W,W,W,W... આ ક્રિકેટરે ડેબ્યૂ મેચમાં મચાવી તબાહી, સતત 4 બોલમાં લીધી 4 વિકેટ
Jamshed Alam : જમશેદ આલમનું પ્રદર્શન એટલા માટે ખાસ હતું, કારણ કે તેણે પોતાની પ્રથમ ઓવરમાં જ ચાર વિકેટ લીધી હતી. ત્યારબાદ તેણે વધુ એક વિકેટ નાખી, આમ ત્રણ ઓવરમાં તેણે કુલ વિકેટો લીધી.
Jamshed Alam : રેલવેના ફાસ્ટ બોલર જમશેદ આલમે સૈયદ મુશ્તાક અલી ટ્રોફી 2026-27માં ઐતિહાસિક પ્રદર્શન કર્યું છે. 22 નવેમ્બરે ઈન્દોરના ડેલી કોલેજ ગ્રાઉન્ડ પર સૌરાષ્ટ્ર સામેની મેચમાં તેણે પોતાની પ્રથમ ઓવરમાં જ સતત ચાર બોલ પર ચાર વિકેટ ઝડપી હતી. 23 વર્ષીય ખેલાડી માટે આ તેની T20 ડેબ્યૂ મેચ હતી.
94 વર્ષમાં પહેલીવાર... ટેસ્ટ ક્રિકેટમાં ભારતીય બેટ્સમેનોએ કર્યો કમાલ, ટીમ ઈન્ડિયાની ઐતિહાસિક સિદ્ધિ
આ મામલે જમશેદ માત્ર ત્રીજો બોલર
સૈયદ મુશ્તાક અલી ટ્રોફીની મેચમાં સતત ચાર બોલ પર ચાર વિકેટ લેનાર જમશેદ આલમ માત્ર ત્રીજો બોલર છે. આ પહેલાં અભિમન્યુ મિથુન અને દર્શન નલકાંડેએ આ સિદ્ધિ મેળવી હતી. મિથુને 2019માં કર્ણાટક તરફથી રમતા હરિયાણા સામેની સેમીફાઈનલમાં આ કારનામું કર્યું હતું, જ્યાં તેણે ઈનિંગની છેલ્લી ઓવરમાં પાંચ વિકેટ લીધી હતી.
ત્યારબાદ, 2021ની સેમીફાઈનલમાં વિદર્ભના દર્શન નલકાંડેએ કર્ણાટક સામે સતત ચાર બોલ પર ચાર વિકેટ લીધી હતી. જોકે તે મેચમાં વિદર્ભનો ચાર રનથી પરાજય થયો હતો.
પ્રથમ ઓવરમાં જ ચાર વિકેટ
ફાસ્ટ બોલર જમશેદ આલમે પોતાની પ્રથમ ઓવરમાં માત્ર ચાર રન આપીને ચાર વિકેટ ઝડપી હતી. તેણે સતત 4 બોલ પર હાર્વિક દેસાઈ, પ્રેરક માંકડ, રુચિત આહિર અને સમીર ગજ્જરને આઉટ કર્યા. ત્યારબાદ, પોતાની બીજી ઓવરમાં સિદ્ધાંત રાણાની વિકેટ લઈને તેણે એક ઇનિંગમાં પાંચ વિકેટ લીધી. જમશેદે તેની ચાર ઓવરમાં 38 રન આપીને પાંચ વિકેટ ઝડપી હતી.
સૌરાષ્ટ્રની 29 રનથી હાર
જમશેદ આલમની ઘાતક બોલિંગને કારણે, સૌરાષ્ટ્રની ટીમ 8 વિકેટના નુકસાને માત્ર 153 રન જ બનાવી શકી, જેના પરિણામે તેમને 29 રનથી હારનો સામનો કરવો પડ્યો. અગાઉ, રેલવેએ 5 વિકેટના નુકસાને કુલ 182 રન બનાવ્યા હતા. જયંત લખને 47 રન, રવિ સિંહે 32 રન અને ઝુબેર અલીએ અણનમ 27 રનનું યોગદાન આપ્યું હતું. સૌરાષ્ટ્ર તરફથી પ્રેરક માંકડ અને મોહિત ઉલ્વાએ બે-બે વિકેટ ઝડપી હતી.