બધું જ નક્કી, હવે માત્ર સત્તાવાર જાહેરાત બાકી! IPL 2027માં રોહિત શર્મા ફરી સંભાળશે MIની કમાન?
Mumbai Indians New Captain: IPL 2027ની તૈયારીઓ પૂરજોશમાં ચાલી રહી છે. રિટેન્શન લિસ્ટ જાહેર થઈ ગયા બાદ તમામ ટીમો આગામી સીઝન માટે સજ્જ થઈ રહી છે. મુંબઈ ઈન્ડિયન્સ ચર્ચાના કેન્દ્રમાં છે, કારણ કે હાર્દિક પંડ્યા પંજાબ કિંગ્સમાં ગયા બાદ હવે સવાલ એ છે કે મુંબઈની કેપ્ટનશીપ કોણ સંભાળશે, ફ્રેન્ચાઈઝીએ પોતે જ આ અંગે એક સંકેત આપી દીધો છે.
Mumbai Indians New Captain: IPL 2027 પહેલાં મુંબઈ ઈન્ડિયન્સમાં મોટા ફેરફારો થયા છે. હાર્દિક પંડ્યા 'ટ્રેડ' દ્વારા ટીમમાંથી બહાર થઈ ગયો છે અને રોહિત શર્માના ફરીથી કેપ્ટન બનવા અંગેની ચર્ચાઓ તેજ બની છે. આ દરમિયાન, ફ્રેન્ચાઈઝી દ્વારા સોશિયલ મીડિયા પર કરવામાં આવેલી એક પોસ્ટને કારણે આ અટકળોને વધુ વેગ મળ્યો છે.
મુંબઈ ઈન્ડિયન્સની પોસ્ટ વાયરલ
મુંબઈ ઈન્ડિયન્સે તેના સત્તાવાર સોશિયલ મીડિયા એકાઉન્ટ પર એક પોસ્ટ શેર કરી છે, જેમાં રોહિત શર્માની તસવીર છે અને તેની પાછળ 'મુંબઈચા રાજા' એટલે કે 'મુંબઈનો રાજા' લખેલું જોવા મળે છે.
આ પોસ્ટ બાદ, ચાહકોએ રોહિતને ફરીથી કેપ્ટન બનાવવાની માંગ શરૂ કરી દીધી છે. ઘણા લોકોએ કોમેન્ટ કરી, કેપ્ટન રોહિત શર્મા અને ફરી એકવાર કેપ્ટન રોહિત શર્માના યુગ માટે તૈયાર છીએ. જોકે, મુંબઈ ઈન્ડિયન્સે હજુ સુધી સત્તાવાર રીતે પોતાના કેપ્ટનના નામની જાહેરાત કરી નથી.
બોલ ટેમ્પરિંગ મામલે ઓસ્ટ્રેલિયાથી પણ આગળ નીકળ્યું પાકિસ્તાન, અખ્તરનો ચોંકાવનારો ખુલાસો
રોહિત શર્મા સૌથી સફળ કેપ્ટનોમાંના એક
રોહિત શર્મા મુંબઈ ઈન્ડિયન્સના ઈતિહાસમાં સૌથી સફળ કેપ્ટનોમાંના એક છે. તેના નેતૃત્વમાં ટીમે પાંચ વખત IPL ટાઈટલ જીત્યું છે. તેણે 2013થી 2023 સુધી ટીમનું નેતૃત્વ કર્યું હતું, ત્યારબાદ 2024થી 2026 સુધી હાર્દિક પંડ્યાએ આ જવાબદારી સંભાળી હતી. હવે હાર્દિક ટીમમાં ન હોવાથી, રોહિતના ફરીથી કેપ્ટન બનવા અંગે અટકળો ચાલી રહી છે.
મુંબઈ ઈન્ડિયન્સે 16 ખેલાડીઓને રીટેન કર્યા
મુંબઈ ઈન્ડિયન્સે IPL 2027 માટે 16 ખેલાડીઓને રીટેન કર્યા છે, જેમાં રોહિત શર્મા, સૂર્યકુમાર યાદવ, જસપ્રીત બુમરાહ, તિલક વર્મા, નમન ધીર, રાયન રિકેલટન, શેરફેન રધરફોર્ડ, ક્વિન્ટન ડી કોક, કોર્બિન બોશ, વિલ જેક્સ, શાર્દુલ ઠાકુર, રાજ બાવા, મિશેલ સેન્ટનર, અશ્વિની કુમાર અને રઘુ શર્માનો સમાવેશ થાય છે. આ ઉપરાંત, અર્શદીપ સિંહ ટ્રેડ દ્વારા ટીમમાં જોડાયો છે.
ફ્રેન્ચાઈઝીએ ટ્રેન્ટ બોલ્ટ, દીપક ચહર, એ.એમ. ગઝનફર, અથર્વ અંકોલેકર, કેશવ મહારાજ, મોહમ્મદ ઈઝહાર, દાનિશ માલેવાર, મયંક માર્કંડે, મયંક રાવત, મહિપાલ લોમરોર, રોબિન મિન્ઝ, રુચિત આહિર અને કૃષ્ણા ભગતને રિલીઝ કર્યા છે.