રોમાંચક મેચમાં પાકિસ્તાનને હરાવીને 9મી વખત ભારતે જીત્યો U19 એશિયા કપ, જાણો
U19 Asia Cup Final Match: શનિવારે અંડર-19 એશિયા કપની ફાઇનલમાં ભારતે પાકિસ્તાનને છેલ્લા બોલે એક વિકેટથી હરાવીને નવમી વખત ટાઇટલ જીત્યું છે. પાકિસ્તાને છેલ્લે બોલે હરાવીને ભારતે U19 એશિયા કપ જીત્યો છે.
U19 Asia Cup Final Match: ભારતે પાકિસ્તાનને હરાવીને U19 એશિયા કપ 2026નો કપ જીત્યો છે, શનિવારના રોજ યોજાયેલા આ રોમાંચક મેચમાં ભારતે પાકિસ્તાનને એક વિકેટથી હરાવ્યું, અલ અમેરાત(ઓમાન)માં રમાયેલા મેચમાં પાકિસ્તાને પહેલા બેટિંગ કરતા 50 ઓવરમાં 9 વિકેટ ગુમાવીને 337 રન બનાવ્યા હતા, તેના જવાબમાં ભારતીય ટીમને રન બનાવવાની સાથે વચ્ચે વચ્ચે વિકેટ પણ પડી રહી હતી.
કેપ્ટન લક્ષ્ય (80)ના આઉટ થયા પછી, શરૂઆતમાં ભારત ટાઇટલ માટે નિશ્ચિત લાગતું હતું, પરંતુ પછી મનલ અને મોહિત વચ્ચે નવમી વિકેટની શાનદાર ભાગીદારીએ પાકિસ્તાન પાસેથી મેચ છીનવી લીધી. ભારતે નવમી વખત અંડર-19 એશિયા કપ જીત્યો.
આવી રહી ભારતની બેટિંગ
રન ચેઝમાં ભારતીય ટીમે શાનદાર શરૂઆત કરી. વીરેન્દ્ર સેહવાગના પુત્ર આર્યવીર અને કેપ્ટન લક્ષ્ય રાયચંદાનીએ પ્રથમ વિકેટ માટે 95 રનની ભાગીદારી કરી. ઇનિંગ્સની પાંચમી ઓવરમાં અલી રઝાનો બોલ આર્યવીર સેહવાગને વાગ્યો, પરંતુ તે શાંત રહ્યો. બોલ સેહવાગની જમણી કોણી પાસે વાગ્યો.
પાકિસ્તાનની ત્રીજી વિકેટ અર્જુન રાજપૂતના રૂપમાં આવી, જે 18 બોલમાં 16 રન બનાવીને રિઝવાનઉલ્લાહના હાથે કેચ આઉટ થયો. ચોથી વિકેટ યશવર્ધન ચૌહાણના નામે પડી, જે હસનૈન અબ્બાસ ડારના બોલ પર ઉસ્માન ખાનના હાથે કેચ આઉટ થયો.
હાર્દિકની વિદાય સાથે મુંબઈ ઈન્ડિયન્સમાં સત્તા પરિવર્તનની તૈયારી, કેપ્ટન માટે આ 4 ખેલાડી દાવેદાર
ભારતને પાંચમો ફટકો કેપ્ટન લક્ષ્ય રાયચંદાનીના રૂપમાં આવ્યો, જે હસનૈન અબ્બાસ ડારના બોલ પર અલી રઝાના હાથે કેચ આઉટ થયો. લક્ષ્ય 101 બોલમાં 80 રન બનાવીને પેવેલિયન પાછો ફર્યો. બીજા જ બોલે, અન્વય દ્રવિડ 12 બોલમાં 19 રન બનાવીને રન આઉટ થયો. અન્વયના આઉટ થતાં જ ટીમ ઈન્ડિયાનો સ્કોર 217/6 થઈ ગયો. સાતમી વિકેટ આર્યન સવસાની (14) ના નામે પડી, જેને રિઝવાનઉલ્લાહે આઉટ કર્યો. આઠમી વિકેટ કાવ્યા પટેલના નામે પડી, જેને મોહમ્મદ સૈયમે આઉટ કરી.
ત્યારબાદ મેચનો સૌથી મોટો વળાંક આવ્યો
ભારતીય ટીમે આઠ વિકેટ ગુમાવ્યા બાદ, મોહિત ઉલ્વા અને મનલ ચૌહાણે 35 બોલમાં 57 રનની ભાગીદારી કરી. જ્યારે મનલ 47.2 ઓવરમાં 47 રન બનાવીને આઉટ થયો, ત્યારે ટીમ ઈન્ડિયાનો સ્કોર 309/9 હતો. 11 નંબર પર બેટિંગ કરવા આવેલા ચિગુરુપતિ વેંકટાએ પણ મોહિત ઉલ્વાને ટેકો આપ્યો અને વિજય સાથે પરત ફર્યા.