SOCIAL MEDIA

Newsletter

PARTNER SITES
Select Language Select State

IND vs NZ: પ્રથમ વનડેમાં બદલાઈ જશે ભારતીય ટીમ, આ બે ખેલાડીઓનું કપાશે પત્તુ! જાણો કોને મળશે તક

IND vs NZ : ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચેની પાંચ વનડે મેચોની શ્રેણીની પ્રથમ મેચ 4 નવેમ્બરે ઓકલેન્ડના ઈડન પાર્ક ખાતે રમાશે. ભારતની પ્લેઈંગ ઈલેવન લગભગ નક્કી થઈ ગઈ છે, પરંતુ સારા ફોર્મમાં રહેલા કેટલાક ખેલાડીઓએ કદાચ બહાર બેસવું પડી શકે છે.

Written By Dilip Chaudhary
Published: Nov 03, 2026, 03:19 PM IST | Updated: Nov 03, 2026, 03:21 PM IST
Join

IND vs NZ : T20 શ્રેણી 3-2થી જીત્યા બાદ ભારતીય ક્રિકેટ ટીમ હવે ન્યૂઝીલેન્ડમાં વનડેમાં રમતી જોવા મળશે. પાંચ મેચોની ODI શ્રેણીની પ્રથમ મેચ 4 નવેમ્બરે ઓકલેન્ડના ઈડન પાર્કમાં રમાશે. આ મેચ ભારતીય સમય મુજબ સવારે 7:30 વાગ્યે શરૂ થશે, જ્યારે ટોસ સવારે 7:00 વાગ્યે થશે.

હવે પ્રશ્ન એ છે કે આ મેચ માટે ભારતીય ક્રિકેટ ટીમની પ્લેઈંગ ઈલેવન કેવી હશે? શું તેમાં કોઈ ફેરફાર થશે, કે પછી વેસ્ટ ઈન્ડિઝ સામેની છેલ્લી ODI શ્રેણીમાં રમેલી ટીમ જ ઓકલેન્ડના મેદાનમાં ઉતરશે?

ભારતીય ક્રિકેટરે T20માં મચાવી તબાહી, ફાસ્ટેસ્ટ ફિફ્ટીનો તૂટ્યો વર્લ્ડ રેકોર્ડ

જ્યારે ટીમ ઈન્ડિયાએ 3 ઓક્ટોબરે ન્યૂ ચંદીગઢમાં વેસ્ટ ઈન્ડિઝ સામે છેલ્લી ODI મેચ રમી હતી. ત્યારે તેણે 351/7નો સ્કોર બનાવ્યો હતો. તેમ છતાં શાઈ હોપની અણનમ 162 રનની ઈનિંગ્સની મદદથી, વેસ્ટ ઈન્ડિઝે 10 બોલ બાકી હતા ત્યારે 5 વિકેટથી મેચ જીતી લીધી હતી. જોકે, ભારત આ શ્રેણી 2-1થી જીતવામાં સફળ રહ્યું હતું.

ચંદીગઢમાં રમાયેલી તે મેચમાં ભારતની પ્લેઈંગ ઈલેવન

શુભમન ગિલ (કેપ્ટન), રોહિત શર્મા, વિરાટ કોહલી, ઋતુરાજ ગાયકવાડ, કે.એલ. રાહુલ (વિકેટકીપર), નીતિશ કુમાર રેડ્ડી, નમન ધીર, અંશુલ કંબોજ, કુલદીપ યાદવ, મોહમ્મદ સિરાજ અને ગુરનૂર બ્રાર.

પ્લેઈંગ-11માં બે ફેરફાર નક્કી

ઓકલેન્ડમાં રમાનારી આગામી મેચ માટે ભારતીય પ્લેઈંગ ઈલેવનમાં અગાઉની મેચની સરખામણીએ કેટલાક ફેરફારો જોવા મળી શકે છે. શ્રેયસ અય્યર ચોથા ક્રમે ઋતુરાજ ગાયકવાડનું સ્થાન લઈ શકે છે, જ્યારે ગુરનૂર બ્રારની જગ્યાએ અર્શદીપ સિંહ ટીમમાં આવી શકે છે.

શુભમન ગિલ અને રોહિત શર્મા ઇનિંગની શરૂઆત કરશે અને વિરાટ કોહલી બીજા ક્રમે રમશે તે લગભગ નક્કી છે. કે.એલ. રાહુલ પાંચમા ક્રમે બેટિંગ કરશે, જ્યારે નીતિશ રેડ્ડી છઠ્ઠા ક્રમે આવશે, જે બોલિંગનો એક વધારાનો વિકલ્પ પણ પૂરો પાડશે. મિડલ ઓવરોમાં નમન ધીર અને અક્ષર પટેલ સ્પિન બોલિંગના વિકલ્પ તરીકે રમી શકે છે. નીતિશ, નમન અને અક્ષર ટીમમાં ઓલરાઉન્ડ હશે. ઓકલેન્ડમાં કુલદીપ યાદવ સ્પિન વિકલ્પ તરીકે રહેશે, અને મોહમ્મદ સિરાજનું રમવું નિશ્ચિત છે.

