SOCIAL MEDIA

Newsletter

PARTNER SITES
Select Language Select State

Jay Shah: ક્રિકેટ જગતમાં જય શાહનો દબદબો યથાવત્, બીજી વખત બન્યા ICC ચેરમેન

Jay Shah ICC Chairman: બાલીમાં થયેલી આઈસીસીની બેઠકમાં મહત્વપૂર્ણ નિર્ણય લેવાયો છે. આઈસીસીના ચેરમેન પદ પર ફરી એકવાર જય શાહની પસંદગી કરવામાં આવી છે.

Written By Krupa Shah
Published: Nov 16, 2026, 11:10 AM IST | Updated: Nov 16, 2026, 11:23 AM IST
Join

Jay Shah ICC Chairman: ક્રિકેટ જગતના સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે. ફરી એકવાર જય શાહની પસંદગી આઈસીસીના ચેરમેન તરીકે કરવામાં આવી છે. આઈસીસીના ચેરમેન તરીકે જય શાહનો આ બીજો કાર્યકાળ હશે. ચેરમેન તરીકે જય શાહની વરણી બાલીમાં થયેલી બેઠક બાદ કરવામાં આવી છે.

જય શાહ જ આઈસીસીના ચેરમેન બનશે તે નિર્ણય બાલીમાં થયેલી બેઠક બાદ લેવાયો છે. બાલીમાં આઈસીસીના ડાયરેક્ટર્સની બેઠક થઈ હતી જેમાં સૌ કોઈએ જય શાહના નામનો પ્રસ્તાવ મુક્યો હતો. જય શાહ વિરુદ્ધ અન્ય કોઈએ ઉમેરવારી નોંધાવી ન હતી. આ કારણે જય શાહની વરણી બિનહરીફ થી છે. કોઈપણ વ્યક્તિનો વિરોધ ન હોવાથી આઈસીસીના ચેરમેન તરીકે જય શાહની વરણી કરવામાં આવી છે. 
 

જય શાહને ફરીથી આઈસીસીના ચેરમેન તરીકે જવાબદારી સોંપવામાં આવી છે તેની પુષ્ટિ આઈસીસી દ્વારા કરી દેવામાં આવી છે. જય શાહની વરણી સંબંધિત પોસ્ટ આઈસીસીના સત્તાવાર એક્સ અકાઉન્ટ પર પોસ્ટ શેર કરીને કરવામાં આવી છે. 

જય શાહની પ્રતિક્રિયા

બીજી વખત આઈસીસીના ચેરમેન બનેલા જય શાહએ આ અંગે પોતાની ખુશી વ્યક્ત કરતાં જણાવ્યું હતું કે આ તેમના માટે ગર્વની વાત છે કે તેમને મોટી જવાબદારી સોંપવામાં આવી છે. તેમણે આ તકે કહ્યું કે તેઓ દુનિયાભરમાં ક્રિકેટને આગળ લાવવા માટે સભ્યો સાથે મળીને કામ કરશે. જય શાહ એ વધુમાં જણાવ્યું હતું કે આ સમય ક્રિકેટ માટે ખાસ છે. તેની જવાબદારી મોટી ટૂર્નામેન્ટ કરાવવા સુધી મર્યાદિત નથી. તે ક્રિકેટના ભવિષ્યને મજબૂત કરવા કામ કરશે. 

આઈસીસીના ચેરમેન બનનાર 5 માં ભારતીય

ઉલ્લેખનીય છે કે જય શાહ વર્ષ 2024 માં પહેલીવાર આઈસીસીના ચેરમેન બન્યા હતા. 36 વર્ષની ઉંમરે આઈસીસીના ચેરમેન બનનાર જય શાહ પહેલા વ્યક્તિ છે. તેમના કાર્યકાળને જોતાં ફરી એકવાર તેમની પસંદગી આઈસીસીના ચેરમેન તરીકે કરવામાં આવી છે. આઈસીસીના ચેરમેન બન્યા હોય તેવા 5 માં વ્યક્તિ જય શાહ છે. જય શાહ પહેલા ભારતમાંથી જગમોહન દાલમિયા, શરદ પવાર, એન શ્રીનિવાસન, શશાંક મનોહર આ જવાબદારી સંભાળી ચુક્યા છે. ખાસ વાત એ છે કે જય શાહને સતત બીજી વખત નિર્વિરોધ ચેરમેન પદ માટે પસંદ કરવામાં આવ્યા છે. 

 

Add Zee News as a Preferred Source
TAGS:

About the Author

કૃપા શાહ સબ એડિટર તરીકે Zee 24 કલાક સાથે કાર્યરત. દેશ-વિદેશના સમાચારો સાથે ધાર્મિક, સ્વાસ્થ્ય, મનોરંજન, લાઈફસ્ટાઈલ જેવા વિષયો પર ઊંડાણપૂર્વક માહિતી આપતી સ્ટોરીઓમાં રસ છે. 13 વર્ષથી પત્રકારત્વનો અનુભવ છે. બી એ બાદ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાંથી MJMC ડીગ્રી મેળવી છે. અગાઉ સંદેશ, આજકાલ, અબતક, ગુજરાત સમાચાર સાથે કામ કર્યું છે. વર્ષ 2022 થી ઝી મીડિયા સાથે જોડાયેલા છે.
Read More

ZEENEWS TRENDING STORIES