SOCIAL MEDIA

Newsletter

PARTNER SITES
Select Language Select State

IND A vs PAK A મેચમાં હાઈવોલ્ટેજ ડ્રામા, હર્ષિત રાણાની વિકેટ બાદ પાકિસ્તાનીઓની શરમજનક હરકત, જુઓ Video

IND A vs PAK A : એશિયા કપ 'રાઈઝિંગ સ્ટાર્સ' 2026 ટુર્નામેન્ટમાં પાકિસ્તાન A ટીમે ભારત Aને હરાવ્યું હતું. મેચ દરમિયાન એક તબક્કે ભારે હાઈવોલ્ટેજ ડ્રામા સર્જાયો હતો. હર્ષિત રાણાની વિકેટ લીધા બાદ પાકિસ્તાની બોલરે શરમજનક હરકત કરી હતી, જે બાદ તિલક વર્મા પણ ગુસ્સે થઈ ગયો હતો.

Written By Dilip Chaudhary
Published: Nov 23, 2026, 14:55 IST | Updated: Nov 23, 2026, 15:01 IST
Join

IND A vs PAK A : એશિયા કપ 'રાઈઝિંગ સ્ટાર્સ' 2026માં ભારત A અને પાકિસ્તાન A વચ્ચેની મેચ દરમિયાન ભારે તણાવપૂર્ણ દ્રશ્યો જોવા મળ્યા હતા. સમગ્ર મુકાબલા દરમિયાન બંને ટીમોના ખેલાડીઓ વારંવાર ઉગ્ર દલીલબાજીમાં ઉતરી આવ્યા હતા.

મોહમ્મદ સિરાજને પ્લેઈંગ ઈલેવનમાં કેમ ન મળ્યું સ્થાન? કેપ્ટન શુભમન ગિલે જણાવ્યું કારણ

દોહાના વેસ્ટ એન્ડ પાર્ક ઇન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમમાં રમાયેલી આ મેચમાં હર્ષિત રાણા ખાસ ચર્ચાના કેન્દ્રમાં રહ્યો હતો. ભારતની ઇનિંગ્સ દરમિયાન, જ્યારે એક પાકિસ્તાની બોલરે હર્ષિતની વિકેટ લીધી, ત્યારે તેણે અત્યંત આક્રમક રીતે ઉજવણી કરી હતી. આના કારણે અમ્પાયરોએ વચ્ચે પડીને મામલો શાંત પાડવો પડ્યો હતો. ભારત Aનો કેપ્ટન તિલક વર્મા પણ આ ઘટનાથી સ્પષ્ટપણે નારાજ અને ગુસ્સે દેખાતો હતો.

IND A vs PAK A મેચમાં હાઈવોલ્ટેજ ડ્રામા

પાકિસ્તાનની બેટિંગ દરમિયાન હર્ષિત રાણા ખૂબ જ ગુસ્સામાં જણાતો હતો. પાકિસ્તાની બેટ્સમેન શામિલ હુસૈનને આઉટ કર્યા બાદ, રાણાએ પેવેલિયન તરફ ઈશારો કર્યો, જેના કારણે બંને ખેલાડીઓ વચ્ચે શાબ્દિક ઘર્ષણ થયું હતું. રોહિલ નઝીરની વિકેટ લીધા બાદ પણ હર્ષિતે આવી જ આક્રમકતા દર્શાવી હતી. બાદમાં જ્યારે હર્ષિત રાણા બેટિંગ કરવા આવ્યો, ત્યારે પાકિસ્તાની ખેલાડીઓએ તેની સાથે જાણીજોઈને અશોભનીય વર્તન કર્યું હતું.

314 રનના ટાર્ગેટનો પીછો કરતી વખતે ભારત Aના બેટ્સમેનો ખાસ પ્રદર્શન કરી શક્યા નહીં. અભિષેક શર્મા, તિલક વર્મા અને શાહબાઝ અહેમદ સિવાય અન્ય કોઈ ખેલાડી મોટી ઇનિંગ રમી શક્યો નહીં. 44મી ઓવરમાં હર્ષિત રાણા ક્રિઝ પર આવ્યો અને એક મોટો શોટ મારવાના પ્રયાસમાં હર્ષિત પોતાની વિકેટ ગુમાવી બેઠો.

