SOCIAL MEDIA

Newsletter

PARTNER SITES
Select Language Select State

પાકિસ્તાન સામે બદલો લેવા ઉતરશે ભારતીય ટીમ, U19 એશિયા કપની ફાઈનલમાં જોરદાર ટક્કર

India Pakistan Final Match: ભારતીય ટીમ પાકિસ્તાન સાથે બદલો લેવા માગે છે, કારણ કે છેલ્લા વર્ષે ફાઈનલમાં અને આ વર્ષે લીગ મેચમાં ભારતને હાર મળી હતી, શનિવાર 14 નવેમ્બરના રોજ U19 એશિયા કપ 2026ની ફાઈનલ મેચ રમાવા જઈ રહી છે.

Written By Chudasama Krushnapalsinh
Published: Nov 13, 2026, 05:05 PM IST | Updated: Nov 13, 2026, 05:08 PM IST
Join

India Pakistan Final Match: ભારતને જો 9મી વખત અંડર 19 એશિયા કપ જીતવો છે, તો ચેમ્પિયન પાકિસ્તાન સામે શનિવારના રોજ અલ અમીરાતમાં થનારી ફાઈનલ મેચમાં બેસ્ટ પરફોર્મન્સ કરવું પડશે, જેમાં ટૂનાર્મેન્ટના ટોપ સ્કોરર આર્યવીર સહવાગ અને ઈશાન સુદ જેવા ખેલાડીઓની ભૂમીકા મહત્વની રહેશે.

જીતીને રેકોર્ડને મજબૂત બનાવવા પર રહેશે

ગયા વર્ષે પાકિસ્તાને ભારતને 151 રને હરાવીને પોતાની બીજી ટ્રોફી જીતી હતી, ભારતીય ટીમની નજર તે હારનો બદલો લેવાની અને આ વખતેની લિગ મેચમાં મળેલી હારનો બદલો લેવા સાથે સાથે 9મી વખત ટ્રોફિ જીતીને પોતાના રેકોર્ડને વધારે મજબૂત બનાવવા પર રહેશે. પૂર્વ ભારતીય ક્રિકેટર વિરેન્દ્ર સહેવાગનો પુત્ર આર્યવીરને આ 4 મેચમાં 101ની એવરજથી 303 રન બનાવ્યા છે, જેમાં એક સદી અને બે અડધી સદીનો સમાવેશ થાય છે, જે સિરીઝમાં સૌથી વધારે રન બનાવનાર ખેલાડી છે.

સૂદે 4 મેચોમાં 11 વિકેટ લીધી

એક મજબૂત ફાસ્ટ બોલર, સૂદે પોતાની ગતિનો ખૂબ જ સારો ઉપયોગ કર્યો છે, તેને 4 મેચોમાં 11 વિકેટ લીધી છે અને ભારતની બોલિંગ તેના પર ખૂબ આધાર રાખે છે. જો કે, કેપ્ટન લક્ષ્ય રાયચંદાની, વિકેટકીપર-બેટ્સમેન અન્વય દ્રવિડ અને મીડિયમ ક્રમના બેટ્સમેન અર્જુન રાજપૂત અને વીકે વિનીત જેવા અન્ય ખેલાડીઓમાં અત્યાર સુધી સારા પ્રદર્શનનો અભાવ જોવા મળ્યો છે.

સૂદે અત્યાર સુધી મોટાભાગની જવાબદારી નિભાવી

જો કે, રાયચંદાની અને રાજપૂતે સારી ઇનિંગ્સ રમી છે. રાજપૂતે ગ્રુપ સ્ટેજમાં પાકિસ્તાન સામે સદી ફટકારી હતી, જ્યારે રાયચંદાનીએ અફઘાનિસ્તાન સામે સેમિફાઇનલમાં 93 રનની શાનદાર ઇનિંગ્સ રમી હતી. વિનીતે તે મેચમાં અડધી સદી પણ ફટકારી હતી. ભારતીય બોલિંગની વાત કરીએ તો, સૂદે અત્યાર સુધી મોટાભાગની જવાબદારી નિભાવી છે. સૂદને સ્પિનરો રાજપૂત અને મનલ ચૌહાણના વધુ ટેકાની જરૂર પડશે. બંનેએ અત્યાર સુધી 5-5 વિકેટ લીધી છે, પરંતુ તેમાંથી 3 એક જ મેચમાં મળી છે.

ઉસ્માન ખાન (238 રન) અને ઝડપી બોલર રિઝવાનઉલ્લાહ (11 વિકેટ) પાકિસ્તાન માટે બેસ્ટ પ્રદર્શન કરનારા રહ્યા છે. લીગ સ્ટેજમાં ભારત સામે સદી ફટકારનાર હમઝા ઝહૂર ફરીથી પ્રદર્શન કરવા આતુર રહેશે. રિઝવાનઉલ્લાહ ઉપરાંત, પાકિસ્તાન પાસે મોહમ્મદ સૈયમ (8 વિકેટ) અને અલી રઝા (6 વિકેટ) જેવા સારા બોલરો પણ છે.

નીચે મુજબ છે બન્ને ટીમો

ભારત અંડર-19: લક્ષ્ય રાયચંદાની (કેપ્ટન), આર્યવીર સેહવાગ, વી.કે. વિનીત, યશવર્ધન સિંહ ચૌહાણ (વાઈસ-કેપ્ટન), કુશાગ્ર ઓઝા, અર્જુન રાજપૂત, મનલ ચૌહાણ, અન્વય દ્રવિડ (વિકેટકીપર), રજત બઘેલ (વિકેટકીપર), આર્યવીર પટેલ, અર્યવીર પટેલ, વી.કે. શવિન વિનોદ, ઈશાન સૂદ.

પાકિસ્તાન અંડર-19: ફરહાન યુસુફ (કેપ્ટન), હુઝૈફા અહસાન, ઉસ્માન ખાન, હૈયામ ખાન, હસનૈન અબ્બાસ ડાર, જહાંગીર બિલાલ, અહેમદ હુસૈન, નકાબ શફીક, હમઝા ઝહૂર, અબ્દુલ સુભાન, અલી રઝા, મોહમ્મદ હુઝૈફા, મોહમ્મદ સૈયમ, રિઝવાનુલ્લાહ, અબ્દુલ કાદિર.

ભારતના સમય મુજબ મેચ સવારે 10:30 વાગ્યે શરૂ થશે.
 

Add Zee News as a Preferred Source
TAGS:

About the Author

2017થી પત્રકારના ક્ષેત્રમાં કામ કરી રહ્યા છે. કારકિર્દીની શરૂઆતથી ઈન્ટરનેશનલ, નેશનલ, હેલ્થ, ઈલેક્શન, બિઝનેસ અને સ્પોર્ટ્સના સમાચાર જેવી વિવિધ કેટેગરીમાં કામ કરી રહ્યા છે. અનુભવના આધારે વિવિધ આર્ટિકલ્સ દ્વારા યુઝરને નવી માહિતી આપે છે. કારકિર્દીની શરૂઆતમાં ETV ભારત, ABP અસ્મિતા, TV9 ગુજરાતી અને હાલ ZEE 24 કલાકમાં કામ કરી રહ્યા છે.
Read More

ZEENEWS TRENDING STORIES