SOCIAL MEDIA

Newsletter

PARTNER SITES
Select Language Select State

IPL 2027 મિની-ઓક્શનની તારીખ જાહેર! જાણો ક્યારે અને ક્યાં લાગશે ખેલાડીઓ પર બોલી

IPL 2027 Mini Auction : ત્રણ વર્ષ બાદ ફરી સ્વદેશમાં એકવાર IPL મિની-ઓક્શન માટેની તૈયારીઓ શરૂ થઈ ગઈ છે. મિની-ઓક્શનની તારીખ અને સ્થળ જાહેર કરી દેવામાં આવ્યા છે, જેના કારણે તમામ 10 ફ્રેન્ચાઈઝીઓ અને લાખો ક્રિકેટ ચાહકોમાં ભારે ઉત્તેજના જોવા મળી રહી છે. ત્યારે ક્યારે અને ક્યાં આ ઓક્શન યોજાશે, તેના વિશે આ લેખમાં જાણીશું.

Written By Dilip Chaudhary
Published: Oct 17, 2026, 08:20 PM IST | Updated: Oct 17, 2026, 08:27 PM IST
Join

IPL 2027 Mini Auction : IPL ચાહકો માટે એક મોટા સમાચાર સામે આવ્યા છે. IPL 2027 મિની-ઓક્શન માટેની તારીખ અને સ્થળ નક્કી કરી લેવામાં આવ્યા છે. BCCIની લોજિસ્ટિક્સ ટીમે આપેલી માહિતી મુજબ, ખેલાડીઓની ઓક્શન પ્રક્રિયા દેશની અંદર જ યોજાશે અને તેના માટે ગોવાને યજમાન સ્થળ તરીકે પસંદ કરવામાં આવ્યું છે.

ક્રિકબઝના અહેવાલો અનુસાર, IPL 2027ની મિની-ઓક્શન 16 ડિસેમ્બરે ગોવાની જાણીતી ITC ગ્રાન્ડ હોટેલમાં યોજાશે. જોકે, ફ્રેન્ચાઇઝી માલિકો કે CEOને હજુ સુધી કોઈ સત્તાવાર ઈમેલ મોકલવામાં આવ્યો નથી.

WhatsApp મેસેજ દ્વારા જાણ કરાઈ

BCCIની લોજિસ્ટિક્સ ટીમે ટીમોને WhatsApp મેસેજ દ્વારા જાણ કરી છે, જેથી તેઓ તેમની મુસાફરી અને અન્ય વ્યવસ્થાઓનું આયોજન કરી શકે. આ ઉપરાંત, હરાજીના એક દિવસ પહેલા એટલે કે 15 ડિસેમ્બરે, તે જ સ્થળે એક વિશેષ ઓક્શન બ્રીફિંગ યોજાશે, જેથી તમામ ફ્રેન્ચાઇઝીઓ સંપૂર્ણ રીતે તૈયાર રહે.

સૌથી મહત્વની વાત એ છે કે, ત્રણ વર્ષના લાંબા અંતરાલ બાદ IPLની હરાજી ફરી એકવાર ભારતીય ધરતી પર થઈ રહી છે. છેલ્લે 2023માં ભારતમાં ઓક્શન યોજાઈ હતી. ત્યારબાદના ત્રણ વર્ષ સુધી ઓક્શન વિદેશમાં યોજાઈ હતી. જેમાં દુબઈ (2024), જેદ્દાહ (2025 - મેગા ઓક્શન) અને અબુ ધાબી (2026)નો સમાવેશ થાય છે.

RCBએ ટ્રોફી જીતી હતી

ઉલ્લેખનીય છે કે, રજત પાટીદારના નેતૃત્વ હેઠળની રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ હાલની ડિફેન્ડિંગ ચેમ્પિયન છે, જેણે સતત બે વર્ષ (2025 અને 2026)માં આ ખિતાબ જીત્યો છે. હવે એ જોવાનું રહેશે કે 16 ડિસેમ્બરે ગોવામાં યોજાનારી મિની-ઓક્શનમાં કઈ ટીમ કયા મોટા ખેલાડી પર સફળ બોલી લગાવીને પોતાની ટીમને વધુ મજબૂત બનાવે છે.

Add Zee News as a Preferred Source
TAGS:

About the Author

2020માં Inshorts સાથે પત્રકારત્વ ક્ષેત્રે કારકિર્દીની શરૂઆત કરી. જ્યાં બે વર્ષથી વધુ સમય સુધી ગુજરાતી કન્ટેન્ટ સ્પેશિયાલિસ્ટ તરીકે કામ કર્યું. ત્યારબાદ Sandesh Digital સાથે જોડાયા, જ્યાં ગુજરાતના લોકલ સમાચાર ઉપરાંત નેશનલ અને સ્પોર્ટ્સ સહિતની વિવિધ કેટેગરીમાં કામ કર્યું. આ દરમિયાન ગુજરાત વિધાનસભા ચૂંટણી 2022 અને IPL જેવી મહત્વપૂર્ણ ઇવેન્ટ્સ કવર કરી. ત્યારબાદ TV9 Gujarati સાથે જોડાયા, જ્યાં ગુજરાતના લોકલ સમાચાર ઉપરાંત નોલેજ, બિઝનેસ, ઓટો સહિતની વિવિધ કેટેગરીમાં કામ કર્યું. આ ઉપરાંત પ્રીમિયમ કન્ટેન્ટ માટે પણ કામ કર્યું અને રિસર્ચ-બેઝ્ડ સ્ટોરી લખવાનો અનુભવ મેળવ્યો. હાલમાં Zee 24 Kalakમાં સિનિયર સબ-એડિટર તરીકે કાર્યરત છે અને સ્પોર્ટ્સ, બિઝનેસ, ગુજરાત, જોબ્સ, ઓટો અને ટેક સહિતની વિવિધ કેટેગરીનું કન્ટેન્ટ તૈયાર કરી સરળ ભાષામાં વાચક મિત્રો સુધી પહોંચાડી રહ્યા છે.

ZEENEWS TRENDING STORIES