SOCIAL MEDIA

Newsletter

PARTNER SITES
Select Language Select State

વનડે ક્રિકેટમાં રચાયો ઈતિહાસ, કોહલી-ગિલ સહિત 6 બેટ્સમેનોએ એક જ દિવસમાં ફટકારી સદી

ODI Cricket Record : 27 સપ્ટેમ્બરના રોજ વનડે ક્રિકેટમાં માત્ર વિરાટ કોહલી અને શુભમન ગિલ જ નહીં, પરંતુ કુલ છ બેટ્સમેનોએ સદી ફટકારી હતી. આ ફોર્મેટના ઇતિહાસમાં આવું પહેલીવાર બન્યું છે. ત્યારે બાકીના 4 ખેલાડીઓ કયા છે, તેના વિશે આ લેખમાં જાણીશું.

Written By Dilip Chaudhary
Published: Sep 28, 2026, 03:09 PM IST | Updated: Sep 28, 2026, 07:11 PM IST
Join

ODI Cricket Record : કોહલી અને શુભમન ગિલની સદીઓએ 27 સપ્ટેમ્બરને ભારતીય ચાહકો માટે ખરેખર આનંદદાયક દિવસ બનાવી દીધો. 'કિંગ' કોહલીએ ટેસ્ટ અને T20 ક્રિકેટમાંથી નિવૃત્તિ લીધી હોવાથી, તે હવે માત્ર વનડે ફોર્મેટમાં રમે છે. વેસ્ટ ઈન્ડિઝ સામેની પ્રથમ વનડેમાં કોહલીએ અપેક્ષાઓ કરતાં પણ સારું પ્રદર્શન કરીને પ્રેક્ષકોને ખુશ કરી દીધા હતા.

296 રનના ટાર્ગેટનો પીછો કરતી વખતે તેણે 10 ચોગ્ગા અને 9 ગગનચુંબી છગ્ગા સાથે 139 રનની અણનમ ઇનિંગ્સ રમી. આ સાથે જ કેપ્ટન શુભમન ગિલે પણ 110 રન બનાવ્યા. કોહલી અને ગિલની સદીઓએ 27 સપ્ટેમ્બરને વનડે ક્રિકેટના ઇતિહાસની સુવર્ણ ક્ષણોમાં સ્થાન અપાવ્યું છે. હકીકતમાં આ દિવસે માત્ર આ બે જ નહીં, પરંતુ કુલ છ બેટ્સમેનોએ આ ફોર્મેટમાં સદી ફટકારી હતી.

6 બેટ્સમેનોએ એક જ દિવસે ફટકારી સદી

વન-ડે ક્રિકેટના ઇતિહાસમાં પ્રથમ વખત એક જ દિવસમાં છ ખેલાડીઓએ સદી ફટકારી. અગાઉ બે વખકત એક જ દિવસમાં પાંચ ખેલાડીઓએ સદી ફટકારી હતી. આવું છેલ્લે 2023ના વર્લ્ડ કપ દરમિયાન બન્યું હતું. ગઈકાલે વર્લ્ડ કપ જેવી કોઈ મોટી ટુર્નામેન્ટ પણ રમાઈ રહી નહોતી, તેમ છતાં આ ઈતિહાસ રચાયો છે.

