SOCIAL MEDIA

Newsletter

PARTNER SITES
Select Language Select State

ભારત-પાકિસ્તાન વચ્ચે ફરી રમાશે મહામુકાબલો, જાણો ક્યારે અને ક્યાં જોઈ શકશો લાઈવ

IND vs PAK : હોંગકોંગ સિક્સીસ 2026માં ભારત અને પાકિસ્તાન વચ્ચે એક રોમાંચક મુકાબલો રમાશે. આ બંને ટીમો 30 ઓક્ટોબરે હોંગકોંગના મોંગ કોક સ્થિત મિશન રોડ ગ્રાઉન્ડ પર આમને-સામને થશે. એક એવી મેચ જે સમગ્ર વિશ્વના ચાહકોનું ધ્યાન ખેંચશે. આ હાઈ-વોલ્ટેજ મુકાબલો તમે ક્યારે, ક્યાં અને કેવી રીતે લાઈવ જોઈ શકો છો, તેના વિશે આ લેખમાં જાણીશું.

Written By Dilip Chaudhary
Published: Oct 29, 2026, 07:46 PM IST | Updated: Oct 29, 2026, 08:02 PM IST
Join

IND vs PAK : ક્રિકેટ ચાહકોને ભારત અને પાકિસ્તાન વચ્ચે વધુ એક રોમાંચક મુકાબલો જોવા મળવાનો છે. જ્યારે પણ આ બંને દેશો ક્રિકેટના મેદાન પર સામસામે આવે છે, ત્યારે ઉત્તેજના અને જુસ્સો ચરમસીમાએ પહોંચી જાય છે. હોંગકોંગ સિક્સીસમાં ભારત અને પાકિસ્તાન ટકરાશે. એક એવી મેચ જે વિશ્વભરના ચાહકોનું ધ્યાન ખેંચશે. બંને ટીમો વચ્ચે જોરદાર મુકાબલો થવાની અપેક્ષા છે. ત્યારે એ જાણી લઈએ કે ભારત અને પાકિસ્તાન વચ્ચેનો આ રોમાંચક મુકાબલો તમે ક્યારે, ક્યાં અને કેવી રીતે લાઈવ જોઈ શકશો.

CSKની જેમ મુંબઈ ઈન્ડિયન્સમાં પણ મોટી ઉથલપાથલ, મહેલા જયવર્દને બાદ આ 3 દિગ્ગજોને આપી વિદાય

ભારત અને પાકિસ્તાન વચ્ચેની મેચ ક્યારે અને ક્યાં રમાશે?

હોંગકોંગ સિક્સીસમાં ભારત અને પાકિસ્તાન વચ્ચેની મેચ શુક્રવાર, 30 ઓક્ટોબરના રોજ રમાશે. બંને ટીમો હોંગકોંગના મોંગ કોક સ્થિત મિશન રોડ ગ્રાઉન્ડ પર સામસામે ટકરાશે. નોંધનીય છે કે આ ફોર્મેટ સામાન્ય ક્રિકેટથી ઘણું અલગ છે. હોંગકોંગ સિક્સીસમાં દરેક ટીમ માત્ર 6 ઓવર રમે છે અને સામાન્ય 11 ખેલાડીઓને બદલે ટીમમાં 7 ખેલાડીઓ હોય છે. આ ટૂંકા ફોર્મેટમાં બેટ્સમેનો ઝડપથી રન બનાવવાનો પ્રયાસ કરે છે, જેનાથી ચાહકોને ચોગ્ગા અને છગ્ગાની રમઝટ જોવા મળે છે.

ભારત અને પાકિસ્તાન વચ્ચેની મેચ કેટલા વાગ્યે શરૂ થશે?

હોંગકોંગ સિક્સીસમાં ભારત અને પાકિસ્તાન વચ્ચેનો મુકાબલો ભારતીય સમય અનુસાર સવારે 11:45 વાગ્યે શરૂ થશે. ટોસ અડધો કલાક પહેલા એટલે કે સવારે 11:15 વાગ્યે થશે, જેમાં બંને ટીમોના કેપ્ટન મેદાન પર આવશે. ભારતીય ટીમનું નેતૃત્વ કૃણાલ પંડ્યા કરશે, જ્યારે પાકિસ્તાનની કમાન મોહમ્મદ અબ્બાસ આફ્રિદીના હાથમાં હશે.

આ મેચ ક્યાં જોઈ શકાશે?

હોંગકોંગ સિક્સીસમાં ભારત અને પાકિસ્તાન વચ્ચેની મેચ ભારતમાં કોઈ પણ ટેલિવિઝન ચેનલ પર લાઈવ પ્રસારિત કરવામાં આવશે નહીં. જો કે, તમે આ મેચનું લાઈવ સ્ટ્રીમિંગ જોઈ શકો છો. આ મેચનું લાઈવ સ્ટ્રીમિંગ ફેનકોડ એપ અને તેની સત્તાવાર વેબસાઇટ પર જોઈ શકાશે. જો કે, ફેનકોડ પર મેચ જોવા માટે સબ્સ્ક્રિપ્શન જરૂરી છે.

બંને ટીમોની સ્ક્વોડ

ભારત: કૃણાલ પંડ્યા (કેપ્ટન), રાહુલ ત્રિપાઠી, શશાંક સિંહ, નીતિશ રાણા, કુલવંત ખેજરોલિયા, રાહુલ તેવતિયા, ટી. નટરાજન.

પાકિસ્તાન: મોહમ્મદ અબ્બાસ આફ્રિદી (કેપ્ટન), અબ્દુલ સમદ, ઈરફાન ખાન, અહેમદ દાનિયાલ, મોહમ્મદ શહઝાદ, સાદ મસૂદ, ખ્વાજા નાફે.
 

Add Zee News as a Preferred Source
TAGS:

About the Author

2020માં Inshorts સાથે પત્રકારત્વ ક્ષેત્રે કારકિર્દીની શરૂઆત કરી. જ્યાં બે વર્ષથી વધુ સમય સુધી ગુજરાતી કન્ટેન્ટ સ્પેશિયાલિસ્ટ તરીકે કામ કર્યું. ત્યારબાદ Sandesh Digital સાથે જોડાયા, જ્યાં ગુજરાતના લોકલ સમાચાર ઉપરાંત નેશનલ અને સ્પોર્ટ્સ સહિતની વિવિધ કેટેગરીમાં કામ કર્યું. આ દરમિયાન ગુજરાત વિધાનસભા ચૂંટણી 2022 અને IPL જેવી મહત્વપૂર્ણ ઇવેન્ટ્સ કવર કરી. ત્યારબાદ TV9 Gujarati સાથે જોડાયા, જ્યાં ગુજરાતના લોકલ સમાચાર ઉપરાંત નોલેજ, બિઝનેસ, ઓટો સહિતની વિવિધ કેટેગરીમાં કામ કર્યું. આ ઉપરાંત પ્રીમિયમ કન્ટેન્ટ માટે પણ કામ કર્યું અને રિસર્ચ-બેઝ્ડ સ્ટોરી લખવાનો અનુભવ મેળવ્યો. હાલમાં Zee 24 Kalakમાં સિનિયર સબ-એડિટર તરીકે કાર્યરત છે અને સ્પોર્ટ્સ, બિઝનેસ, ગુજરાત, જોબ્સ, ઓટો અને ટેક સહિતની વિવિધ કેટેગરીનું કન્ટેન્ટ તૈયાર કરી સરળ ભાષામાં વાચક મિત્રો સુધી પહોંચાડી રહ્યા છે.

ZEENEWS TRENDING STORIES