SOCIAL MEDIA

Newsletter

PARTNER SITES
Select Language Select State

વિરાટ કોહલીએ તોડ્યો સચિન તેંડુલકરનો રેકોર્ડ, આ મામલે બન્યો નંબર-1 બેટ્સમેન

Virat Kohli Record : ન્યૂઝીલેન્ડ સામેની પ્રથમ વનડે મેચમાં અડધી સદી ફટકારીને વિરાટ કોહલીએ ટીમ ઈન્ડિયાને શાનદાર જીત અપાવી. ઓકલેન્ડમાં રમેલી 74 રનની ઇનિંગ દરમિયાન વિરાટે અનેક રેકોર્ડ તોડ્યા અને ઘણા નવા માઈલસ્ટોન પણ બનાવ્યા છે.

Written By Dilip Chaudhary
Published: Nov 04, 2026, 07:17 PM IST | Updated: Nov 04, 2026, 07:20 PM IST
Join

Virat Kohli Record : ન્યૂઝીલેન્ડમાં T20 શ્રેણી જીત્યા બાદ ભારતે ODI શ્રેણીની પણ શાનદાર શરૂઆત કરી છે. ઓકલેન્ડના ઈડન પાર્કમાં રમાયેલી મેચમાં ટીમ ઈન્ડિયાએ પાંચ વિકેટથી જીત નોંધાવી. આ જીતમાં બોલરો અને સ્ટાર બેટ્સમેન વિરાટ કોહલી બંનેએ મહત્વની ભૂમિકા ભજવી હતી.

અર્શદીપ સિંહ, અંશુલ કંબોજ અને ગુરનૂર બ્રારે ઘાતક બોલિંગ કરીને ન્યૂઝીલેન્ડની ટીમને 40.2 ઓવરમાં 185 રનમાં ઓલઆઉટ કરી દીધી હતી. વરસાદને કારણે ભારતને 32 ઓવરમાં 143 રનનો ટાર્ગેટ આપવામાં આવ્યો હતો. ટીમ ઈન્ડિયાએ 22.4 ઓવરમાં 5 વિકેટ ગુમાવીને 143 રન બનાવીને આ ટાર્ગેટ હાંસલ કરી લીધો.

રણજી ટ્રોફીમાં મોટો વિવાદ, એવું તો શું થયું કે રાતોરાત બદલવી પડી ટીમ, જાણી લો કારણ

કોહલીની ધમાકેદાર ઇનિંગ

કોહલીએ 51 બોલમાં 145.10 સ્ટ્રાઈક રેટ સાથે 74 રનની ધમાકેદાર ઇનિંગ રમી. આ ઇનિંગ દરમિયાન તેણે એક મહત્વપૂર્ણ સિદ્ધિ હાંસલ કરી. તે ODI ક્રિકેટમાં ત્રીજા ક્રમે બેટિંગ કરતા 13,000 રન બનાવનાર વિશ્વનો પ્રથમ ખેલાડી બન્યો. આ એવી સિદ્ધિ છે જે ઓસ્ટ્રેલિયાનો ભૂતપૂર્વ કેપ્ટન રિકી પોન્ટિંગ પણ હાંસલ કરી શક્યો નહોતો, જેને આ બેટિંગ ક્રમ પર એક દિગ્ગજ ખેલાડી માનવામાં આવે છે. ખાસ વાત એ છે કે, વિરાટે આ શાનદાર પ્રદર્શન તેના 38મા જન્મદિવસના એક દિવસ પહેલા જ કર્યું હતું. ઓકલેન્ડમાં તેની બેટિંગે સૌના દિલ જીતી લીધા.

