IPL 2027 મિની ઓક્શનમાં 17 દેશોના ખેલાડીઓ લેશે ભાગ, ઓસ્ટ્રેલિયાએ મોકલ્યા સૌથી વધુ નામ; જુઓ સંપૂર્ણ યાદી
આઈપીએલ 2027ના મિની-ઓક્શન માટે 18 દેશોના કુલ 1220 ખેલાડીઓએ રજીસ્ટ્રેશન કરાવ્યું છે. તેમાંથી 939 ભારતીય, 281 વિદેશી ક્રિકેટર સામેલ છે. ઓસ્ટ્રેલિયાએ સર્વાધિક 53 ખેલાડીઓના નામ આપ્યા છે. આઈપીએલ ઓક્શન 16 ડિસેમ્બરે ગોવામાં યોજાશે.
IPL મીડિયા રિલીઝ અનુસાર ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL) 2027 પ્લેયર ઓક્શન માટે કુલ 1220 ખેલાડીઓએ રજીસ્ટ્રેશન કરાવ્યું છે. તેમાં 939 ભારતીય અને 17 દેશના 281 વિદેશી ક્રિકેટર સામેલ છે. તમામ ફ્રેન્ચાઇઝી મળી કુલ 66 ખાલી સ્લોટ ભરશે. આ 66 સ્લોટમાંથી 25 સ્લોટ વિદેશી ખેલાડીઓના છે. આઈપીએલ 2027નું ઓક્શન 16 ડિસેમ્બર 2026ના ગોવામાં યોજાશે. ઓક્શન પહેલા દસ ટીમોએ 184 ખેલાડીઓને રિટેન કર્યાં છે. તેમાં 55 વિદેશી ખેલાડી સામેલ છે.
ઓક્શન રજીસ્ટરમાં 184 કેપ્ટન ખેલાડી (જે આંતરરાષ્ટ્રીય સ્તર પર રમી ચૂક્યા છે), 994 અનકેપ્ડ ખેલાડી અને એસોસિએટ દેશોના 42 ખેલાડી સામેલ છે. અનકેપ્ડ ખેલાડીઓમાં 925 ભારતીય છે, જેમાંથી 127 ખેલાડી પહેલા આઈપીએલ સિઝનમાં રમી ચૂક્યા છે.
ક્યા દેશોના કેટલા ખેલાડી
વિદેશી ખેલાડીઓના રજીસ્ટ્રેશનમાં ઓસ્ટ્રેલિયા સૌથી આગળ છે, જ્યાંથી 53 ખેલાડીઓએ રજીસ્ટ્રેશન કરાવ્યું છે. ત્યારબાદ દક્ષિણ આફ્રિકા (40), વેસ્ટ ઈન્ડિઝ (36), અને અફઘાનિસ્તાન (23) નો નંબર આવે છે. શ્રીલંકામાંથી 21, ઈંગ્લેન્ડના 16 અને બાંગ્લાદેશના 12 ખેલાડીઓએ રજીસ્ટ્રેશન કરાવ્યું છે.
એસોસિએટ દેશોમાં USA ના સૌથી વધુ 13 ખેલાડીઓએ નોંધણી કરાવી છે. ત્યારબાદ સંયુક્ત અરબ અમીરાત અને નેપાળ છે, જેના 10-10 ખેલાડીઓના નામ છે. આયર્લેન્ડમાંથી 7, ઝિમ્બાબ્વેના 6, નેધરલેન્ડથી 6, જ્યારે કેનેડા, જાપાન અને સ્કોટલેન્ડમાંથી બે-બે ખેલાડીઓએ રજીસ્ટ્રેશન કરાવ્યું છે.
છ શ્રેણીઓમાં ખેલાડીઓ વિભાજીત
14 કેપ્ડ ભારતીય ખેલાડી
170 કેપ્ટ આંતરરાષ્ટ્રીય ખેલાડી
42 એસોસિએટ દેશોના ખેલાડી
127 અનકેપ્ડ ભારતીય, જે પાછલી સિઝન રમી ચૂક્યા છે
798 અનકેપ્ડ ભારતીય ખેલાડી
69 અનકેપ્ડ આંતરરાષ્ટ્રીય ખેલાડી
અધધ! 28 સિક્સ, 7 ફોર અને 204 રન... સૂર્યવંશીએ માત્ર 52 બોલમાં ફટકારી બેવડી સદી, તૂટ્યા અનેક રેકોર્ડ
કઈ ટીમ પાસે કેટલા રૂપિયા
લખનૌની પાસે સૌથી વધુ 47.45 કરોડ રૂપિયા ઉપલબ્ધ છે, જે તમામ 10 ટીમોમાં સૌથી વધુ છે. ત્યારબાદ કોલકત્તા નાઇટ રાઇડર્સની પાસે 41.65 કરોડ રૂપિયા છે. સનરાઇઝર્સ હૈદરાબાદ પણ 40.15 કરોડની સાથે ઓક્શનમાં ઉતરશે. આ સિવાય દિલ્હી કેપિટલ્સ પાસે 39.50 કરોડ રૂપિયા છે.
ગુજરાત ટાઈટન્સની પાસે સૌથી ઓછું, એટલે કે 8.75 કરોડનું પર્સ ઉપલબ્ધ છે, તો આરસીબી પાસે 14.15 કરોડ છે. તમામ ફ્રેન્ચાઇઝીઓની પાસે કુલ મળી 295.60 કરોડ રૂપિયાનું પર્સ બાકી છે.
કઈ ટીમમાં કેટલા સ્લોટ ઉપલબ્ધ
ઉપલબ્ધ સ્લોટની વાત કરીએ તો DC અને મુંબઈ ઈન્ડિયન્સની પાસે 9-9 સ્લોટ છે, જ્યારે કોલકત્તા પાસે આઠ સ્લોટ છે. LSG અને SRH ની પાસે સાત-સાત સ્લોટ છે, તો ચેન્નઈ સુપર કિંગ્સ, પંજાબ કિંગ્સ અને રાજસ્થાન રોયલ્સની પાસે છ-છ સ્લોટ છે. આરસીબી પાસે 5 અને ગુજરાત ટાઈટન્સ પાસે ત્રણ સ્લોટ છે.
4 ડિસેમ્બરે જારી થશે ફાઈનલ લિસ્ટ
હવે ફ્રેન્ચાઇઝી ઓક્શનમાં રજીસ્ટર થયેલા ખેલાડીઓમાંથી નામ આપશે, જેને તેઓ ફાઈનલ પ્લેયર પૂલમાં સામેલ કરવા ઈચ્છે છે. ખેલાડીઓના સેટની સાથે ફાઈનલ ઓક્શન લિસ્ટ 4 ડિસેમ્બરે જારી થશે.