 બોલમાં 120 રન બનાવ્યા. બાંગ્લાદેશના પ્રથમ ઇનિંગ્સના 400 રનના જવાબમાં દક્ષિણ આફ્રિકાએ 557 રન બનાવીને 157 રનની મજબૂત સરસાઈ મેળવી લીધી. દક્ષિણ આફ્રિકાની પ્રથમ ઇનિંગ્સ દરમિયાન, લિટન દાસે વિકેટની પાછળ રહીને 8 ખેલાડીઓને આઉટ કરવામાં યોગદાન આપ્યું. જેમાં તેણે 6 કેચ પકડ્યા અને 2 સ્ટમ્પિંગ કર્યા.

જોહાનિસબર્ગમાં એક અદ્ભુત સંયોગ

આ સાથે લિટન દાસ વિશ્વનો એવો પ્રથમ ક્રિકેટર બની ગયો છે, જેણે એક જ ટેસ્ટ ઇનિંગમાં સદી ફટકારી હોય અને વિકેટકીપર તરીકે 6થી વધુ ખેલાડીઓને આઉટ કરવામાં ભૂમિકા ભજવી હોય. આ સાથે તેણે દક્ષિણ આફ્રિકાના ડેનિસ લિન્ડસે (1966) અને એબી ડી વિલિયર્સ (2013)ને પાછળ છોડી દીધા છે. રસપ્રદ વાત એ છે કે, ડેનિસ લિન્ડસે અને એબી ડી વિલિયર્સ બંનેએ પણ જોહાનિસબર્ગમાં જ સદી ફટકારવાની અને વિકેટ પાછળ રહીને 6 ખેલાડીઓને આઉટ કરવાની સિદ્ધિ મેળવી હતી. હવે, તે જ સ્થળે લિટન દાસે એક જ ટેસ્ટ ઇનિંગમાં સદી ફટકારીને અને 6થી વધુ ખેલાડીઓને આઉટ કરવામાં યોગદાન આપ્યું છે.
 

Add Zee News as a Preferred Source
TAGS:

About the Author

2020માં Inshorts સાથે પત્રકારત્વ ક્ષેત્રે કારકિર્દીની શરૂઆત કરી. જ્યાં બે વર્ષથી વધુ સમય સુધી ગુજરાતી કન્ટેન્ટ સ્પેશિયાલિસ્ટ તરીકે કામ કર્યું. ત્યારબાદ Sandesh Digital સાથે જોડાયા, જ્યાં ગુજરાતના લોકલ સમાચાર ઉપરાંત નેશનલ અને સ્પોર્ટ્સ સહિતની વિવિધ કેટેગરીમાં કામ કર્યું. આ દરમિયાન ગુજરાત વિધાનસભા ચૂંટણી 2022 અને IPL જેવી મહત્વપૂર્ણ ઇવેન્ટ્સ કવર કરી. ત્યારબાદ TV9 Gujarati સાથે જોડાયા, જ્યાં ગુજરાતના લોકલ સમાચાર ઉપરાંત નોલેજ, બિઝનેસ, ઓટો સહિતની વિવિધ કેટેગરીમાં કામ કર્યું. આ ઉપરાંત પ્રીમિયમ કન્ટેન્ટ માટે પણ કામ કર્યું અને રિસર્ચ-બેઝ્ડ સ્ટોરી લખવાનો અનુભવ મેળવ્યો. હાલમાં Zee 24 Kalakમાં સિનિયર સબ-એડિટર તરીકે કાર્યરત છે અને સ્પોર્ટ્સ, બિઝનેસ, ગુજરાત, જોબ્સ, ઓટો અને ટેક સહિતની વિવિધ કેટેગરીનું કન્ટેન્ટ તૈયાર કરી સરળ ભાષામાં વાચક મિત્રો સુધી પહોંચાડી રહ્યા છે.
Read More

ZEENEWS TRENDING STORIES