વિરાટે સચિનનો રેકોર્ડ તોડ્યો

વિરાટે ODIમાં રન ચેઝ કરતી વખતે સૌથી વધુ રન બનાવવાનો રેકોર્ડ પણ પોતાના નામે કર્યો છે અને આ મામલે તેણે પોતાના આદર્શ સચિન તેંડુલકરને પાછળ છોડી દીધા છે. સચિન તેંડુલકરે રન ચેઝ કરતી વખતે 8,720 રન બનાવ્યા હતા, ત્યારે વિરાટ હવે 8,741 રન પર પહોંચી ગયો છે. તેણે આ સિદ્ધિ 66.21ની સરેરાશ અને 95.03ના સ્ટ્રાઈક રેટ સાથે મેળવી છે. બીજી તરફ સચિન તેંડુલકરે ODIમાં રન ચેઝ કરતી વખતે 42.33ની સરેરાશ અને 88.44ના સ્ટ્રાઈક રેટથી રન બનાવ્યા હતા.

રિકી પોન્ટિંગના રેકોર્ડની બરાબરી કરી

ન્યૂઝીલેન્ડ સામેની વનડે મેચોમાં સૌથી વધુ રન બનાવનારા ખેલાડીઓની યાદીમાં વિરાટ કોહલીએ ઓસ્ટ્રેલિયાના દિગ્ગજ ખેલાડી રિકી પોન્ટિંગના રેકોર્ડની બરાબરી કરી લીધી છે. ન્યૂઝીલેન્ડ સામે હવે તેના નામે 1971 રન થઈ ગયા છે, જે રિકી પોન્ટિંગના કુલ રન જેટલા જ છે. 1750 રન સાથે સચિન તેંડુલકર આ યાદીમાં ત્રીજા સ્થાને છે.

ન્યૂઝીલેન્ડ સામે વનડેમાં સૌથી વધુ રન બનાવનારા ખેલાડીઓ:

વિદેશી ધરતી પર બીજી સૌથી ઝડપી અડધી સદી

આજની મેચમાં કોહલીએ 35 બોલમાં પોતાની અડધી સદી પૂરી કરી. વિદેશી ધરતી પર વનડે ક્રિકેટમાં આ તેની બીજી સૌથી ઝડપી અડધી સદી છે. આ પહેલાં, તેણે 2016માં કેનબેરા ખાતે ઓસ્ટ્રેલિયા સામે 34 બોલમાં અને 2018માં સેન્ચુરિયન ખાતે દક્ષિણ આફ્રિકા સામે 36 બોલમાં અડધી સદી ફટકારી હતી.

Add Zee News as a Preferred Source
TAGS:

About the Author

2020માં Inshorts સાથે પત્રકારત્વ ક્ષેત્રે કારકિર્દીની શરૂઆત કરી. જ્યાં બે વર્ષથી વધુ સમય સુધી ગુજરાતી કન્ટેન્ટ સ્પેશિયાલિસ્ટ તરીકે કામ કર્યું. ત્યારબાદ Sandesh Digital સાથે જોડાયા, જ્યાં ગુજરાતના લોકલ સમાચાર ઉપરાંત નેશનલ અને સ્પોર્ટ્સ સહિતની વિવિધ કેટેગરીમાં કામ કર્યું. આ દરમિયાન ગુજરાત વિધાનસભા ચૂંટણી 2022 અને IPL જેવી મહત્વપૂર્ણ ઇવેન્ટ્સ કવર કરી. ત્યારબાદ TV9 Gujarati સાથે જોડાયા, જ્યાં ગુજરાતના લોકલ સમાચાર ઉપરાંત નોલેજ, બિઝનેસ, ઓટો સહિતની વિવિધ કેટેગરીમાં કામ કર્યું. આ ઉપરાંત પ્રીમિયમ કન્ટેન્ટ માટે પણ કામ કર્યું અને રિસર્ચ-બેઝ્ડ સ્ટોરી લખવાનો અનુભવ મેળવ્યો. હાલમાં Zee 24 Kalakમાં સિનિયર સબ-એડિટર તરીકે કાર્યરત છે અને સ્પોર્ટ્સ, બિઝનેસ, ગુજરાત, જોબ્સ, ઓટો અને ટેક સહિતની વિવિધ કેટેગરીનું કન્ટેન્ટ તૈયાર કરી સરળ ભાષામાં વાચક મિત્રો સુધી પહોંચાડી રહ્યા છે.

ZEENEWS TRENDING STORIES