SOCIAL MEDIA

Newsletter

PARTNER SITES
Select Language Select State

વેસ્ટ ઈન્ડિઝે રચ્યો ઈતિહાસ, વનડેમાં પ્રથમવાર 400 પાર, ભારતીય બોલરોને ધોઈ નાખ્યા

Ind vs WI 2nd ODI : ભારત અને વેસ્ટ ઈન્ડિઝ વચ્ચેની બીજી વનડે મેચ આજે ગુવાહાટીમાં રમાઈ રહી છે. આ મેચમાં ભારતીય કેપ્ટન શુભમન ગિલે ટોસ જીતીને બોલિંગ કરવાનો નિર્ણય લીધો હતો. ત્યારે પ્રથમ બેટિંગ કરતાં વેસ્ટ ઈન્ડિઝે વનડેમાં પહેલીવાર 400નો સ્કોર પાર કર્યો છે.

Written By Dilip Chaudhary
Published: Sep 30, 2026, 06:21 PM IST | Updated: Sep 30, 2026, 06:38 PM IST
Join

Ind vs WI 2nd ODI : ભારત અને વેસ્ટ ઈન્ડિઝ વચ્ચેની બીજી વનડે મેચ આજે ગુવાહાટીના બારસાપારા ક્રિકેટ સ્ટેડિયમમાં રમાઈ રહી છે. આ મેચમાં પ્રથમ બેટિંગ કરતા વેસ્ટ ઈન્ડિઝે વનડે ક્રિકેટના ઈતિહાસમાં પ્રથમવખત 400 રનનો આંકડો પાર કર્યો છે. ભારતને 406 રનનો ટાર્ગેટ આપ્યો છે. જો ભારતીય ટીમ આજે આટલો મોટો સ્કોર સફળતાપૂર્વક હાંસલ કરી લેશે, તો તે એક રેકોર્ડ બની જશે, કારણ કે ટીમે અગાઉ ક્યારેય આટલો મોટો ટાર્ગેટ ચેઝ કર્યો નથી.

ત્રણ બેટ્સમેનોની સદી

આ મેચમાં પ્રથમ બેટિંગ કરતા વેસ્ટ ઈન્ડિઝે શાનદાર બેટિંગનું પ્રદર્શન કર્યું હતું. વેસ્ટ ઈન્ડિઝના જોન કેમ્પબેલ, શાઈ હોપ અને અમીર જાંગૂએ આ મેચમાં સદી ફટકારી હતી. કીસી કાર્ટી 9 રન બનાવીને આઉટ થયા બાદ જોન કેમ્પબેલ અને શાઈ હોપે બીજી વિકેટ માટે 110 રનની શાનદાર ભાગીદારી નોંધાવી હતી. 147 રનના સ્કોર પર વેસ્ટ ઈન્ડિઝને બીજો ઝટકો લાગ્યો હતો. જ્યારે 65 બોલમાં સદી પૂરી કરનાર કેમ્પબેલ આખરે 68 બોલમાં 101 રન બનાવીને આઉટ થયો હતો.

અમીર જાંગૂ અને શાઈ હોપ વચ્ચે 182 રનની ભાગીદારી

ત્યારબાદ અમીર જાંગૂ અને શાઈ હોપ બંનેએ સદી ફટકારી હતી. આ જોડીએ 182 રનની ભાગીદારી કરી હતી. કેપ્ટન શાઈ હોપે 94 બોલમાં 104 રનની ઇનિંગ્સ રમી હતી. જોકે, સદી પૂરી કર્યા બાદ તરત જ કુલદીપ યાદવના બોલ પર આકિબ નબીએ તેનો કેચ પકડ્યો હતો. થોડીવાર પછી અમીર જાંગૂએ પણ 70 બોલમાં પોતાની સદી પૂરી કરી હતી.

હોપના આઉટ થયા બાદ મેદાનમાં આવેલા શેરફેન રધરફોર્ડ પહેલા જ બોલ પર આઉટ થયો હતો. જાંગૂ પાસેથી લાંબી ઇનિંગ્સની અપેક્ષા હતી પરંતુ તે 77 બોલમાં 114 રન બનાવીને રવિન્દ્ર જાડેજાનો શિકાર બન્યો હતો. જાડેજાના બોલ પર ઋતુરાજ ગાયકવાડે તેનો કેચ પકડ્યો હતો.

આકિબને ડેબ્યૂ મેચમાં ના મળી એકપણ વિકેટ

ભારત તરફથી કુલદીપ, રવિન્દ્ર જાડેજા અને ગુરનૂર બ્રારે બે-બે વિકેટ ઝડપી હતી, જ્યારે પ્રસિદ્ધ કૃષ્ણાએ એક વિકેટ લીધી હતી. આકિબ નબીને આ મેચમાં વનડેમાં ડેબ્યૂ કરવાની તક મળી હતી, પરંતુ તે એકપણ વિકેટ લઈ શક્યો નહોતો. 

 

Add Zee News as a Preferred Source
TAGS:

About the Author

2020માં Inshorts સાથે પત્રકારત્વ ક્ષેત્રે કારકિર્દીની શરૂઆત કરી. જ્યાં બે વર્ષથી વધુ સમય સુધી ગુજરાતી કન્ટેન્ટ સ્પેશિયાલિસ્ટ તરીકે કામ કર્યું. ત્યારબાદ Sandesh Digital સાથે જોડાયા, જ્યાં ગુજરાતના લોકલ સમાચાર ઉપરાંત નેશનલ અને સ્પોર્ટ્સ સહિતની વિવિધ કેટેગરીમાં કામ કર્યું. આ દરમિયાન ગુજરાત વિધાનસભા ચૂંટણી 2022 અને IPL જેવી મહત્વપૂર્ણ ઇવેન્ટ્સ કવર કરી. ત્યારબાદ TV9 Gujarati સાથે જોડાયા, જ્યાં ગુજરાતના લોકલ સમાચાર ઉપરાંત નોલેજ, બિઝનેસ, ઓટો સહિતની વિવિધ કેટેગરીમાં કામ કર્યું. આ ઉપરાંત પ્રીમિયમ કન્ટેન્ટ માટે પણ કામ કર્યું અને રિસર્ચ-બેઝ્ડ સ્ટોરી લખવાનો અનુભવ મેળવ્યો. હાલમાં Zee 24 Kalakમાં સિનિયર સબ-એડિટર તરીકે કાર્યરત છે અને સ્પોર્ટ્સ, બિઝનેસ, ગુજરાત, જોબ્સ, ઓટો અને ટેક સહિતની વિવિધ કેટેગરીનું કન્ટેન્ટ તૈયાર કરી સરળ ભાષામાં વાચક મિત્રો સુધી પહોંચાડી રહ્યા છે.

ZEENEWS TRENDING STORIES