નાનો ટારગેટ છતાં કેપ્ટન શુભમન ગિલના શ્વાસ થઈ ગયા હતા અધ્ધર, હારને લઈને કર્યો મોટો ખુલાસો!
IND vs NZ 2nd ODI: ભારતે ન્યુઝીલેન્ડ સામેના બીજા વનડેમાં ડકવર્થ લુઈસ દ્વારા જીત મેળવી છે, ભારતને નાનો ટારગેટ મળ્યો હતો, પણ એક સમયે ટીમ મુશ્કેલીનો સામનો કરી રહી હતી, જાણો કેપ્ટન શુભમન ગિલે શું કહ્યું.
IND vs NZ 2nd ODI: શુભમન ગિલની કેપ્ટનશીપ વાળી ભારતીય ટીમે ન્યુઝીલેન્ડમાં સામેની 5 મેચની સિરીઝમાં 2-0 થી આગળ ચાલી રહી છે, ભારતે શનિવારના રોજ વેલિંગટરમાં રમાયેલા બીજા વનડેમાં ડકવર્થ લુઈસના કારણે 4 રનના કારણે જીત મેળવી છે. આ મેચ પર વરસાદથી ઘેરાયેલો રહ્યો હતો. ભારતને 47 ઓવરમાં 135 રનનો ટારગેટ મળ્યો હતો, ભારતે 26 ઓવરમાં 113 રન બનાવીને 7 વિકેટ ગુમાવી હતી, જે બાદ વરસાદ શરૂ થઈ ગયો હતો. ત્યારે DLS પ્રમાણે ભારત આગળ હતુ, અને ભારતીય ટીમને જીત આપવામાં આવી, ભારતીય ટીમના ફાસ્ટ બોલરોના જોરદાર પ્રદર્શનના કારણો 47 ઓવરમાં 134 રનમાં રોકવામાં સફળતા મળી હતી. જો કે નાનો ટારગેટ હોવા છતા પણ કેપ્ટન ગિલનો શ્વાસ અટકી ગયો હતો.
એક સમયે, તે સરળ ટારગેટ જેવું લાગતું હતો
ગિલે બીજી વનડે પછી કહ્યું કે, બેટિંગ સરળ ન હતી. અમે શાનદાર બોલિંગ કરી. કિવીઓને 130-140ની આસપાસ મર્યાદિત રાખવું સારું હતું. એક સમયે, તે સરળ ટારગેટ જેવું લાગતું હતું, પરંતુ અમે વિકેટ ગુમાવતા રહ્યા. જો કે, અમે જીતી ગયા. કેપ્ટને ઝડપી બોલર ગુર્નુર બ્રારની પ્રશંસા કરી, જેમને પ્લેયર ઓફ ધ મેચ જાહેર કરવામાં આવ્યા હતા. બ્રારે 10 ઓવરમાં માત્ર 30 રન આપીને ચાર વિકેટ લીધી.
ગિલે કહ્યું કે, "ગુર્નુર સારી બોલિંગ કરી રહ્યો છે. તેણે છેલ્લી મેચમાં પણ આવું જ કર્યું. જેમ જેમ આપણે વધુ રમતો રમીશું, તેમ તેમ આપણને અનુભવ મળશે. તે વધુ સુસંગતતા સાથે, લાઇન અને લેન્થ સાથે બોલિંગ કરશે. તેની પાસે ગતિ અને ઉછાળ બંને છે. આજે આપણે જોયું કે જો તે આ રીતે બોલિંગ કરવાનું ચાલુ રાખે તો તેની પાસે કેવા પ્રકારની પ્રતિભા છે.
"જો આપણે ચાર કે પાંચ રનથી હારી ગયા હોત..."
યુવા બોલરો માટે તેમના સંદેશ વિશે પૂછવામાં આવતા, કેપ્ટને કહ્યું કે, તેમાંના મોટાભાગના બોલરો પાસે જરૂરી પ્રતિભા છે. તેઓ દબાણમાં સારૂ પ્રદર્શન કરી શકે છે. આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં, દબાણ હેઠળ પ્રદર્શન કરવું અને અનુભવ મેળવવો ખૂબ જ મહત્વપૂર્ણ છે. સતત મેચોમાં બોલિંગ કરવી અને દરેક વખતે દબાણ હેઠળ તમારી જવાબદારી નિભાવવાનો પ્રયાસ કરવો ખૂબ જ મહત્વપૂર્ણ છે.
સુધારા માટે જગ્યા વિશે, ગિલે કહ્યું કે, પિચ ચોક્કસપણે પડકારજનક હતી. પરંતુ મને લાગે છે કે અંતે, અમે અપેક્ષા કરતાં બે વધુ વિકેટ ગુમાવી દીધી. અમને ખબર હતી કે અંતિમ ક્ષણોમાં વરસાદ પડી શકે છે અને અમે જે છેલ્લા બે શોટ રમ્યા તે બિલકુલ સારા નહોતા. જો અમે DLS નિયમ હેઠળ આ મેચ ચાર કે પાંચ રનથી હારી ગયા હોત, તો તે શરમજનક હોત, પણ મને ખુશી છે કે અમે વિજયનો ઉંબરો પાર કરવામાં સફળ રહ્યા.
ભારતે 47 રનમાં ચાર વિકેટ ગુમાવી દીધી
વેલિંગ્ટન વનડેની વાત કરીએ તો, સ્ટાર-સ્ટડેડ ભારતીય બેટિંગ લાઇન-અપની શરૂઆતની નિષ્ફળતા બાદ કેએલ રાહુલે સારી ઇનિંગ રમી. તેણે 38 બોલમાં બે ચોગ્ગા અને બે છગ્ગા સાથે અણનમ 26 રન બનાવ્યા. શ્રેયસ ઐયરે 46 બોલમાં 30 અને રોહિત શર્માએ 26 બોલમાં 23 રન બનાવ્યા. વિરાટ કોહલી (7), અક્ષર પટેલ (7), નમન ધીર (12) અને અંશુલ કંબોજ (1) બધા સસ્તામાં આઉટ થયા. રાહુલ અણનમ રહ્યો હતો. ભારતે 47 રનમાં ચાર વિકેટ ગુમાવી દીધી હતી.