તિલક વર્મા પણ થયો ગુસ્સે

આ સમયે પાકિસ્તાની ખેલાડી સુફિયાન મુકીમે આક્રમક રીતે ઉજવણી કરી અને હર્ષિત સાથે બબાલ શરૂ કરી. ત્યારબાદ, પાકિસ્તાનની આખી ટીમે પેવેલિયન તરફ ઈશારા કરીને હર્ષિતને મેદાનની બહાર જવાનો સંકેત કરવા લાગી. આ ભારે તણાવપૂર્ણ ઘટના બાદ અમ્પાયરોએ વચ્ચે પડીને મામલો સંભાળ્યો હતો.

નોન-સ્ટ્રાઈકર છેડે રહેલો કેપ્ટન તિલક વર્મા આ વર્તનથી સ્પષ્ટપણે નારાજ હતો અને તેણે પાકિસ્તાની ફિલ્ડરો સાથે દલીલ કરી હતી. તેણે અમ્પાયરો સમક્ષ પણ આ મુદ્દો ઉઠાવ્યો હતો. સોશિયલ મીડિયા પર ચાહકો પાકિસ્તાની ખેલાડીઓના આ વર્તન બદલ તેમની આકરી ટીકા કરી રહ્યા છે.

ઈન્ડિયા Aને 48 રનથી હારનો સામનો કરવો પડ્યો

તિલક વર્માએ સંયમપૂર્વક બેટિંગ કરતા 149 બોલમાં 100 રન બનાવ્યા. શાહબાઝ અહેમદે 56 રનની ઇનિંગ રમીને તેને સાથ આપ્યો. જોકે, શાહબાઝ આઉટ થયા પછી તિલકને પૂરતો સહયોગ મળ્યો નહીં, જેના કારણે મેચ ભારતની તરફેણમાં રહી શકી નહીં. ભારત 265 રનમાં ઓલઆઉટ થઈ ગયું અને પાકિસ્તાન Aએ આ મેચ 48 રનથી જીતી લીધી.

Add Zee News as a Preferred Source
TAGS:

About the Author

2020માં Inshorts સાથે પત્રકારત્વ ક્ષેત્રે કારકિર્દીની શરૂઆત કરી. જ્યાં બે વર્ષથી વધુ સમય સુધી ગુજરાતી કન્ટેન્ટ સ્પેશિયાલિસ્ટ તરીકે કામ કર્યું. ત્યારબાદ Sandesh Digital સાથે જોડાયા, જ્યાં ગુજરાતના લોકલ સમાચાર ઉપરાંત નેશનલ અને સ્પોર્ટ્સ સહિતની વિવિધ કેટેગરીમાં કામ કર્યું. આ દરમિયાન ગુજરાત વિધાનસભા ચૂંટણી 2022 અને IPL જેવી મહત્વપૂર્ણ ઇવેન્ટ્સ કવર કરી. ત્યારબાદ TV9 Gujarati સાથે જોડાયા, જ્યાં ગુજરાતના લોકલ સમાચાર ઉપરાંત નોલેજ, બિઝનેસ, ઓટો સહિતની વિવિધ કેટેગરીમાં કામ કર્યું. આ ઉપરાંત પ્રીમિયમ કન્ટેન્ટ માટે પણ કામ કર્યું અને રિસર્ચ-બેઝ્ડ સ્ટોરી લખવાનો અનુભવ મેળવ્યો. હાલમાં Zee 24 Kalakમાં સિનિયર સબ-એડિટર તરીકે કાર્યરત છે અને સ્પોર્ટ્સ, બિઝનેસ, ગુજરાત, જોબ્સ, ઓટો અને ટેક સહિતની વિવિધ કેટેગરીનું કન્ટેન્ટ તૈયાર કરી સરળ ભાષામાં વાચક મિત્રો સુધી પહોંચાડી રહ્યા છે.
Read More

ZEENEWS TRENDING STORIES