SOCIAL MEDIA

Newsletter

PARTNER SITES
Select Language Select State

ટીમ ઈન્ડિયાએ પહેલીવાર વનડેમાં ચેઝ કર્યો 400થી વધુનો ટાર્ગેટ, ગિલની ડબલ સેન્ચુરી, રોહિતની સદી

Ind vs WI 2nd ODI : ભારત અને વેસ્ટ ઈન્ડિઝ વચ્ચે ગુવાહાટીના બારસાપારા સ્ટેડિયમમાં બીજી વનડે મેચ રમાઈ. પ્રથમ બેટિંગ કરતા વેસ્ટ ઈન્ડિઝની ટીમે 7 વિકેટે 405 રનનો સ્કોર બનાવ્યો હતો. ભારતીય ટીમે 406 રનનો ટાર્ગેટ ચેઝ કરીને મેચ 8 વિકેટે જીતી લીધી છે. વનડેમાં પહેલીવાર ભારતે 400થી વધુનો ટાર્ગેટ ચેઝ કર્યો છે.

Written By Dilip Chaudhary
Published: Sep 30, 2026, 10:06 PM IST | Updated: Sep 30, 2026, 10:43 PM IST
Join

Ind vs WI 2nd ODI : ગુવાહાટીના બારસાપારા સ્ટેડિયમમાં ભારત અને વેસ્ટ ઈન્ડિઝ વચ્ચેની બીજી મેચ 8 વિકેટે જીતી લીધી છે. ભારતીય કેપ્ટન શુભમન ગિલે ટોસ જીતીને પહેલા બોલિંગ કરવાનો નિર્ણય લીધો હતો. વેસ્ટ ઈન્ડિઝે પ્રથમ બેટિંગ કરતાં ભારતને 406 રનનો ટાર્ગેટ આપ્યો હતો. જે ભારતે 43.3 ઓવરમાં માત્ર 2 વિકેટ ગુમાવીને હાંસલ કરી લીધો હતો.

ભારતની ઐતિહાસિક જીત

ભારતે વનડેમાં પહેલીવાર 400થી વધુનો ટાર્ગેટ ચેઝ કરીને ઈતિહાસ રચ્યો છે. 400થી વધુ રન ચેઝ કરવા મામલે ભારત હવે બીજા નંબરની ટીમ બની ગઈ છે. અગાઉ દક્ષિણ આફ્રિકાએ 435 રનનો ટાર્ગેટ પાર કર્યો હતો. આ સાથે શુભમન ગિલના નેતૃત્વમાં ટીમ ઈન્ડિયાએ બીજી મેચ જીતીને 3 મેચોની શ્રેણી પણ જીતી લીધી છે. 

 

 

શુભમન ગિલની રેકોર્ડબ્રેક બેવડી સદી

ભારતનો અગાઉનો સૌથી મોટો સફળ રન ચેઝ 2013માં ઓસ્ટ્રેલિયા સામે 360 રનનો હતો. કેપ્ટન શુભમન ગિલ અને રોહિત શર્મા આ જીતના હીરો હતા. ગિલે શાનદાર બેવડી સદી ફટકારી અને વનડેમાં રન ચેઝ દરમિયાન સર્વોચ્ચ વ્યક્તિગત સ્કોર બનાવનાર બેટ્સમેન બન્યો. તેણે 132 બોલમાં 28 ચોગ્ગા અને 8 છગ્ગાની મદદથી અણનમ 223 રન બનાવ્યા.

રોહિત શર્માએ 75 બોલમાં 101 રન બનાવ્યા, જેમાં 10 ચોગ્ગા અને 6 છગ્ગા સામેલ હતા. ગિલ અને રોહિત વચ્ચે 150 બોલમાં 255 રનની ભાગીદારી થઈ હતી. વિરાટ કોહલીએ 19 બોલમાં 29 રન બનાવ્યા, જ્યારે ઋતુરાજ ગાયકવાડે 37 બોલમાં અણનમ 31 રનની ઇનિંગ રમી.

 

 

શુભમન ગિલના આ મેચમાં રેકોર્ડ

Add Zee News as a Preferred Source
TAGS:

About the Author

2020માં Inshorts સાથે પત્રકારત્વ ક્ષેત્રે કારકિર્દીની શરૂઆત કરી. જ્યાં બે વર્ષથી વધુ સમય સુધી ગુજરાતી કન્ટેન્ટ સ્પેશિયાલિસ્ટ તરીકે કામ કર્યું. ત્યારબાદ Sandesh Digital સાથે જોડાયા, જ્યાં ગુજરાતના લોકલ સમાચાર ઉપરાંત નેશનલ અને સ્પોર્ટ્સ સહિતની વિવિધ કેટેગરીમાં કામ કર્યું. આ દરમિયાન ગુજરાત વિધાનસભા ચૂંટણી 2022 અને IPL જેવી મહત્વપૂર્ણ ઇવેન્ટ્સ કવર કરી. ત્યારબાદ TV9 Gujarati સાથે જોડાયા, જ્યાં ગુજરાતના લોકલ સમાચાર ઉપરાંત નોલેજ, બિઝનેસ, ઓટો સહિતની વિવિધ કેટેગરીમાં કામ કર્યું. આ ઉપરાંત પ્રીમિયમ કન્ટેન્ટ માટે પણ કામ કર્યું અને રિસર્ચ-બેઝ્ડ સ્ટોરી લખવાનો અનુભવ મેળવ્યો. હાલમાં Zee 24 Kalakમાં સિનિયર સબ-એડિટર તરીકે કાર્યરત છે અને સ્પોર્ટ્સ, બિઝનેસ, ગુજરાત, જોબ્સ, ઓટો અને ટેક સહિતની વિવિધ કેટેગરીનું કન્ટેન્ટ તૈયાર કરી સરળ ભાષામાં વાચક મિત્રો સુધી પહોંચાડી રહ્યા છે.

ZEENEWS TRENDING STORIES