SOCIAL MEDIA

Newsletter

PARTNER SITES
Select Language Select State

ભારતીય બોલરે ટેસ્ટમાં રચ્યો ઈતિહાસ, 14 વિકેટ લઈને બનાવ્યો નવો વર્લ્ડ રેકોર્ડ

Tanmay Baloda : ભારતના યુવા સ્પિનર તન્મય બાલોદાએ એક જ ટેસ્ટ મેચમાં 14 વિકેટ ઝડપીને ઈતિહાસ રચ્યો છે. તે એક જ મેચમાં સૌથી વધુ વિકેટ લેનાર ખેલાડી બની ગયો છે, આ સાથે તેણે નવો વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો છે.

Written By Dilip Chaudhary
Published: Oct 07, 2026, 09:48 PM IST | Updated: Oct 07, 2026, 09:50 PM IST
Join

Tanmay Baloda : ભારતીય સ્પિન બોલર તન્મય બાલોદાએ એક જ ટેસ્ટ મેચમાં 14 વિકેટ ઝડપીને નવો વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો છે. તાજેતરમાં ભારત અને ઓસ્ટ્રેલિયાની અંડર-19 ટીમો વચ્ચે બે બિનસત્તાવાર ટેસ્ટ મેચોની શ્રેણી રમાઈ હતી. બીજી મેચમાં તન્મયે પોતાની શાનદાર બોલિંગના જોરે ટીમ ઈન્ડિયાને એકતરફી જીત અપાવી હતી. આ ભારતીય સ્પિનરે પ્રથમ દાવમાં 6 અને બીજા દાવમાં 8 વિકેટ ઝડપી હતી.

કુલ 14 વિકેટ સાથે તન્મય યુથ ટેસ્ટ મેચમાં સૌથી વધુ વિકેટ લેનાર બોલર બન્યો છે. તેણે પ્રથમ દાવમાં 25 ઓવર નાખીને માત્ર 32 રન આપીને 6 વિકેટ લીધી હતી. જેમાં 11 ઓવર મેડન હતી. આ શાનદાર બોલિંગને કારણે ઓસ્ટ્રેલિયન ટીમ તેના પ્રથમ દાવમાં 174 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી.

બીજા દાવમાં તન્મયે 19.5 ઓવર નાખીને 41 રનમાં 8 વિકેટ લીધી હતી. આ સ્પેલ દરમિયાન તેણે 5 મેડન ઓવર નાખી હતી. ઓસ્ટ્રેલિયા તેની બીજી ઇનિંગમાં માત્ર 151 રનમાં ઓલઆઉટ થઈ ગયું હતું.

ભારત સામે માત્ર 11 રનનો ટાર્ગેટ

અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાયેલી બીજી ટેસ્ટમાં ટીમ ઈન્ડિયા સામે માત્ર 11 રનનો ટાર્ગેટ હતો. ઓસ્ટ્રેલિયાએ પ્રથમ દાવમાં 174 રન બનાવ્યા હતા અને ટીમ ઓલઆઉટ થઈ ગઈ હતી. ટીમ ઈન્ડિયાએ પ્રથમ દાવમાં 315 રન બનાવીને 141 રનની સરસાઈ મેળવી હતી. ત્યારબાદ ઓસ્ટ્રેલિયા બીજી ઇનિંગમાં માત્ર 151 રનમાં સમેટાઈ ગયું હતું. પરિણામે, ભારતને જીતવા માટે માત્ર 11 રનની જરૂર હતી. ટાર્ગેટનો પીછો કરતા ટીમ ઈન્ડિયાએ માત્ર 5 બોલમાં જરૂરી રન બનાવીને 10 વિકેટથી શાનદાર જીત મેળવી.

ભારતે શ્રેણી 2-0થી જીતી

ભારતીય ટીમે શ્રેણી 2-0થી જીતી લીધી. રાજકોટમાં રમાયેલી પ્રથમ ટેસ્ટમાં ટીમ ઈન્ડિયાએ એક ઇનિંગ અને 48 રનથી વિજય મેળવ્યો હતો. ત્યારબાદ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાયેલી મેચમાં ભારત 10 વિકેટથી જીત્યું હતું. બંને મેચોમાં ભારતનું વર્ચસ્વ સ્પષ્ટપણે જોવા મળ્યું હતું. આ અગાઉ ભારતે ત્રણ મેચની વન-ડે શ્રેણી પણ 3-0થી જીતી હતી. ટીમ ઈન્ડિયા બંને ફોર્મેટમાં શાનદાર લયમાં જોવા મળી હતી.

Add Zee News as a Preferred Source
TAGS:

About the Author

2020માં Inshorts સાથે પત્રકારત્વ ક્ષેત્રે કારકિર્દીની શરૂઆત કરી. જ્યાં બે વર્ષથી વધુ સમય સુધી ગુજરાતી કન્ટેન્ટ સ્પેશિયાલિસ્ટ તરીકે કામ કર્યું. ત્યારબાદ Sandesh Digital સાથે જોડાયા, જ્યાં ગુજરાતના લોકલ સમાચાર ઉપરાંત નેશનલ અને સ્પોર્ટ્સ સહિતની વિવિધ કેટેગરીમાં કામ કર્યું. આ દરમિયાન ગુજરાત વિધાનસભા ચૂંટણી 2022 અને IPL જેવી મહત્વપૂર્ણ ઇવેન્ટ્સ કવર કરી. ત્યારબાદ TV9 Gujarati સાથે જોડાયા, જ્યાં ગુજરાતના લોકલ સમાચાર ઉપરાંત નોલેજ, બિઝનેસ, ઓટો સહિતની વિવિધ કેટેગરીમાં કામ કર્યું. આ ઉપરાંત પ્રીમિયમ કન્ટેન્ટ માટે પણ કામ કર્યું અને રિસર્ચ-બેઝ્ડ સ્ટોરી લખવાનો અનુભવ મેળવ્યો. હાલમાં Zee 24 Kalakમાં સિનિયર સબ-એડિટર તરીકે કાર્યરત છે અને સ્પોર્ટ્સ, બિઝનેસ, ગુજરાત, જોબ્સ, ઓટો અને ટેક સહિતની વિવિધ કેટેગરીનું કન્ટેન્ટ તૈયાર કરી સરળ ભાષામાં વાચક મિત્રો સુધી પહોંચાડી રહ્યા છે.

ZEENEWS TRENDING STORIES