SOCIAL MEDIA

Newsletter

PARTNER SITES
Select Language Select State

ભારત-ન્યૂઝીલેન્ડ મેચમાં અમ્પાયરોની મોટી ભૂલ! અક્ષર પટેલને બદલે શ્રેયસ અય્યરે લીધી સ્ટ્રાઈક

India vs New Zealand : અક્ષર પટેલે છેલ્લા બોલ પર એક રન લીધો હતો. નિયમ મુજબ, તેણે પછીની ઓવરના પહેલા બોલ પર સ્ટ્રાઈક પર હોવું જોઈતું હતું. જોકે, જ્યારે ઓવર શરૂ થઈ ત્યારે શ્રેયસ અય્યર સ્ટ્રાઈક પર હતો.

Written By Dilip Chaudhary
Published: Nov 15, 2026, 12:10 PM IST | Updated: Nov 15, 2026, 12:19 PM IST
Join

India vs New Zealand : ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચેની વન-ડે શ્રેણીની છેલ્લી મેચ 15 નવેમ્બરે માઉન્ટ મૌંગાનુઈના બે ઓવલ સ્ટેડિયમમાં રમાઈ. મેચ દરમિયાન અમ્પાયરિંગમાં એક ભૂલ થઈ, જેના કારણે મેદાન પરના નિર્ણય સામે પ્રશ્નો ઊભા થયા. ડ્રિંક્સ બ્રેક પછી કયા બેટ્સમેને સ્ટ્રાઈક પર રહેવું જોઈએ તે બાબતે ભૂલ થઈ હતી. એવી ભૂલ જે મેદાન પરના અમ્પાયરો અને થર્ડ અમ્પાયર, બંનેના ધ્યાનમાં આવી નહોતી.

બોલિંગ છોડો, બેટિંગમાં બુમ પડાવી આ ગુજરાતી બોલરે, એશિયા કપની ફાઈનલમાં પાકિસ્તાનને ચટાડી ધૂળ

અક્ષર પટેલને બદલે શ્રેયસ અય્યરે લીધી સ્ટ્રાઈક

આ ઘટના ભારતીય ઇનિંગ્સની 14મી ઓવર દરમિયાન બની હતી. બ્લેર ટિકનર દ્વારા ફેંકવામાં આવેલી તે ઓવરના છેલ્લા બોલ પર અક્ષર પટેલે એક રન લીધો હતો. પરિણામે, 15મી ઓવરના પહેલા બોલ પર અક્ષર પટેલે સ્ટ્રાઈક પર હોવું જોઈતું હતું. જોકે, ડ્રિંક્સ બ્રેક પછી જ્યારે રમત ફરી શરૂ થઈ, ત્યારે શ્રેયસ અય્યર સ્ટ્રાઈક પર હતો. જેનો અર્થ એ કે ખોટો બેટ્સમેન નવી ઓવર રમવા આવ્યો હતો.

થર્ડ અમ્પાયર પણ આ ભૂલ પકડી શક્યા નહીં

મેદાન પરના અમ્પાયરો પોલ રીફેલ અને વેઈન નાઈટ્સની ભૂમિકા પર સવાલો ઉઠી રહ્યા છે. આશ્ચર્યની વાત એ છે કે, થર્ડ અમ્પાયર કુમાર ધર્મસેના પણ આ ભૂલ પારખી શક્યા નહીં. આંતરરાષ્ટ્રીય મેચમાં થયેલી આવી બેદરકારીએ અમ્પાયરોની સતર્કતાના સ્તર પર શંકા ઊભી કરી છે.

મેચ દરમિયાન બ્રોડકાસ્ટમાં પણ વિક્ષેપ પડ્યો હતો. સ્ટેડિયમમાં વીજળી જતી રહેવાને કારણે બ્રોડકાસ્ટ ટીમને લાઈવ ફૂટેજ મળતા બંધ થઈ ગયા હતા, જેના લીધે દર્શકો માટે થોડા સમય સુધી મેચનું લાઈવ કવરેજ જોવું મુશ્કેલ બન્યું હતું.

આ મેચ માટે ભારતની પ્લેઈંગ XI:

રોહિત શર્મા, ઋતુરાજ ગાયકવાડ, વિરાટ કોહલી, શ્રેયસ અય્યર (કેપ્ટન), ઈશાન કિશન (વિકેટકીપર), અક્ષર પટેલ, નમન ધીર, આકિબ નબી, યશ ઠાકુર, અર્શદીપ સિંહ, મોહમ્મદ સિરાજ.

ન્યૂઝીલેન્ડની પ્લેઈંગ XI:

વિલ યંગ, ટિમ સીફર્ટ (વિકેટકીપર), નિક કેલી, ડીન ફોક્સક્રોફ્ટ, ફિન એલન, માઈકલ બ્રેસવેલ, મિશેલ સેન્ટનર (કેપ્ટન), ક્રિસ્ટિયન ક્લાર્ક, મેથ્યુ ફિશર, જેકબ ડફી, બ્લેર ટિકનર.
 

Add Zee News as a Preferred Source
TAGS:

About the Author

2020માં Inshorts સાથે પત્રકારત્વ ક્ષેત્રે કારકિર્દીની શરૂઆત કરી. જ્યાં બે વર્ષથી વધુ સમય સુધી ગુજરાતી કન્ટેન્ટ સ્પેશિયાલિસ્ટ તરીકે કામ કર્યું. ત્યારબાદ Sandesh Digital સાથે જોડાયા, જ્યાં ગુજરાતના લોકલ સમાચાર ઉપરાંત નેશનલ અને સ્પોર્ટ્સ સહિતની વિવિધ કેટેગરીમાં કામ કર્યું. આ દરમિયાન ગુજરાત વિધાનસભા ચૂંટણી 2022 અને IPL જેવી મહત્વપૂર્ણ ઇવેન્ટ્સ કવર કરી. ત્યારબાદ TV9 Gujarati સાથે જોડાયા, જ્યાં ગુજરાતના લોકલ સમાચાર ઉપરાંત નોલેજ, બિઝનેસ, ઓટો સહિતની વિવિધ કેટેગરીમાં કામ કર્યું. આ ઉપરાંત પ્રીમિયમ કન્ટેન્ટ માટે પણ કામ કર્યું અને રિસર્ચ-બેઝ્ડ સ્ટોરી લખવાનો અનુભવ મેળવ્યો. હાલમાં Zee 24 Kalakમાં સિનિયર સબ-એડિટર તરીકે કાર્યરત છે અને સ્પોર્ટ્સ, બિઝનેસ, ગુજરાત, જોબ્સ, ઓટો અને ટેક સહિતની વિવિધ કેટેગરીનું કન્ટેન્ટ તૈયાર કરી સરળ ભાષામાં વાચક મિત્રો સુધી પહોંચાડી રહ્યા છે.
Read More

ZEENEWS TRENDING STORIES