ઋતુરાજ ગાયકવાડનું સ્થાન લેશે શ્રેયસ અય્યર?

હવે મોટો પ્રશ્ન એ છે કે વેસ્ટ ઈન્ડિઝ સામેની શ્રેણીમાં ઋતુરાજ ગાયકવાડે ચોથા ક્રમે બેટિંગ કરી હતી. તેણે પ્રથમ બે વનડેમાં અણનમ ૧૩ અને ૩૧ રન બનાવ્યા હતા અને ન્યૂ ચંદીગઢમાં રમાયેલી છેલ્લી મેચમાં 57 રન ફટકાર્યા હતા, તો શું તેને ખરેખર ટીમમાંથી બહાર કરાશે? ગાયકવાડને મૂળ વેસ્ટ ઈન્ડિઝ સામેની શ્રેણી માટે ટીમમાં સામેલ કરવામાં આવ્યો હતો કારણ કે શ્રેયસ અય્યર તે સમયે એશિયન ગેમ્સમાં ભારતીય ટીમનું નેતૃત્વ કરી રહ્યો હતો. આ સંજોગોને જોતા એવી પ્રબળ શક્યતા છે કે આ મેચમાં ઋતુરાજની જગ્યા શ્રેયસ અય્યર લેશે.

જસપ્રીત બુમરાહ અને પ્રસિદ્ધ કૃષ્ણા ટીમની બહાર

જસપ્રીત બુમરાહને આ શ્રેણીમાં આરામ આપવામાં આવ્યો છે, તેથી તે ટીમનો ભાગ નથી. બીજી તરફ હેમસ્ટ્રિંગની ઈજાને કારણે ફિટનેસ ક્લિયરન્સ ન મળતા પ્રસિદ્ધ કૃષ્ણા પણ શ્રેણીમાંથી બહાર થઈ ગયો છે. હવે આકિબ નબીને તમામ પાંચ મેચો માટે ટીમમાં સામેલ કરવામાં આવ્યા છે. અગાઉ તેને માત્ર છેલ્લી બે વનડે મેચો માટે જ ટીમમાં સ્થાન આપવામાં આવ્યું હતું.

ઓકલેન્ડમાં ટીમ ઈન્ડિયાની સંભવિત પ્લેઈંગ ઈલેવન

રોહિત શર્મા, શુભમન ગિલ (કેપ્ટન), વિરાટ કોહલી, શ્રેયસ અય્યર (વાઈસ કેપ્ટન), કેએલ રાહુલ (વિકેટકીપર), નીતિશ કુમાર રેડ્ડી, અક્ષર પટેલ, નમન ધીર, કુલદીપ યાદવ, મોહમ્મદ સિરાજ, અર્શદીપ સિંહ/ગુરનૂર બ્રાર.
 

Add Zee News as a Preferred Source
TAGS:

About the Author

2020માં Inshorts સાથે પત્રકારત્વ ક્ષેત્રે કારકિર્દીની શરૂઆત કરી. જ્યાં બે વર્ષથી વધુ સમય સુધી ગુજરાતી કન્ટેન્ટ સ્પેશિયાલિસ્ટ તરીકે કામ કર્યું. ત્યારબાદ Sandesh Digital સાથે જોડાયા, જ્યાં ગુજરાતના લોકલ સમાચાર ઉપરાંત નેશનલ અને સ્પોર્ટ્સ સહિતની વિવિધ કેટેગરીમાં કામ કર્યું. આ દરમિયાન ગુજરાત વિધાનસભા ચૂંટણી 2022 અને IPL જેવી મહત્વપૂર્ણ ઇવેન્ટ્સ કવર કરી. ત્યારબાદ TV9 Gujarati સાથે જોડાયા, જ્યાં ગુજરાતના લોકલ સમાચાર ઉપરાંત નોલેજ, બિઝનેસ, ઓટો સહિતની વિવિધ કેટેગરીમાં કામ કર્યું. આ ઉપરાંત પ્રીમિયમ કન્ટેન્ટ માટે પણ કામ કર્યું અને રિસર્ચ-બેઝ્ડ સ્ટોરી લખવાનો અનુભવ મેળવ્યો. હાલમાં Zee 24 Kalakમાં સિનિયર સબ-એડિટર તરીકે કાર્યરત છે અને સ્પોર્ટ્સ, બિઝનેસ, ગુજરાત, જોબ્સ, ઓટો અને ટેક સહિતની વિવિધ કેટેગરીનું કન્ટેન્ટ તૈયાર કરી સરળ ભાષામાં વાચક મિત્રો સુધી પહોંચાડી રહ્યા છે.

ZEENEWS TRENDING STORIES