27 સપ્ટેમ્બરે સદી ફટકારનાર ખેલાડીઓ

  1. વિરાટ કોહલી - કિંગ કોહલીએ વેસ્ટ ઈન્ડિઝ સામેની પ્રથમ વનડેમાં 139 રનની અણનમ ઇનિંગ્સ રમી અને ટીમ ઈન્ડિયાની જીતમાં મહત્વની ભૂમિકા ભજવી. આ ઇનિંગ્સ દરમિયાન કોહલીએ અનેક વર્લ્ડ રેકોર્ડ બનાવ્યા. તે 15,000 રનનો આંકડો પાર કરનાર બીજા બેટ્સમેન બન્યો અને આ સિદ્ધિ હાંસલ કરનાર સૌથી ઝડપી ખેલાડી પણ બન્યો.
  2. શુભમન ગિલ - ભારતીય કેપ્ટન શુભમન ગિલે પણ વેસ્ટ ઈન્ડિઝ સામે સદી ફટકારી. ઓપનિંગ કરતા ગિલે 110 રન બનાવ્યા, જેમાં 13 ચોગ્ગા અને 1 છગ્ગાનો સમાવેશ થાય છે. જોકે, ગિલને તેના સ્ટ્રાઈક રેટને લઈને ટીકાનો સામનો કરવો પડ્યો હતો, કારણ કે તેણે 110 રન બનાવવા માટે 108 બોલ લીધા હતા.
  3. જસ્ટિન ગ્રીવ્સ - વેસ્ટ ઈન્ડિઝના ઓપનિંગ બેટ્સમેને પણ ભારત સામેની આ મેચમાં સદી ફટકારી. પ્રથમ વનડેમાં ગ્રીવ્સે 108 બોલમાં 101 રન બનાવ્યા અને 12 ચોગ્ગા ફટકાર્યા. જો કે, તેની સદી છતાં તેની ટીમને હારનો સામનો કરવો પડ્યો.
  4. ડેવિડ મિલર - ઓસ્ટ્રેલિયા સામેની બીજી વનડેમાં દક્ષિણ આફ્રિકા તરફથી રમતા ડેવિડ મિલરે 93 બોલમાં 142 રનની ધમાકેદાર ઇનિંગ્સ રમી. તેણે આ ઇનિંગ્સ દરમિયાન 12 ચોગ્ગા અને 9 છગ્ગા ફટકાર્યા. પ્રથમ બેટિંગ કરતા દક્ષિણ આફ્રિકાએ કુલ 365 રન બનાવ્યા હતા.
  5. ટેમ્બા બાવુમા - ઓસ્ટ્રેલિયા સામેની આ મેચમાં યજમાન ટીમના કેપ્ટન ટેમ્બા બાવુમાએ પણ સદી ફટકારી. તેણે 10 ચોગ્ગા અને 2 છગ્ગા સાથે 103 રનની ઇનિંગ્સ રમી. દક્ષિણ આફ્રિકાએ આ મેચ 32 રનના અંતરથી જીતી લીધી.
  6. ટોમ બેન્ટન - ઇંગ્લેન્ડ અને શ્રીલંકા વચ્ચે રમાયેલી મેચમાં ઇંગ્લેન્ડના ઓપનર ટોમ બેન્ટને પણ સદી ફટકારી હતી. તેણે 126 રનની શાનદાર ઈનિંગ રમી હતી. આ ઇનિંગ્સ દરમિયાન તેણે 16 ચોગ્ગા અને 5 શાનદાર છગ્ગા ફટકાર્યા હતા.
Add Zee News as a Preferred Source
TAGS:

About the Author

2020માં Inshorts સાથે પત્રકારત્વ ક્ષેત્રે કારકિર્દીની શરૂઆત કરી. જ્યાં બે વર્ષથી વધુ સમય સુધી ગુજરાતી કન્ટેન્ટ સ્પેશિયાલિસ્ટ તરીકે કામ કર્યું. ત્યારબાદ Sandesh Digital સાથે જોડાયા, જ્યાં ગુજરાતના લોકલ સમાચાર ઉપરાંત નેશનલ અને સ્પોર્ટ્સ સહિતની વિવિધ કેટેગરીમાં કામ કર્યું. આ દરમિયાન ગુજરાત વિધાનસભા ચૂંટણી 2022 અને IPL જેવી મહત્વપૂર્ણ ઇવેન્ટ્સ કવર કરી. ત્યારબાદ TV9 Gujarati સાથે જોડાયા, જ્યાં ગુજરાતના લોકલ સમાચાર ઉપરાંત નોલેજ, બિઝનેસ, ઓટો સહિતની વિવિધ કેટેગરીમાં કામ કર્યું. આ ઉપરાંત પ્રીમિયમ કન્ટેન્ટ માટે પણ કામ કર્યું અને રિસર્ચ-બેઝ્ડ સ્ટોરી લખવાનો અનુભવ મેળવ્યો. હાલમાં Zee 24 Kalakમાં સિનિયર સબ-એડિટર તરીકે કાર્યરત છે અને સ્પોર્ટ્સ, બિઝનેસ, ગુજરાત, જોબ્સ, ઓટો અને ટેક સહિતની વિવિધ કેટેગરીનું કન્ટેન્ટ તૈયાર કરી સરળ ભાષામાં વાચક મિત્રો સુધી પહોંચાડી રહ્યા છે.

ZEENEWS TRENDING STORIES